Divya Bhaskar

Home » NRG » Gujarat » Nishita Shah is currently the largest individual shareholder and director of Precious Shipping

એક સમયે હતી મોસ્ટ એલિજિબલ ગુજરાતી ગર્લ, આજે છે 3.5 હજાર કરોડનો બિઝનેસ

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 05:09 PM

નિશિતા શાહ, એક સમયે મોસ્ટ એલિજિબલ ગુજરાતી ગર્લ તરીકે ઓળખાતી હતી, આજે તે થાઇલેન્ડની જાણીતી બિઝનેસ વુમન છે.

  • Nishita Shah is currently the largest individual shareholder and director of Precious Shipping
    એક સમયે નિશિતાને મોસ્ટ એલિજિબલ ગુજરાતી ગર્લનું ટાઇટલ પણ મળ્યું છે. (ફાઇલ)

    એનઆરજી ડેસ્કઃ મોસ્ટ એલિજિબલ ગુજરાતી ગર્લ, હોટ બિઝનેસ વુમન અને ગ્લેમરસ પાઇલટ આ બધા જ એવા ટાઇટલ છે જે નિશિતા શાહ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. રસપ્રદ વાત તો એ છે કે, નિશિતા આ તમામ માપદંડો પર ખરી ઉતરે છે. એક તરફ તે પોતાના ફેમિલી બિઝનેસને ઝડપથી આગળ વધારી રહી છે તો બીજી તરફ પોતાના ગ્લેમરસ લુકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેને ફોર્બ્સ મેગેઝીન તરફથી નેક્સ્ટ જનરેશન બિલિયોનરનો ખિતાબ પણ મળી ચૂક્યો છે. હાલના દોરમાં તે 3.5 હજાર કરોડથી વધુનો બિઝનેસ સંભાળી રહી છે. અહીં જાણો, ગ્લેમર અને ટેલેન્ટનું ઉત્તમ ઉદાહરણ નિશિતા શાહની ગ્લેમરસ લાઇફ અને બિઝનેસ અંગે...

    UKમાં મિનિસ્ટર રહી ચૂકી છે ગુજરાતી પટેલ યુવતી, એક ભૂલના લીધે થયો 15 લાખનો દંડ


    જાણો કોણ છે નિશિતા શાહ


    - નિશિતા શાહ મૂળ ગુજરાતી મૂળની થાઇ નાગરિક છે. તેના પિતા કિરીટ શાહની કંપની જીપી ગ્રુપ 150 વર્ષથી શિપિંગના બિઝનેસમાં સક્રિય રહી છે.
    - હાલમાં નિશિતા થાઇલેન્ડની 5મી સૌથી અમીર મહિલા છે. જો કે, તે પોતાના ગ્લેમરસ અને હોટ લુકના કારણે સૌથી વધુ ચર્ચામાં રહે છે. સાથે જ તે બિઝનેસમાં વધુ વ્યસ્ત રહેવાના કારણે પણ ચર્ચામાં રહે છે.
    - એક સમયે નિશિતાને મોસ્ટ એલિજિબલ ગુજરાતી ગર્લનું ટાઇટલ પણ મળ્યું છે.

    યુવતીએ ન્યૂઝ પ્રોડ્યુસર તરીકે કેરિયરની શરૂઆત કરી હતી, હવે 30 હજાર કરોડની માલિક


    ફોર્બ્સના નેક્સ્ટ જનરેશન લિસ્ટમાં મળ્યું સ્થાન


    - નિશિતા શાહના ટેલેન્ટને ફોર્બ્સ જેવી પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝીન પણ માની ચૂકી છે. 2008માં ફોર્બ્સ તેને નેક્સ્ટ જનરેશન બિલિયોનર ગણાવી ચૂકી છે.
    - ફોર્બ્સે નિશિતાની સાથે ગોલ્ફર ટાઇગર વુડ્સ અને ટેસ્લાના ફાઉન્ડર એલન મસ્કને પણ સ્થાન આપ્યું હતું.

    UK: દીકરી ગુમાવનાર ગુજરાતી પરિવારની વ્યથા; 'પતિએ ગે હોવાનું છૂપાવ્યું ન હોત તો આજે અમારી દીકરી જીવતી હોત'


    3.5 હજાર કરોડની નેટવર્થ


    - ફોર્બ્સની તરફથી જાહેર 2016ની લિસ્ટમાં નિશિતાને થાઇલેન્ડની 42મી સૌથી ધનવાર વ્યક્તિ દર્શાવવામાં આવી છે. વળી, મહિલાઓના હિસાબે જોઇએ તો તે થાઇલેન્ડની પાંચમી સૌથી અમીર મહિલા છે.
    - ફોર્બ્સની નિશિતાની કુલ સંપત્તિ અંદાજિત 3.5 હજાર કરોડ રૂપિયા દર્શાવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending