Divya Bhaskar

Home » NRG » Gujarat » Name of the original kutchi couple living abroad will touch sun

વિદેશમાં રહેતા મૂળ કચ્છી દંપતીનું નામ સૂરજને સ્પર્શ કરશે

Divyabhaskar.com | Updated - Aug 15, 2018, 04:51 AM

પ્રથમ ઐતિહાસિક ઘટનાથી મુન્દ્રા પંથકમાં હર્ષની લાગણી ફેલાઈ

  • Name of the original kutchi couple living abroad will touch sun
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મુન્દ્રા: મુન્દ્રાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નાસાના પાર્કર સોલાર પ્રોબ મિશન અંતર્ગત તાલુકાના સાડાઉના મૂળ વતની અને યુએસએમાં વસવાટ કરતાં કચ્છી દંપતીનું નામ ચિપ્સના માધ્યમથી સૂર્યને સ્પર્શ કરશે.

    નાસાનું પાર્કર સોલાર પ્રોબ સોલાર પ્રવૃત્તિ સંદર્ભે નવા ડેટા પ્રદાન કરશે


    મુંબઈ ખાતે ઉછરેલા અને યુએસની હોસ્પિટલમાં પરફ્યુનિસ્ટ તરીકે ફરજ બજાવી રહેલા જ્યોતિબેન ધરોડ ગાલા અને તેમના પતિ મોહિત ગાલાની અનોખી સિદ્ધિ બદલ તેમના પરિવારજનોમાં હર્ષની લાગણી છવાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાસાનું પાર્કર સોલાર પ્રોબ સોલાર પ્રવૃત્તિ સંદર્ભે નવા ડેટા પ્રદાન કરશે અને પૃથ્વી સ્થિત જીવન પર અસર કરતી મુખ્ય જગ્યાઓ તથા હવામાનની ઘટનાઓની આગાહી કરવાની ક્ષમતામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

    નાસા મિશનમાં પહેલી વાર એક જીવંત વ્યક્તિના નામથી આ ગતિવિધિ કરવામાં આવી


    સૂચિત મિશન શરૂ કરવા માટેનો ખર્ચ 1.3 અબજ ડોલર છે. સૂર્યની નજીકના પોઇન્ટ પર જ્યારે પાર્કર સોલાર પ્રોબના કવચનો ભાગ 1,400 સેલ્સિયસ સુધીની ગરમી સહન કરશે. જ્હોન્સ હોપકિન્સ એપ્લાઇડ ફિઝિક્સ લેબના પાર્કર સોલાર પ્રોબ ટીમના મેમ્બર પાસે મેમરીકાર્ડમાં પબ્લિક દ્વારા 1,134,202 નામ આપવામાં આવ્યાં છે તે ચિપ અવકાશયાન પર ભ્રમણ કરશે. આ તકતી યુજેન પાર્કર મિશનને સમર્પિત કરે છે જેણે પ્રથમ સૌર પવનનું અસ્તિત્વ સિદ્ધ કર્યું હતું. નાસા મિશનમાં પહેલી વાર એક જીવંત વ્યક્તિના નામથી આ ગતિવિધિ કરવામાં આવી છે.

    વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • Name of the original kutchi couple living abroad will touch sun
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Name of the original kutchi couple living abroad will touch sun
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending