તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • The Initial Investment Was Rs 2.50 Crore, She Has 120 Holstein Friesian Cows

ટેક્સાસમાં રહેતી મુસ્લિમ મહિલાએ 2.50 કરોડ ખર્ચી બનાસકાંઠામાં શરૂ કરી ગૌશાળા; ડચ ઓરિજિનની 120 ગાયો સાચવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરેક મહિને મુસા લગભગ બે લાખ રૂપિયાના પશુઓનો ચારો વેચે છે અને આ ચારો તે અંદાજિત 32 જડી-બુટીઓથી બનાવે છે. (તસવીરઃ મર્જિયા મુસા, ટ્વીટર)

એનઆરજી ડેસ્કઃ આજના સમયમાં ગૌ સંરક્ષણના નામે ગૌરક્ષકો દ્વારા સતત હિંસાના સમાચાર આવતા રહે છે, ત્યાં એક એનઆરજી મુસ્લિમ મહિલા ગાયોનું સંરક્ષણ કરી રહી છે. ટેક્સાસમાં રહેતી આ મુસ્લિમ મહિલા ડેરી ક્રાંતિ માટે કામ કરી રહી છે. મર્જિયા મુસા (49) યુએસમાં રહે છે, પરંતુ તે બનાસકાંઠા જિલ્લામાં આવેલા પોતાના પૈતૃક ગામ માટે કંઇક કરવાનું વિચારતી હતી. ઘણું વિચાર્યા બાદ તેણે નિર્ણય લીધો કે, તેના ગામ માટે ડેરી ખોલવાનું સૌથી સરળ રહેશે. તેણે નવેમ્બર 2016ના રોજ પોતાના ગામમાં પાંચ એકર જમીન ખરીદીને અહીં 22 ગાયો રાખી. આ પ્રોજેક્ટ પર શરૂઆતમાં તેણે 2.50 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આજે તેની પાસે ડચ ઓરિજિનની 120 હોલિસ્ટન ફ્રિઝન ગાય છે. 

 

શરૂઆતમાં બનાવી ઓટોમેટેડ ગૌશાળા 


- મુસાના બે બાળકો છે જે યુએસમાં રહે છે. મુસાએ જણાવ્યું, ટેક્સાસમાં હું હોમ ફ્લિપિંગ ઇન્ડસ્ટ્રી માટે કામ કરી રહી હતી. આ વ્યવસાયમાં જૂના મકાનોના સમારકામ અને તેના વેચાણનું કામ હોય છે. થોડાં સમય બાદ મને લાગ્યું કે, મારે વતન માટે કંઇક કરવું જોઇએ. 
- શરૂઆતમાં મેં મારાં ગામમાં એક ઓટોમેટેડ ગૌશાળા બનાવી. અહીં ત્રણ મહિલાઓને દૂધ ઉત્પાદન, ગાયોની દેખરેખ અને દૂધ વેચવા માટે રાખી. 
- મુસાએ જણાવ્યું કે, તેને આ પ્રોજેક્ટ માટે ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો. થોડાં સમય પહેલાં મહારાષ્ટ્રથી તેઓની કેટલીક ગાયો ગુજરાત લાવી રહી હતી. 
- રસ્તામાં કેટલાંક ગૌરક્ષકોએ તેનું વાહન રોકી લીધું, તેને આ સમાચાર મળ્યા તો તેણે તાત્કાલિક પોલીસને ફોન કરીને મદદ માંગી. 

 

 

સ્થાનિક લોકો પાસેથી મળી મદદ 


- 2017માં આવેલા પૂરમાં એક ગાય અને વાછરડું તણાઇ ગયું. આખા ફાર્મમાં પાણી અને કીચડ થઇ ગયું. ફાર્મને ફરીથી બેઠું કરવામાં અનેક દિવસો લાગ્યા. 
- મુસાએ કહ્યું કે, તેને સ્થાનિક લોકોએ ઘણી મહેનત કરી અને તેણે પોતાના ફાર્મને સંપુર્ણ રીતે ઓટોમેટેડ કરી લીધું. મુસા અહીંના લોકોની વચ્ચે ગાયોની દેખરેખને લઇને જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. 
- ગાયોની દેખરેખ માટે તે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમનો પ્રયોગ કરે છે. ઓટોમેટેડ દૂધ પાર્લરમાં પેરામીટરમાં ગાયોના દૂધની ક્ષમતા, તેના ખાવાની ક્ષણતા, શરીરના તાપમાન અને તેના પ્રજનના તમામ ડેટા એકઠાં થાય છે. 

 

દરેક ગાય પાછળ રોજ 250 રૂપિયાનો ખર્ચ 


- મુસા દરેક ગાયના ભોજન પાછળ દરરોજ 250 રૂપિયા ખર્ચ કરી શકે છે. દરરોજ એક ગાય અંદાજિત 14 લીટર દૂધ આપે છે. 
- તે કહે છે કે, તેને દૂધ વેચીને સામે કોઇ નફો નથી થતો. દરેક મહિને તે લગભગ બે લાખ રૂપિયાના પશુઓનો ચારો વેચે છે અને આ ચારો તે અંદાજિત 32 જડી-બુટીઓથી બનાવે છે. 
- એટલું જ નહીં, તે દૂધના ઉત્પાદન અને ઘી પણ વેચે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો