Home » NRG » Gujarat » Arvind Barot is a famous gujarati bhajan singer

વિદેશીઓને પણ ડોલાવે છે આ ગુજરાતી લોકગાયક, 8000થી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 02:40 PM

ડાયરા, ભજનવાણી કાર્યક્રમો, રાસ ગરબા અને કાવ્ય સંગીત સાથે લગ્નગીતોના પ્રોગ્રામો છેલ્લા ૩૫ વર્ષોથી કરતા આવ્યા છે

 • Arvind Barot is a famous gujarati bhajan singer
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  એનઆરજી ડેસ્કઃ જો તમે ગુજરાતી ગીતોના શોખિન હોવ અને ગુજરાતી સંગીતને પ્રેમ કરતા હશો તો અરવિંદભાઇ બારોટના અવાજને ચોક્કસથી જાણતા હશો. મૂળ સાવરકુંડલાના આ ગુજરાતી લોકગાયક હાલ અમદાવાદમાં રહે છે. અહીં જાણો, વિદેશમાં રહેતા રેખા પટેલના શબ્દોમાં ગુજરાતના જાણીતા ગાયક, સંગીતકાર અને કવિ અરવિંદભાઈ બારોટની કારકિર્દીની વાતોઃ


  8000 ગીતો ગાવાનો રેકોર્ડ


  - અરવિંદભાઇ બારોટ મૂળ સાવરકુંડલાના છે અને તેઓ હાલ અમદાવાદમાં રહે છે. અરવિંદભાઇ સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે તેઓએ અત્યાર સુધી અંદાજિત 8,000થી વધુ ફિલ્મી-નોન ફિલ્મી ગીતો ગાયા છે.
  - જેમાંથી 150 ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક અને મ્યુઝિક આપ્યું છે. કેટલાંક ગીતો તેઓએ પોતે જ લખ્યા છે, જેમાં સ્વરાંકનની સાથે સાથે મ્યુઝિક ડાયરેક્શન પણ તેમનું જ છે.
  - ટૂંકમાં, એક ગીતને જન્મ આપવાથી લઇને તેને સાકાર કરવાનું બધું જ કામ અરવિંદભાઇ જાતે જ કરતા હોય છે. તેઓનું નામ એવા કલાકારોમાં આવે છે જેઓ એકસાથે બધી જ કમાન સંભાળી લેતા હોય.
  - જેઓ સંગીતને સમજે છે, તેઓ જાણે છે કે, ગીતો લખવા જેટલાં અઘરાં છે, તેટલું જ અઘરું કામ તેને સ્વર સાથે સંગીતમાં લયબદ્ધ કરવાનું છે. આ તમામ વસ્તુઓ એકસાથે સંગીતનો સાચો ચાહક અને જાણકાર જ કરી શકે છે.
  - અરવિંદભાઇની સફળતાની સફર આટલેથી અટકતી નથી, ખૂબ જ ઓછા લોકોએ જાણે છે કે, તેઓ અભિનય કળામાં પણ પારંગત છે.
  - ગુજરાતી ફિલ્મ 'દીકરીનો માંડવો'માં તેઓએ અભિયન, ડાયરેક્શન, ગીત-સંગીત બધું જ આપેલું છે.

  કાઠીયાવાડી ગીતોને લગાવે છે ચાર ચાંદ


  - કાઠીયાવાડી સુંદર લોકગીતો તેમના અવાજમાં ચાર ચાંદ લગાવી જાય છે. મીના પટેલ સાથે ગવાયેલી એક આલ્મબ સીરિઝમાં મજામાં ગુજરાતી ગીતો તમે સાંભળી શકો છો.
  - 'કુવા કાંઠે ઠીકરી કાઈ ઘસી ના ઉજળી થાય.. મોરબીની વાણીયણ મચ્છુએ પાણી જાય, પાછળ રે જીવોજી ઠાકોર ઘોડા પાવાને જાય...' ઉપરાંત એક બીજું ગીત છે જે ગુજરાતી ભાષામાં અત્યંત લોકપ્રિય છે. તે છે - "માડી હું તો બાર બાર વરસે આવિયો રે, માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી પરમાર રે ,જાડેજી મા! મોલ્યુંમાં દીવડો સદ બળે..."
  - આવા અનેક આલ્બમમાં તેઓએ સંગીતના સૂર રેલાવ્યા છે. અરવિંદભાઇને ગુજરાતી સાહિત્યને અને સંગીતને લગતા કાર્યોને બિરદાવતા સરકાર તરફથી શ્રેષ્ઠતાના અનેક એવોર્ડ્સ મળી ચૂક્યા છે.
  - ઉપરાંત મોરારી બાપુના હસ્તે તેઓને 'કવિ કાગ એવોર્ડ' પણ મળેલો છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, અરવિંદભાઇ બારોટની સંગીત સફરની કેટલીક અજાણી વાતો...

 • Arvind Barot is a famous gujarati bhajan singer
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  છેલ્લાં 35 વર્ષથી અરવિંદભાઇ બારોટ ભજન, લોકગીત, લગ્નગીતોના પ્રોગ્રામ કરતાં આવ્યા છે

  દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મના ટાઇટલ સોંગે મચાવી ધૂમ 


  - ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જ્યારે સાવ ભાંગી પડેલો તે સમયે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મ આવી. અમેરિકામાં પરણાવેલી ગુજરાતની દીકરીની કરુણ કથા, હૃદયસ્પર્થી ગીતો અને સંગીતના કારણે આ ફિલ્મને અભૂતપૂર્વ સફળતા અને લોકપ્રિયતા મળી. 
  - આ ફિલ્મના ગીતકાર અને સંગીતકાર અરવિંદભાઇ જ હતા. ફિલ્મ હિટ જવાનો શ્રેય તેમના ટાઇટલ સોંગને પણ જાય છે. ત્યારબાદ તેઓએ ઘણી સફળ ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને આપેલી છે. 
  - અરવિંદભાઇ લોકગીત, ભજન અને ગરબા માટે પણ પ્રખ્યાત ગાયક છે. તેઓ ડાયરા, ભજનવાણીના કાર્યક્રમો, રાસગરબા અને કાવ્ય સંગીત સાથે લગ્ન ગીતોના પ્રોગ્રામ છેલ્લાં 35 વર્ષથી કરતાં આવ્યા છે.  

 • Arvind Barot is a famous gujarati bhajan singer
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  મીના પટેલ સાથે ગવાયેલી એક આલ્મબ સીરિઝમાં મજામાં ગુજરાતી ગીતો તમે સાંભળી શકો છો.
 • Arvind Barot is a famous gujarati bhajan singer
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કાઠીયાવાડી સુંદર લોકગીતો તેમના અવાજમાં ચાર ચાંદ લગાવી જાય છે.
 • Arvind Barot is a famous gujarati bhajan singer
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોરારી બાપુના હસ્તે તેઓને 'કવિ કાગ એવોર્ડ' પણ મળેલો છે.
 • Arvind Barot is a famous gujarati bhajan singer
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ખૂબ જ ઓછા લોકોએ જાણે છે કે, અરવિંદભાઇ અભિનય કળામાં પણ પારંગત છે.
 • Arvind Barot is a famous gujarati bhajan singer
  ગુજરાતી ફિલ્મ 'દીકરીનો માંડવો'માં તેઓએ અભિયન, ડાયરેક્શન, ગીત-સંગીત બધું જ આપેલું છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ