-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 18, 2018, 11:24 AM IST
એનઆરજી ડેસ્કઃ એક યુવતીના જ્યારે લગ્ન-જીવનના સપનાંઓ સેવતી હોય ત્યારે તેમાં દરેક ક્ષણે અને દરેક મુશ્કેલીઓમાં પતિનો સાથ મળે તેવું ઇચ્છતી હોય છે. પરંતુ આ જ પતિ તમને લગ્નજીવન દરમિયાન બે બાળકોની માતા બનાવી વિદેશ ભાગી જાય. તેના પરિવારજનો યુવતીને વારંવાર પિયરથી કશું જ લાવી નથી તેવું કહી ત્રાસ આપે ત્યારે? આવું જ કંઇક થયું અમદાવાદના ચાંદખેડા વિસ્તારની રસિકા સાથે. રસિકાના લગ્ન થોડાં વર્ષો પહેલાં રોહિત સાથે થયા હતા. લગ્નના 15 દિવસમાં જ પતિ રોહિત ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. ત્યારબાદ થોડાં મહિનાઓ પછી તે પરત આવ્યો હતો. 36 વર્ષીય રસિકાને આ લગ્નજીવન દરમિયાન બે બાળકો પણ છે. પરંતુ હવે આ જ લગ્નજીવન એક ભયાનક સપનામાં ફેરવાઇ ગયું છે.
દહેજમાં કારની કરી હતી માંગણી
- રસિકાનો પતિ રોહિત લગ્નના 15 દિવસમાં જ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. તેના વિદેશ ગયા બાદ સાસરીયાએ પુત્રવધુને કહ્યું કે, તું દહેજમાં જે એક્સેસ કાર માંગી હતી તે લાવી નથી.
- આટલા વર્ષોના લગ્ન જીવન બાદ હવે રસિકાને સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મુકી છે. પતિ હંમેશા માટે ઓસ્ટ્રેલિયા જતા રહેતા જ્યારે રસિકાએ પણ ઓસ્ટ્રેલિયા જવાની માંગણી કરી તો સાસરિયાઓએ કહ્યું કે, તારા પિતાને કહે ખર્ચો કરે.
પતિ પાસે જવા વિઝાનો ખર્ચ માગ્યો
- રસિકા તેના ભાઇના લગ્નમાંથી 11-2-18ના રોજ સાસરે પરત આવી ત્યારે સાસરિયાએ તેને ઘરમાં ના ઘૂસવા દીધી અને કહ્યું કે, જો રોહિતને ઓસ્ટ્રેલિયાથી બોલાવવો હોય તો 2 લાખ રૂપિયા લઇ આવ.
- 2 લાખની માંગણી કરી માનસિક ત્રાસ આપતા પરણિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
(પાત્રોના નામ બદલ્યા છે.)
આગળની સ્લાઇડમાં જાણો, બે સંતાનોને છીનવી લીધા...

સાસરિયાંએ મહિલાનાં સંતાનો છીનવી લીધાં
- બંને બાળકોના જન્મ બાદ પણ સાસરિયાઓએ રસિકાને જિયાણામાં કંઇ લાવી નથી તેવું અનેકવાર કહીને માનસિક અને શારિરીક ત્રાસ આપ્યો.
- ઓસ્ટ્રેલિયાથી પરત નહીં આવેલા પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાનો ખૂલાસો થતા રસિકાએ આ અંગે સાસરિયાઓને પૂછ્યું હતું.
- આથી સાસરી પક્ષે 12 વર્ષના દીકરા અને 6 વર્ષની દીકરીને પોતાની પાસે રાખી લઇ, રસિકાને ઘરમાંથી કાઢી મુકી હતી.
- રસિકાને સાસરિયા લઇ નહીં જતા હોય, તથા સંતાનોને મળવા નહીં દેતા હોવાથી આખરે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.