ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» યુવકને લાવવામાં રાજપુત સમાજે અંદાજે રૂ. 30 લાખનો ખર્ચ કર્યો | Rajput community Spent 30 lakhs to bring the student back

  બનાસકાંઠાનો યુવાન વિદેશમાં ભણવા ગયો તબિયત બગડતાં હાલ કોમામાં

  Jitendra Padhiyar, Palanpur | Last Modified - May 14, 2018, 08:30 PM IST

  યુવકને લાવવામાં રાજપુત સમાજે અંદાજે રૂ. 30 લાખનો ખર્ચ કર્યો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ યુવકને સરકાર દ્વારા કોઇ આર્થિક મદદ મળે તેવું સમાજના લોકો ઇચ્છી રહ્યા છે.

   એનઆરજી ડેસ્કઃ બનાસકાંઠાના સુઇગામ તાલુકાનો એક યુવાન કિર્ગીસ્તાનમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો. જ્યાં આ યુવકની અંદાજે 10 દિવસ પહેલાં અચાનક તબિયત લથડી હતી. જેને લઇ યુવક કોમામાં જતો રહ્યો હતો. આ અંગેની જાણ પરિવારજનોને કરાતાં ખેડૂત પરિવાર ચિંતામાં મુકાયો હતો. આથી સમાજને વાત કરતાં સમાજના અગ્રણીઓએ પાલનપુરના બ્રાહ્મણ સમાજના એક યુવકની મદદથી એર એમબ્યુલન્સમાં ઇમરજન્સી વ્યવસ્થા કરી અમદાવાદની એપોલો હોસ્પિટલ હોસ્પિટલમાં લઇ આવી સારવાર ચાલુ કરાવી છે. સમાજના તથા અન્ય સેવાભાવી લોકોની સેવાને લોકોએ બિરદાવી હતી.

   - બનાસકાંઠાના સુઇગામના વિરેન્દ્રસિંહ વિહાજી રાજપૂત (ઉં..વ.18) ઓક્ટોબર-2017માં એમબીબીએસના અભ્યાસ માટે કિર્ગીસ્તાન ગયો હતો.
   - ત્યાં અંદાજે દસેક દિવસ પહેલાં તાવ આવતાં ત્રણ-ચાર દિવસ દવા કરાવી પરંતુ કોઇ ફરક પડ્યો ન હતો.
   - ત્યારબાદ યુવક અચાનક કોમામાં સરી પડ્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે યુવકને ટ્યુબોક્યુલર મેનીઝાઇટીસ નામની બિમારી છે. જેથી ઇમરજન્સી સારવારની જરૂર ઉભી થઇ હતી.
   - આ અંગે યુવકના પરિવારને જાણ કરાતાં સામાન્ય પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. આ અંગે પરિવારે સમાજના અગ્રણી અને થરાદના ડોડગામના વતની વણાજી રાજપૂત (પ્રમુખ, એમ.એસ. વિદ્યામંદિર) ને જાણ કરી હતી.
   - આથી વણાજી રાજપૂતએ પાલનપુરમાં રહેતા અને વિદ્યાર્થીઓને ફોરેન સ્ટડીમાં સપોટ કરતાં મેગ્નેશિયા પ્રા. લિમિટેડના શેખર દવેને વાત કરતાં તેમણે આ યુવાને સુધી પહોંચવાની તમામ તૈયારી કરી હતી.
   - ત્યારે ભારતીય તબીબ સાથે વણાજી રાજપુત અને શેખરભાઇ દવે કિર્ગીસ્તાન જવાની તૈયારી કરતા હતા ત્યારે થરાદના ડી.ડી. રાજપુતે તેમને એરએમ્બ્યુલન્સમાં યુવકને લાવવા કહ્યું હતું. જેથી વણાજી રાજપૂત અને શેખરભાઇ દવે એર એમ્બ્યુલન્સ સાથે બુધવારે કિર્ગીસ્તાન જવા નિકળ્યા હતા.
   - ત્યારબાદ વિદ્યાર્થીને કિર્ગીસ્તાનથી લઇ શુક્રવારે ભારતમાં અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લાવી સારવાર કરાવી હતી.
   - આમ પરિવારની મુશ્કેલીમાં મદદ કરતાં સમાજના અગ્રણીઓ અને અન્ય સેવાભાવી લોકોને લોકોએ બિરદાવ્યા હતા.

   યુવકને લાવવામાં રાજપુત સમાજે અંદાજે રૂ. 30 લાખનો ખર્ચ કર્યો

   - આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ યુવકને લાવવામાં રાજપૂત સમાજ દ્વારા ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો.

   - જેમાં એરએમ્બ્યુલન્સના રૂ. 22 લાખ સહિત અન્ય મળી અંદાજે કુલ રૂ. 30 લાખનો ખર્ચ થયો છે.

   - તેમજ એપોલોમાં અત્યારે આ યુવકની સારવાર ચાલી રહી છે જેનો ખર્ચ પણ રાજપૂત સમાજ ભોગવવા ખડેપગે તૈયાર છે.

   - આ યુવકને સરકાર દ્વારા કોઇ આર્થિક મદદ મળે તેવું સમાજના લોકો ઇચ્છી રહ્યા છે.

  • મેગ્નેશિયા પ્રા. લિમિટેડના શેખર દવેએ આ યુવાને સુધી પહોંચવાની તમામ તૈયારી કરી હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેગ્નેશિયા પ્રા. લિમિટેડના શેખર દવેએ આ યુવાને સુધી પહોંચવાની તમામ તૈયારી કરી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યુવકને લાવવામાં રાજપુત સમાજે અંદાજે રૂ. 30 લાખનો ખર્ચ કર્યો | Rajput community Spent 30 lakhs to bring the student back
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top