ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» Court accusing Jetha Bharwad of threatening a woman to grab land belonging to an NRI

  ગુજરાત ભાજપના MLA સામે હાઈકોર્ટનો તપાસનો આદેશ, જાણો શું છે કેસ?

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 03:45 PM IST

  અરજદાર મહિલા તેઓની મિલકત પર ભાડુ ઉઘરાવવાની જવાબદારી નિભાવે છે
  • ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ અમદાવાદ શહેરના ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે પોલીસ તપાસ કરવા હાઇકોર્ટે આદેશ કર્યા છે. આ અજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, આફ્રિકામાં રહેતા જસુભાઇ સોનીની મિલકત પર ભાડુ વસુલતા પાવર ઓફ અટર્નીને જેઠા ભરવાડ અને તેમના સમર્થકો દ્વારા ભાડુ નહીં વસુલવા ધમકી આપવામાં આવી છે.

   ગાંધીનગર પોલીસને તપાસના આદેશ

   - આ અંગે કોર્ટે કેસની તપાસ ગાંધીનગર સેક્ટર-7ના પોલીસને સોંપી છે.
   - આ ઉપરાંત કેસનું મોનિટરીંગ એસપીને કરવા આદેશ કર્યો છે.

   NRIએ આપી હતી મિલકતની પાવર ઓફ એટર્ની

   - બનાવની વિગત એવી છે કે, મૂળ અમદાવાદ અને હાલ આફ્રિકામાં રહેતા જશુભાઇ સોનીએ ગાંધીનગરમાં રહેતા પુષ્પાબહેન સરગરા નામની મહિલાને તેઓની મિલકતની પાવર ઓફ એટર્ની આપી છે.
   - આ મુજબ અરજદાર મહિલા તેઓની મિલકત પર ભાડુ ઉઘરાવવાની જવાબદારી નિભાવે છે.
   - તેની સામે છેલ્લાં કેટલાંક સમયથી ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ અને તેમના સમર્થકો મહિલાને ધમકી આપે છે કે મિલકત પર ભાડુ શા માટે વસૂલે છે? આ સિવાય તેઓની પાસે ખંડણી પણ માંગવામાં આવી રહી છે.

   મહિલાએ ગાંધીનગર પોલીસમાં કરી ફરિયાદ

   - આ ધમકીઓ અંગે મહિલાએ ગાંધીનગર સેક્ટર-7 પોલીસને ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે શક્તિશાળી રાજકારણી સામે ફરિયાદ નોંધવાનો ઇન્કાર કર્યો હતો.
   - છેક ગૃહ વિભાગ સુધી ધારાસભ્ય સામે પગલાં લેવા અને ફરિયાદ નોંધવા તેઓએ અરજી કરી હતી.
   - મહિલાએ કહ્યું કે, આ અંગે તેમણે ગાંધીનગરમાં સેક્ટર સાતમાં પોલીસ ફરિયાદ નોધાવી હતી પરંતુ જેઠા ભરવાડ સામે ફરિયાદ લેવાનો પોલીસે ઇનકાર કર્યો હતો. તેમણે આ મામલે ગૃહ વિભાગ સુધી ફરિયાદ નોંધાવી હતી પરંતુ કાંઇ પરિણામ આવ્યું નહોતુ.
   - ગુજરાત હાઇકોર્ટે મહિલાની અરજી પર આ કેસની તપાસ ગાંધીનગર સેકટર૭ની પોલીસને સોંપી છે. ઉપરાત કેસનું મોનિટરીંગ એસ.પીને કરવાનો આદેશ કર્યો હતો.

  • કોર્ટે કેસની તપાસ ગાંધીનગર સેક્ટર-7ના પોલીસને સોંપી છે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોર્ટે કેસની તપાસ ગાંધીનગર સેક્ટર-7ના પોલીસને સોંપી છે (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Court accusing Jetha Bharwad of threatening a woman to grab land belonging to an NRI
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top