Home » NRG » Gujarat » gujarati girl become the victim of domestic violence in america

રંગેચંગે પરણીને US પહોંચી અમદાવાદી યુવતી, પહેલાં દિવસે જ પતિએ કરી આવી માંગણી

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 12:23 PM

પત્નીએ પોલીસ ફરિયાદમાં લખાવી એવી હકીકત જે જાણીને પોલીસને પણ દયા આવી...

  • gujarati girl become the victim of domestic violence in america
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પીડિત યુવતી અમેરિકામાં પોલીસની મદદથી સાસરિયાં પાસેથી પાસપોર્ટ મેળવી ભારત પરત આવી (ફાઇલ)

    એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા સાસરિયાં સાથે રહેતી મહિલા પાસે સાસરિયાંએ અમેરિકામાં ઘર લેવા માટે રૂ. 50 લાખની માંગણી કરનાર પતિ સહિત સાસરિયાં સામે મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    - મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, 'સાસરિયાંએ પિયરિયાં સાથે સંબંધ નહીં રાખવા દબાણ કર્યું હતું. તેમજ રક્ષાબંધનમાં પણ અમેરિકામાં નજીક રહેતા ભાઇને ત્યાં જવા દીધી નહોતી.
    - પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ લઇ લઇ સાસરિયાંએ ત્રાસ આપ્યો હતો. જે અમેરિકા પોલીસની મદદથી પાછા મેળવી ભારત આવી હતી.'
    - તેમજ અમેરિકામાં ઘર લેવા માટે પતિ તથા સાસરિયાંએ પિયરથી રૂ. 50 લાખની માંગણી કરી હતી.

    લગ્નના પહેલાં જ દિવસે જોવા મળ્યું સાસરિયાંનું આવું રૂપ
    - સોલામાં રહેતા માતા પિતા સાથે રહેતી 27 વર્ષીય દીપ્તિનાં લગ્ન પાલનપુરના નિખિલ સાથે થયાં હતાં.
    - લગ્ન બાદ દીપ્તિ સાસરે પાલનપુર રહેવા ગઇ હતી. રિસેપ્શનના બીજા જ દિવસથી સાસરિયાંએ નાની નાની બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ કરિયાવરમાં આવેલા દાગીના લઇ લીધા હતા.
    - દિપ્તિને તેના સાસરિયાં પિયર સાથે વાત સંબંધ નહીં રાખવા દબાણ કરતા હતા.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકા પહોંચ્યા બાદ દિપ્તિ સાથે શું બન્યું...

  • gujarati girl become the victim of domestic violence in america
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સાસરિયાંએ પિયરિયાં સાથે સંબંધ નહીં રાખવા દબાણ કર્યું હતું. (ફાઇલ)

    અમેરિકા પહોંચી અને આવી પડી નવી મુસીબત 


    - દીપ્તિને થયું કે પતિ સાથે અમેરિકા જતી રહેશે પછી બધુ સારું થઇ જશે, પણ અમેરિકા પહોંચતાની સાથે નિખિલે દીપ્તિનો પાસપોર્ટ લઇ લીધો હતો. 
    - ભાઇને ફોન કરવાની મંજૂરી માંગતા ઢોર માર મારતા ભાઇ તેને લઇ ગયો હતો. 
    - આટલા બનાવ બાદ અમેરિકા પોલીસની મદદથી પાસપોર્ટ મેળવી ભારત આવી હતી. 

  • gujarati girl become the victim of domestic violence in america
    ભાઇને ફોન કરવાની મંજૂરી માંગતા ઢોર માર મારતા ભાઇ તેને લઇ ગયો હતો. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending