Home » NRG » Gujarat » એક દિવસ રોમિલે મારે તારી સાથે રહેવું નથી તેવું કહી ન્યૂઝીલેન્ડમાં જ તેજસ વિરૂદ્ધ કેસ કરી દીધો | Girl denied to stay with her husband after she reached new Zealand

'બેટી પઢાઓ'માં માનતા સસરાએ ચૂકવી ભારે કિંમત, થયું જીવને જોખમ

Divyabhaskar.com | Updated - Apr 15, 2018, 07:07 PM

પુત્રવધૂને ન્યૂઝીલેન્ડ મોકલવા માટે અત્યાર સુધી 25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે

 • એક દિવસ રોમિલે મારે તારી સાથે રહેવું નથી તેવું કહી ન્યૂઝીલેન્ડમાં જ તેજસ વિરૂદ્ધ કેસ કરી દીધો | Girl denied to stay with her husband after she reached new Zealand
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પિતા શિવરામ ભટ્ટ સાથે તેજસ અને રોમિલના લગ્ન સમયની તસવીર

  એનઆરજી ડેસ્કઃ ''બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન જ મારાં માટે દુઃખનું કારણ બન્યું છે.' આ શબ્દો છે એવા સસરાનાં જેઓએ પિતા બનીને પોતાની વહૂના અભ્યાસ માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા અને હવે તેઓને આ કામ માટે જ ધમકીઓ મળી રહી છે. મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદના વાડજ ગામમાં રહેતા શિવરામ મોહનભાઇ ભટ્ટના ત્રણ સંતાનો વિદેશમાં સેટલ થયેલા છે. તેઓએ નાના દીકરા તેજસના લગ્ન બાદ તેમની પુત્રવધૂ રોમિલ 12 સાયન્સ ભણેલી છે અને આગળ અભ્યાસ માટે સક્ષમ છે એવું વિચારી ધૂમ પૈસા ખર્ચ કર્યા અને તેને વિદેશ મોકલી આપી. પરંતુ વિદેશ ગયા બાદ પુત્રવધૂએ એવા કારનામાં કર્યા કે, આજે શિવરામભાઇને પુત્રવધૂના પરિવારના સભ્યો ધમકી આપી રહ્યા છે.

  શું છે ઘટના?


  - વાડજમાં રહેતા શિવરામ ભટ્ટે તેમના નાના દીકરા તેજસ ભટ્ટના લગ્ન ઉદયપુરમાં રહેતી રોમિલ સાથે કર્યા હતા. રોમિલે 12 સાયન્સમાં અભ્યાસ કર્યો હોવાથી આ પરિવારને લાગ્યું કે, પુત્રવધૂને વધારે અભ્યાસ કરાવવો જોઇએ.
  - શિવરામ ભટ્ટે કહ્યું કે, મારી પુત્રવધૂનો પરિવાર તેના અભ્યાસનો વધુ ખર્ચ ઉઠાવી શકવા આર્થિક રીતે સક્ષમ નહીં હોવાથી અમે રોમિલને વધુ અભ્યાસ કરવાનું પ્રોત્સાહન આપ્યું.
  - મારી દીકરી અને જમાઇ સિડનીમાં અને મોટો દીકરો લલિત ભટ્ટ ઓસ્ટ્રેલિયામાં સેટલ છે. તેથી રોમિલ અને તેજસને પણ વિદેશ મોકલવા માટેના પ્રયત્નો શરૂ કર્યા.
  - રોમિલના ટ્યૂશનની ફી, તેના ક્લાસિસ માટે મેં એક પિતાની માફક આકરી મહેનત કરી. હું જ મારી પુત્રવધૂને ક્લાસિસમાં લેવા મુકવા માટે જતો હતો. ઓસ્ટ્રેલિયામાં રોમિલના વિઝા મંજૂર નહીં થતાં અંતે તેને ન્યૂઝીલેન્ડના વિઝા કરાવી આપ્યા.
  - નાની પુત્રવધૂને હોટલ મેનેજન્ટ એન્ડ હોસ્પિટાલિટીના બે વર્ષનો કોર્સ માટે તેઓ ભણવા મોકલવા તેઓએ વિઝાથી લઈને લોન મેળવવા સુધીના તમામ ચક્કર પોતે કાપ્યા છે.
  - તેમજ પુત્રવધૂને વિવિધ ક્લાસિસમાં લઈ જવા માટે પોતાના કામને પણ તિલાંજલી દઈ દીધી હતી. છેલ્લા એક વર્ષથી તેમણે કેટરિંગના કામને પડતું મૂકી દીધું હતું.
  - આ માટેના તમામ લિગલ ડોક્યુમેન્ટ્સ અમે દીવસ-રાત એક કરીને તૈયાર કરાવ્યા. એટલું જ નહીં, તેને ન્યૂઝીલેન્ડ મોકલવા માટે અત્યાર સુધી મેં 25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ સિવાય તે હોસ્ટેલ પહોંચે તે પહેલાં જ તેના રહેવા-જમવા માટેના 7 લાખ યુનિવર્સિટી ફી તરીકે અમે ચૂકવ્યા છે.
  - પરંતુ ન્યૂઝીલેન્ડ પહોંચતા જ મારી પુત્રવધૂ રોમિલની મુલાકાત અન્ય એક યુવક સાથે થયાં બાદ તેણે મારાં દીકરા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું અને હવે રોમિલનો પરિવાર અવાર-નવાર અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ન્યૂઝીલેન્ડની પોલીસ નથી આપતી માહિતી...

 • એક દિવસ રોમિલે મારે તારી સાથે રહેવું નથી તેવું કહી ન્યૂઝીલેન્ડમાં જ તેજસ વિરૂદ્ધ કેસ કરી દીધો | Girl denied to stay with her husband after she reached new Zealand
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  (સર્કલમાંઃ સસરા શિવરામ ભટ્ટ અને પુત્રવધૂ રોમિલ તેજસ ભટ્ટ)

  પોલીસ જાણે છે કે, પુત્રવધૂ ક્યાં છે? 


  - હકીકતમાં, રોમિલ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ મારો નાનો દીકરો તેજસ પણ 4 મહિના બાદ ડિપેન્ડર તરીકે ન્યૂઝીલેન્ડ પહોંચ્યો હતો. 
  - તેજસે નોંધ્યું કે, અહીં આવ્યા બાદ રોમિલના સ્વભાવમાં ફરક જોવા મળી રહ્યો છે. રોમિલની મિત્રતા તેની જ સાથે કોલેજમાં ભણતા એક યુવક સાથે થઇ ગઇ હતી. આ યુવક અવાર-નવાર રોમિલને મેસેજ કરતો અને આ બંને પતિ-પત્ની વચ્ચે ઝગડાંનું કારણ પણ બન્યો. 
  - આખરે, એક દિવસ રોમિલે મારે તારી સાથે રહેવું નથી તેવું કહી ન્યૂઝીલેન્ડમાં જ તેજસ વિરૂદ્ધ કેસ કરી દીધો. 
  - ન્યૂઝીલેન્ડના કાયદા અનુસાર, તેજસ રોમિલના 100 મીટરના દાયરામાં ના આવી શકે, તેઓ એકબીજાંને ફોન કે અન્ય કોઇ રીતે સંપર્ક કરી શકે તેમ નથી. 
  - આ તમામ ઘટનાઓ બાદ રોમિલના પરિવારના સભ્યો શિવરામભાઇ પાસે આવ્યા અને તેઓના ઉપર એવો આરોપ લગાવ્યો કે, તમે મારી દીકરીને વિદેશમાં વેચી દીધી છે અને 24 કલાકમાં તેને હાજર કરો. 
  - શિવરામભાઇએ જણાવ્યું કે, તેજસના સમાચાર બાદ મારો મોટો દીકરો અને જમાઇ પણ ન્યૂઝીલેન્ડ પોલીસ સ્ટેશનમાં ગયા હતા. પરંતુ આ કેસમાં ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, તેથી રોમિલની માહિતી અમે તમને ના આપી શકીએ તેવો જવાબ મળ્યો હતો. 
  - બીજી તરફ, 6 એપ્રિલના રોજ રોમિલના કાકા શિવરામભાઇના ઘરે આવ્યા હતા. તેઓએ શિવરામભાઇને ધમકી આપી હતી કે, જો રોમિલ વિશેની માહિતી ના આપી તો અમે તમને જાનથી મારી નાખીશું. 
  - રોમિલના પરિવારો ઉદયપુરમાં ભટ્ટ પરિવાર વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. જેમાં ભટ્ટ પરિવારે દીકરીને ક્યાંક ગૂમ કરી દીધી હોવાનો અને અમારી દીકરી અમારી સાથે સંપર્કમાં નહીં હોવાનો આરોપ લગાવ્યો છે. 
  - શિવરામભાઇના જણાવ્યા અનુસાર, તેઓ રોમિલની ભાળ મેળવવા માટે વિદેશમાં શક્ય તેટલી કોશિશ કરી રહ્યા છે. 
  - 10 એપ્રિલના રોજ જ્યારે તેઓ ઉદયપુરમાં કેસ અંગે પોલીસસ્ટેશનમાં હાજરી આપવા ગયા, ત્યાં પોલીસ સ્ટેશનના પરિસરમાં જ કેટલાંક ગુંડાતત્વો જેવા યુવાનો તેઓને ઘેરી વળ્યા હતા. 

   

  ઘટના વિશે વધુ માહિતી મેળવવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 

 • એક દિવસ રોમિલે મારે તારી સાથે રહેવું નથી તેવું કહી ન્યૂઝીલેન્ડમાં જ તેજસ વિરૂદ્ધ કેસ કરી દીધો | Girl denied to stay with her husband after she reached new Zealand
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  રોમિલ ન્યૂઝીલેન્ડમાં મિત્ર સાથે

  નિવૃત્તિ આરે પહોંચ્યા છીએ, પુત્રવધૂએ પોલીસ સ્ટેશનના પગથિયા બતાવ્યા 


  - આ ઘટનાથી અત્યંત દુઃખી શિવરામભાઇએ જણાવ્યું કે, અહીં અમદાવાદમાં હું અને મારી પત્ની જ રહીએ છીએ. હાલ અમને બંનેને જાનનું જોખમ છે. 
  - અમે નિવૃત્તિના આરે પહોંચેલા છીએ અને પુત્રવધૂની ભલાઇ કરવા જતાં અમારે આવા દિવસો જોવાનો સમય આવ્યો છે. 
  - હાલ, ઉદયપુર પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. જ્યારે ભટ્ટ પરિવાર અમદાવાદ પોલીસની મદદ લેશે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ભટ્ટ પરિવાર વિશે... 

 • એક દિવસ રોમિલે મારે તારી સાથે રહેવું નથી તેવું કહી ન્યૂઝીલેન્ડમાં જ તેજસ વિરૂદ્ધ કેસ કરી દીધો | Girl denied to stay with her husband after she reached new Zealand
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એક દિવસ રોમિલે મારે તારી સાથે રહેવું નથી તેવું કહી ન્યૂઝીલેન્ડમાં જ તેજસ વિરૂદ્ધ કેસ કરી દીધો.

  શિવરામભાઈનો પરિવાર

   

  - શિવરામભાઈ અમદાવાદમાં રહે છે, તેમને 3 સંતાનો છે અને ત્રણેયના લગ્ન થઈ ગયા છે. 
  - મોટી દીકરી શિલ્પાને તેમણે સૌ પ્રથમ ભણવા માટે ઓસ્ટ્રેલિયા મોકલી હતી. અમદાવાદમાં એમ.કોમ કર્યા બાદ 2003માં મેલબોર્નની યુનિવર્સિટીમાં દીકરીએ માસ્ટર ઓફ પોસ્ટિંગ એકાઉન્ટનો બે વર્ષનો કોર્સ કર્યો ત્યારબાદ સીએ લેવલનો 3 વર્ષનો સીપીએ કર્યો હતો. 
  - હાલ તે સિડનીની એક કંપનીમાં મેનેજર છે. તેના લગ્ન દિલ્હીના એક યુવાન સાથે થયા છે, તે સિડનીમાં ટોયોટો કંપનીમાં સોફ્ટરવેર એન્જિનિયર છે.

   

  મોટો પુત્ર અને પુત્રવધૂ મેલબોર્નમાં ટીચર


  - તેમનો મોટો દીકરો લલિત હાલ મેલબોર્નમાં છે અને ત્યાં જ આવેલી એક સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરે છે, જ્યારે તેની પત્ની ભૂમિ પણ ત્યાં જ ટીચર છે. 
  - ભૂમિએ અમદાવાદમાં બીએ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં જઈને ટીચર ટ્રેઈનિંગનો કોર્સ કર્યો હતો. તેનું પિયર ડુંગરપુર જિલ્લાનું દેવસોમનાથ ગામ છે.

   

  બીજી પુત્રવધૂને હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા મોકલી વિદેશ 


  - નાના દીકરા તેજસના લગ્ન 2015માં જ થયા હતા અને તેની પત્ની રોમિલ ઉદેપુર શહેરની છે. 
  - રોમિલને ન્યૂઝીલેન્ડમાં તેને હોટલ મેનેજન્ટ એન્ડ હોસ્પિટાલિટીના બે વર્ષીય કોર્સમાં એડમિશન મળ્યું હતું. 

 • એક દિવસ રોમિલે મારે તારી સાથે રહેવું નથી તેવું કહી ન્યૂઝીલેન્ડમાં જ તેજસ વિરૂદ્ધ કેસ કરી દીધો | Girl denied to stay with her husband after she reached new Zealand
  રોમિલ અને તેજસના લગ્ન સમયની તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ