ગુજરાતીઓના 5 સક્સેસ મંત્ર તેઓને બનાવે છે સફળ બિઝનેસમેન, આ છે ખાસ ગુણ!

ગૌતમ અદાણી (ફાઇલ)
ગૌતમ અદાણી (ફાઇલ)
મુકેશ અંબાણી (ફાઇલ)
મુકેશ અંબાણી (ફાઇલ)
નિરમા ગ્રુપના ફાઉન્ડર કરસનભાઇ પટેલે આપબળે મોટી બ્રાન્ડ ઉભી કરી છે. (ફાઇલ)
નિરમા ગ્રુપના ફાઉન્ડર કરસનભાઇ પટેલે આપબળે મોટી બ્રાન્ડ ઉભી કરી છે. (ફાઇલ)

divyabhaskar.com

Aug 08, 2018, 07:54 PM IST

એનઆરજી ડેસ્કઃ ગુજરાતીઓને દેશના સૌથી સફળ બિઝનેસમેન તરીકે જોવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સ્વીકાર્યુ છે કે, ગુજરાતી પોતાના બિઝનેસ પ્રોડક્ટની કોસ્ટને ઘટાડવા માટે ખાસ્સી મહેનત કરે છે. આવો જાણીએ, ગુજરાતી કેમ સફળ બિઝનેસમેન હોય છે અને તેઓ કેવી રીતે કોઇ પણ ડીલ પર કામ કરે છે? જાણો, ગુજરાતીઓના બિઝનેસ કરવાના સિક્રેટ!


એમબીએ ડિગ્રીની જરૂર નથી હોતી


- એવું માનવામાં આવે છે કે, ગુજરાતીઓના જીન્સમાં જ બિઝનેસ વસેલો હોય છે. તેઓને કારોબાર કરવા માટે કોઇ એમબીએ ડિગ્રીની જરૂર નથી પડતી. તેઓ કોઇ પ્રકારના હાયર એજ્યુકેશન વગર જ કારોબાર સંભાળી શકે છે.
- મુકેશ અંબાણી, ગૌતમ અદાણી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓએ હાયર એજ્યુકેશન છોડીને બિઝનેસની કમાન સંભાળી હતી.


ગુજરાતી ફેમિલીમાં જ હોય છે કારોબારી જીન્સ


- ગુજરાતી પરિવારોમાં મોટાંભાગે મામા, માસા, કાકા, ભાઇ અથવા પિતા કોઇને કોઇ બિઝનેસ ચોક્કસથી કરતા જોવા મળશે.
- ગુજરાતી પરિવારોમાં બાળકોને બિઝનેસની આ ટિપ્સ બાળપણથી જ ગળથૂથીમાં મળવા લાગે છે.


બેસ્ટ મની મેનેજર


- ગુજરાતીઓ નોકરી મળી જાય તેમ છતાં પણ બિઝનેસ કરવા અંગે વિચારે છે. આ કહેવત ગુજરાતીઓમાં ફેમસ છે કે, થોડો સમય મળે તો તેઓ બિઝનેસ અંગે જ વિચારે છે. તેઓ વિચાર કરતાં વધુ કામ કરવામાં ભરોસો રાખે છે.


ગણિતમાં હોય છે પાક્કા


- ગુજરાતીઓ ગણિતમાં સારાં હોય કે ના હોય, તેઓ મની મેનેજમેન્ટ કરવાનું સારી રીતે જાણે છે. ગુજરાતી એવું માને છે કે, તેઓને કોઇ દગો ના આપી શકે.

જોખમ લેવામાં પીછેહઠ નહીં


- ગુજરાતી જોખમ લેવાથી નથી ગભરાતા, તેઓ પોતાના જીવનને આવી જ રીતે જીવે છે.
- આ મામલે સન ફાર્માના એમડી દિલીપ સંઘવી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, અદાની ગ્રુપના એમડી ગૌતમ અદાણીનું નામ આવે છે. કારણ કે, આ લોકો બિઝનેસમાં રિસ્ક લેવાથી ગભરાતા નથી.

પીએમએ પણ જણાવ્યા ગુજરાતીઓના ગુણ


- નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાતી અને અમદાવાદી કોઇ ચીજ ખરીદવા જાય છે તો એક-એક પૈસાનો હિસાબ લગાવે છે.
- નફા અને નુકસાનના એક રૂપ-રંગથી પરખે છે. બેંકમાં લોન લેવા જાય છે તો, 10 બેંકમાં જાય છે. એક બેંકમાં 10-10 વખત જાય છે અને જૂએ છે કે, ઓછા રેટમાં કઇ બેંક લોન આપી રહી છે.
- જો કોઇ અડધા ટકા ઘટાડી દે તો ખુશી મનાવે છે. આ વાત ગુજરાતી સારી રીતે જાણે છે કે કેવી રીતે પોતાના બેસ્ટ ડીલ પસંદ કરવાની છે.

X
ગૌતમ અદાણી (ફાઇલ)ગૌતમ અદાણી (ફાઇલ)
મુકેશ અંબાણી (ફાઇલ)મુકેશ અંબાણી (ફાઇલ)
નિરમા ગ્રુપના ફાઉન્ડર કરસનભાઇ પટેલે આપબળે મોટી બ્રાન્ડ ઉભી કરી છે. (ફાઇલ)નિરમા ગ્રુપના ફાઉન્ડર કરસનભાઇ પટેલે આપબળે મોટી બ્રાન્ડ ઉભી કરી છે. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી