ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» મેકુનુ વાવાઝોડુ યમનને રગદોળીને ફંટાયું: સલાયાનું વહાણ ડૂબ્યુ, 4 ખલાસી લાપતા | Due to hurricanes, the ship of Salaya sank in the sea, leaving seven other contacts

  મેકુનુ વાવાઝોડું યમનને રગદોળીને ફંટાયું: વહાણ ડૂબતા 4 ખલાસી લાપતા

  Bhaskar News, Salatya | Last Modified - May 25, 2018, 10:05 AM IST

  રૂ.1.5 કરોડનું 450 ટન ક્ષમતાનું સલાયાનું આતા-એ-ખ્વાજા વહાણ સીકોતેર જતું હતું
  • સલાયાના આતા-એ-ખ્વાજા વહાણની ફાઈલ તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સલાયાના આતા-એ-ખ્વાજા વહાણની ફાઈલ તસવીર

   સલાયા: સલાયાનું આતા-એ-ખ્વાજા વહાણ વાવાઝોડાંના કારણે દરિયામાં ડૂબી ગયું છે. વહાણમાં સવાર 9 ખલાસીમાંથી 5નો બચાવ થયો છે, જ્યારે 4ની શોધખોળ ચાલી રહી છે. 450 ટનની ક્ષમતા ધરાવતું રૂ.1.5 કરોડનું વહાણ યમનપોર્ટના સીકોતેર બંદરે જતું હતું ત્યારે વાવાઝોડાંની ઝપટે ચડતા આ દુર્ઘટના બની હતી. આ ઉપરાંત અન્ય સાત વહાણ પણ સંપર્ક વિહોણા બન્યા હતા.

   વહાણમાં સવાર 9 ખલાસીમાંથી 5નો બચાવ, 4ની શોધખોળ શરૂ

   શારજહાથી જનરલ કાર્ગો ભરી તા.5/5/2018ના સલાયાનું 450 ટનની ક્ષમતા ધરાવતું વહાણ આતા-એ-ખ્વાજા રજિ.નં.વીઆરએલ-293 અંદાજિત કિ.રૂ. દોઢ કરોડ યમન પોર્ટના સીકોતેર બંદરે જતું હતું. આ દરમિયાન તા.23 ના રાત્રીના વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતા માલ સામાન સહિત આ વહાણ દરિયામાં ડૂબી ગયું હતું. વહાણમાં 9 ખલાસી સવાર હતાં.જેમાંથી પાંચ ખલાસીનો બચાવ થયો અને સલામત રીતે બંદરે પહોંચી ગયા છે, જ્યારે 4ની શોધખોળ ચાલુ છે. ડૂબી ગયેલા વહાણના માલિક સાલેમામદ હાજીહસન સંધાર હોવાનું ખુલ્યું છે. બનાવના પગલે માછીમાર પરિવારોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે.

   બીજી તરફ વાવાઝોડામાં સલાયાના શફીના-અલ-ખીજર, જુનેદી, મહેબૂબે હાસમી, સિક્કાનું નૂરે ઇસ્માઇલ વહાણ ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે. તદઉપરાંત દુબઇના બે તથા કચ્છ માંડવીનું એક વહાણ પણ ફસાયું હોવાના અહેવાલ સાંપડ્યા છે. ખલાસીઓના પરિવારમાં ચિંતા ફેલાઈ છે.

   પાંચેય ખલાસીઓ મોત સામે ઝઝૂમ્યા

   વાવાઝોડામાં ફસાતા ડૂબી ગયેલું આતા-એ-ખ્વાઝા વહાણમાં સવાર 9 ખલાસી પૈકી 5 ખલાસીનો બચાવ થયો છે અને સલામત બંદરે પહોંચી ગયા છે, પરંતુ આ પાંચેય ખલાસીઓએ મોત સામે ઝઝૂમતાં મોત નજરે નિહાળતા તેઓ ભારે ડરી ગયાના અહેવાલો મળ્યા છે.

   વહાણમાં સવાર ખલાસી

   - હાસમ સંધાર
   - ભીખા નાથા ગજજણ
   - રજાક હાસમ સંધાર
   - મામદ ઇસ્માલ ભાયા
   - હુશેન હારૂન સંધાર
   - કાસમમિયા સીદીકમિયા સૈયદ
   - કાસમ ઉમર દેસરાણી
   - નજીર ઇસ્માલ સંધાર
   - શબીર હુશેન એલિયાસ

   વધુ માહિતી માટે આગળ વાંચો... પોરબંદરમાં 1200 બોટ માટેની જગ્યા અને 5000 બોટ પાર્ક થઈ

  • પોરબંદરમાં 1200 બોટ માટેની જગ્યા અને 5000 બોટ પાર્ક થઈ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોરબંદરમાં 1200 બોટ માટેની જગ્યા અને 5000 બોટ પાર્ક થઈ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મેકુનુ વાવાઝોડુ યમનને રગદોળીને ફંટાયું: સલાયાનું વહાણ ડૂબ્યુ, 4 ખલાસી લાપતા | Due to hurricanes, the ship of Salaya sank in the sea, leaving seven other contacts
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `