Divya Bhaskar

Home » NRG » Gujarat » dharmik won thailand ratna award at Thailand

ગુજરાતી યુવકને થાઇલેન્ડમાં મળ્યો શ્રેષ્ઠ જ્યોતિષ શાસ્ત્રીનો એવોર્ડ

Divyabhaskar.com | Updated - May 13, 2018, 08:11 PM

ગુજરાતના સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમાર (વિદ્યાર્થી)ને “થાઇલેન્ડ રત્ન એવોર્ડ” એનાયત થયો

 • dharmik won thailand ratna award at Thailand
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  એનઆરજી ડેસ્ક: થાઇલેન્ડમાં બેંગકોક ખાતે યોજાયેલા પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય જ્યોતિષ અધિવેશનમાં ગુજરાતના સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમાર (વિદ્યાર્થી)ને “થાઇલેન્ડ રત્ન એવોર્ડ” એનાયત થયો છે. આ અધિવેશનમાં દેશ- વિદેશનાં પ્રસિદ્ધ જ્યોતિષીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાંથી આપણા ગુજરાતનો વિદ્યાર્થી અને જ્યોતિષ શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિતને થાઇલેન્ડનો શ્રેષ્ઠ એવો “થાઇલેન્ડ રત્ન એવોર્ડ” એનાયત થયો છે. ધાર્મિક ભારતમાંથી સૌથી નાની વયના જ્યોતિષી હતા. અધિવેશનના મુખ્ય અતિથી તરીકે ભારતમાંથી શ્રી શૈલેન્દ્રસિંહ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડી.આઈ.જી.) સી.આર.પી.એફ. - નવી દિલ્હી, થાઇલેન્ડમાંથી શ્રીઅમરદીપ રંધાવા, એફ.પી.વિ.પી.ચી.પી.એસ.- બેંગકોક અને નેપાળમાંથી રાજ જ્યોતિષી જીતેન્દ્ર શર્મા – કાઠમાંડુંથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં ગુજરાત ના અમદાવાદમાં રહેતા યુવા જ્યોતિષી શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિતને ભારત માંથી સૌથી નાનીવયમાં જ્યોતિષ શાસ્ત્ર અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અને સંશોધન ને આંતરરાષ્ટ્રીય કક્ષા પર આગવા યોગદાન હેતુથી “થાઇલેન્ડ રત્ન એવોર્ડ” થી મુખ્ય અતિથીઓ દ્વારા સન્માનિત કરાયા હતા.

 • dharmik won thailand ratna award at Thailand
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • dharmik won thailand ratna award at Thailand
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • dharmik won thailand ratna award at Thailand
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending