ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note

  પાટીદાર યુવકના આત્મવિલોપન મુદ્દે નવો ઘટસ્ફોટ, એકાઉન્ટ ડિટેઇલમાં સામે આવી હકીકત

  divyabhaskar.com | Last Modified - Apr 22, 2018, 05:04 PM IST

  ત્રણેય આરોપીઓમાં ભૂમિકા તથા તેના બંન્ને ભાઇ પ્રશાંત જોષી અને સંજય જોષીની અટકાયત
  • મૃતક શૈલેષકુમાર પટેલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક શૈલેષકુમાર પટેલ

   એનઆરજી ડેસ્કઃ કપડવંજના આતરસુંબા ગામે રહેતાં પાટીદાર યુવકને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યાં બાદ લાખો રૂપિયા નાણાં ખંખેરનારી યુવતીના અનેક રહસ્યો પરથી પર્દાફાશ થઇ રહ્યો છે. આ યુવતીએ સોશિયલ મિડીયા પર રેણુ નામ રાખ્યુ હતું. જોકે, યુવકે લંડનથી નાણાં મોકલવા બેન્ક ડિટેઇલ માંગતા તેનું સાચું નામ બહાર આવ્યું હતું. હજુ આ યુવતીના અનેક કારનામાં પોલીસ તપાસમાં બહાર આવે તેવી શક્યતાં છે.

   શૈલેષ પટેલે કરી હતી આત્મહત્યા
   - આતરસુંબાના શૈલેષકુમાર જીવણભાઈ પટેલે તેની પત્ની ભૂમિકા જોષી અને તેના સાળાં સહિતના શખસોના ત્રાસથી પોતાની જાત જલાવી દેતાં પંથક હચમચી ઉઠ્યું છે. (આ ઘટનાની વધુ વિગતો જાણવા માટે અહીં જુઓ Video)

   - આ ઘટનામાં આરોપી ભૂમિકા જોષી અમદાવાદ રહેતી હતી અને શૈલેષ લંડન હતો ત્યારે 2016માં સોશિયલ મિડીયા દ્વારા પરિચયમાં આવ્યાં હતાં.
   - જોકે, આ સમયે ભૂમિકાએ તેનું નામ રેણુ બતાવ્યું હતું. લંડન બેઠાં બેઠાં શૈલેષ તેની સાથે દરરોજ વાતો કરતો હતો અને વાત લગ્ન સુધી પહોંચી હતી. પરંતુ ભૂમિકાને જોબ છોડવાં કહેતાં તેણે મારાં પગાર પર જ ઘર ચાલે છે. તેવો બચાવ કર્યો હતો.
   - આથી, શૈલેષે તેને બેન્ક એકાઉન્ટમાં નાણા મોકલી મદદ કરવા જણાવી બેન્ક ડિટેઇલ માંગી હતી. આ સમયે ભૂમિકા જોષી નામ બહાર આવ્યું હતું. આ મામલે શંકા જતાં થોડી પૂછપરછ પણ કરી હતી. પરંતુ તેની સાચુ નામ ભૂમિકા હોવાનું જણાવી વાત ઉડાડી દીધી હતી.

   ભૂમિકાએ નરેન્દ્રને કાર અપાવી હતી
   - ભૂમિકા લગ્ન બાદ પણ નરેન્દ્રના નામનું સીમ કાર્ડ વાપરતી હતી. શૈલેષ પાસે એક્ટીવા, કાર, મકાનની માગણી કરનાર ભૂમિકાએ લોન લઇને નરેન્દ્રને કાર અપાવી હતી. જે મકાનના લોનની ફાઇલ મુકતા સમયે બહાર આવ્યું હતું. (સુસાઇડ નોટમાં શૈલેષે શું માહિતી આપી હતી? જાણવા માટે અહીં ક્લિક કરો)

   ભાઈઓએ અચાનક ભૂમિકાને ઘરની બહાર મોકલવાનું કેમ બંધ કર્યું ?

   - ભૂમિકા જોષીએ પ્રથમ મુલાકાતમાં રેણુ નામ આપવા ઉપરાંત એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હોવાનું જણાવ્યું હતું. જોકે, શૈલેષના કહેવાથી નોકરી છોડી દીધી હતી. પરંતુ થોડા દિવસમાં જ ભૂમિકાએ એમ જણાવ્યું કે, મને મારા ભાઈઓ ઘરની બહાર નથી જવા દેતાં, તું રોકડા રૂપિયા મોકલ.

   - આમ આ સમગ્ર ઘટનામાં શૈલેષને અનેક બાબતે છેતરવાનો કારસો ઘડાયો હતો.

   આરોપીઓના રિમાન્ડ કેમ લેવાતા નથી
   - ત્રણેય આરોપીઓમાં ભૂમિકા તથા તેના બંન્ને ભાઇ પ્રશાંત જોષી અને સંજય જોષીની અટકાયત બાદ પોલીસે તેમને કપડવંજની કોર્ટમાં રજૂ કર્યા હતા.

   - જ્યાં કોર્ટમાં આ ત્રણેય આરોપીઓના જામીન ફગાવી દઇ તેઓને જ્યુડિશ્યલ કોર્ટમાં મોકલ્યા છે. આંતરસુંબાના સબ ઇન્સ્પેક્ટર એલ.ડી. ગમારાએ તપાસ હાથ ધરી છે.

  • મૃતક શૈલેષ કુમાર અને તેની પત્ની ભૂમિકા જોષી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક શૈલેષ કુમાર અને તેની પત્ની ભૂમિકા જોષી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top