Home » NRG » Gujarat » તેણે યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું | groom said no for wedding after engagement

ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવકે સગાઈ કરી યુવતી પર 4 વખત દુષ્કર્મ ગુજાર્યું

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 07:16 PM

હતપ્રભ થયેલી યુવતીએ યુવાન સાથે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

  • તેણે યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું | groom said no for wedding after engagement
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    લગ્નની જાહેરાત આપી માળિયા હટીનાની એક યુવતી સાથે સગાઈ કરી હતી. (ફાઇલ)

    એનઆરજી ડેસ્કઃ જૂનાગઢનાં વતની અને ઓસ્ટ્રેલિયા રહેતો એક યુવાન લગ્ન કરવા ભારત આવ્યો હતો. અને જ્ઞાતિની યુવતી સાથે સગાઇ કર્યા બાદ તેની સાથે દોઢ મહિનામાં 4 વખત મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બાદમાં સગાઇ તોડી નાંખી હતી. આથી હતપ્રભ થયેલી યુવતીએ યુવાન સાથે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

    - જૂનાગઢનાં મધુરમ ખાતે રહેતા યોગેશભાઇ નિમાવતનો પુત્ર શ્રીકાંત ઓસ્ટ્રેલિયાથી લગ્ન કરવા ભારત આવ્યો હતો.
    - અહીં તેણે લગ્નની જાહેરાત આપી માળિયા હટીનાની એક યુવતી સાથે સગાઈ કરી હતી.
    - સગાઇ બાદ 12 એપ્રિલે શ્રીકાંત પોતાની વાગ્દત્તાને ખલીલપુર રોડ પર એક બ્લોકમાં લઇ ગયો હતો. જ્યાં તેણે યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
    - ત્યારબાદ 4 વખત દુષ્કર્મ ગુજારી 25 એપ્રિલે શ્રીકાંતે સગાઈ તોડી નાખવાની વાત કરી હતી.
    - આથી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંનેનું મેડિકલ ચેકઅપ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

  • તેણે યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું | groom said no for wedding after engagement
    યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંનેનું મેડિકલ ચેકઅપ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending