Home » NRG » Gujarat » aarsh sanskriti ashram in porbandar

36 દિવસમાં જ 13 જાપાની યુવતીઓ કડકડાટ સંસ્કૃત બોલવા લાગી

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 04:06 PM

કુછડીના સીમ વિસ્તારમાં આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ ખાતે મંત્રોચ્ચાર, વેદાંત, વેદોચ્ચાર, ઉપનિષદ, ગીતા સહિતનું માર્ગદર્શન

  • aarsh sanskriti ashram in porbandar
    સ્વામી ચેતનાનંદ સરસ્વતીએ ગીતાનો 7 મો અધ્યાય અહીં 13 જેટલી જાપાનની યુવતીઓને ભણાવ્યો હતો

    એનઆરજી ડેસ્કઃ પોરબંદર નજીક કુછડી ગામના સીમ વિસ્તારમાં આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ આવેલ છે. આ આશ્રમ ખાતે ગત તા. 2 જી ફેબ્રુઆરીના દિવસે જાપાનમાંથી 13 યુવતીઓ અને સ્વામી ચેતનાનંદ સરસ્વતી પધાર્યા હતા. આ વિદેશીઓ ભારતીય સંસ્કૃતિના અભ્યાસ માટે આવ્યા હતા. આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમમાં વિદેશીઓએ ભારતીય સંસ્કૃતિને નજીકથી નિહાળી હતી, સમજી હતી અને આપણી સંસ્કૃતિનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો હતો.

    ગીતાના 7માં અધ્યાયનું અધ્યયન

    - જાપાનના સ્વામી ચેતનાનંદ સરસ્વતીએ ગીતાનો 7 મો અધ્યાય અહીં 13 જેટલી જાપાનની યુવતીઓને ભણાવ્યો હતો.

    - આ વિદેશી યુવતીઓએ પોતે જાતે ગીતાનો અભ્યાસ કર્યો હતો તેમજ દરરોજ સવાર-સાંજ પૂજા-અર્ચના કેવી રીતે કરવું તેમનું પ્રેક્ટીકલ જ્ઞાન મેળવ્યું હતું.

    - મંત્રોચ્ચાર, વેદ, વેદગાન કેવી રીતે પ્રસ્તુત કરવું તેના વિશે પણ માર્ગદર્શન મેળવ્યું હતું.

    - ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાની પણ વિદેશી યુવક-વિદ્યાર્થીનીઓએ મુલાકાત લીધી હતી અને શંકરાચાર્યજીના મઠમાં ગીતાજીનો અભ્યાસ કર્યો હતો. કૃષ્ણ ભગવાનની પૂજા, મંદિર વિશે પણ વિસ્તૃતમાં માહિતી મેળવી હતી.


    વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending