Divya Bhaskar

Home » NRG » Gujarat » પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note

Video: 'તે ભડભડ સળગતો, બચાવો-બચાવોની બૂમો પાડતો અમારી સામે દોડ્યો!'

Divyabhaskar.com | Updated - Apr 20, 2018, 08:18 PM

પત્નીએ તેના પ્રેમી અને પરિવાર સાથે મળીને યુવક સામે કર્યો દહેજનો કેસ

 • ભૂમિકાએ રૂ. 40 લાખ પડાવ્યા, વધુ 25 લાખ ડિવોર્સ માટે માગ્યા

  એનઆરજી ડેસ્કઃ કપડવંજ આંતરસુબામાં રહેતાં બ્રિટન રિટર્ન યુવકે મોડી રાત્રે પોતાની જાતને જલાવી હતી. જોકે, આ પગલું ભરતાં પહેલાં તેણે રૂા.20ના સ્ટેમ્પ પેપર પર સુસાઇડ નોટ લખી છે. (શું છે આ સુસાઇડ નોટમાં, જાણવા માટે અહીં ક્લિક કરો) આશરે દસેક પાનાની આ નોટમાં તેણે તેની પત્ની, સાળા સહિત સાસરીયાં અને અન્ય યુવક પર આક્ષેપ કર્યા હતાં. આ નોટમાં કરાયેલા આક્ષેપો અને તે કોણે લખી છે, તે બાબતે પોલીસે હેન્ડરાઇટર્સ એક્સપર્ટ, એફએસએલની મદદ લેશે. આ યુવાનના પરિવારજનોએ શૈલેષ પટેલના મોત બાદ જણાવ્યું કે, તે ફોન પર વાત કરતો હતો અને અચાનક જ થોડીવારમાં રૂમમાં ધૂમાડો જોવા મળ્યો. અમે જઇને જોયું તો શૈલેષ ભડભડ સળગતો હતો અને અમારી સામે બચાવો-બચાવોની બૂમો પાડતો હતો. અહીં જાણો, વીડિયોમાં શું કહ્યું શૈલેષના પરિવારજનોએ.

  40 લાખથી વધુ પડાવ્યા પત્નીએ


  - ભૂમિકા અને તેના પરિવારે ટુકડે ટુકડે શૈલેષ પાસેથી 40 લાખથી વધુ પડાવી લીધા.
  - જોકે સંબંધો વણસ્યા બાદ જ્યારે છુટા થવાની વાત આવી ત્યારે ભૂમિકાએ રૂ.25 લાખની ખાધાખોરાકી માંગણી કરી હોવાનો આક્ષેપ શૈલેષના પરિવારે કર્યો હતો.

  અગાઉ દહેગામના બ્રાહ્મણ યુવકને પણ ફસાવ્યો'તો


  - શૈલેષના પરિવારજનોના જણાવ્યાનુસાર, મૂળ ઉત્તરાખંડની ભૂમિકા અને તેના પરિવારજનો દ્વારા આ રીતે લગ્ન કરી, 180 દિવસનો સમય જેમ તેમ પસાર કરી, છોકરાને ફસાવી, લાખો રૂપિયા પડાવી લેવાનો જ ધંધો જાણે કરવામાં આવતો હતો.
  - શૈલેષની પહેલા તેણે દહેગામમાં રહેતા એક બ્રાહ્મણ યુવકને પણ આ જ રીતે ફસાવી તેની પાસેથી પણ લાખો રૂપિયા પડાવી લીધા હતાં. નરેન્દ્ર પટેલે ભૂમિકાના નામે ભૂમિ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ ખોલી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તે અન્ય કેટલાક યુવકો સાથે પણ સંપર્કમાં હતી.

  ફોન ઉપર વાત કર્યા બાદ તેને સળગતો બૂમાબૂમ કરતો જોયો


  - 'શૈલેષ ઘરના ઉપલા માળે ફોન ઉપર વાત કરતો હતો, જોકે થોડા સમય બાદ તે સળગતો અને ચીસો પાડતો દેખાતા મેં લોકોને જાણ કરી, ઘરમાં પણ આગ લાગી હતી, જે અમે બુઝાવવાના પ્રયાસ કર્યા. તેને મદદ માટે બૂમો પાડતો નજરે મેં જોયો' - ભીખીબેન ત્રિવેદી, પ્રત્યક્ષદર્શી

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની તસવીરો અને જાણો વધુ વિગતો...

 • પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  સુસાઇડ પહેલા શૈલેષે ગાંધીનગર ખાતે તેના પિતરાઇને ફોન કર્યો હતો. જેમાં તેણે પત્નીના ત્રાસથી કંટાળી આત્મદાહ કરવા જઇ રહ્યો હોવાની વાત કરી હતી.

  શૈલેષને સાસરિયાઓએ ટુકડે-ટુકડે ખંખેર્યો

   

  - સાસુને સોનાની બે બંગડી અને એક ભાભી લતાને સોનાની બુટ્ટી તેમજ બીજી ભાભીને 21 હજાર રોકડા આપ્યા હતા
  - જનકના મોબાઇલ માટે રોકડાં આપ્યાં
  - પત્ની ભૂમિકાને આઈફોન અને સાત હજાર પાઉન્ડ આપ્યાં
  - પ્રશાંતને ઘરનો હપ્તો ભરવા 1600 પાઉન્ડ આપ્યાં
  - સંજયને LIC માટે 60, 000 આપ્યાં
  - જનકની ટ્યુશન ફીના 20,000
  - શેખર (કાલુ)ને પત્નીને સાસરીમાંથી લાવવા 70 હજાર આપ્યાં
  - નોટબંધી વખતે બે લાખ આપ્યાં.
  - શેખરને ધંધો કરવા માટે દસ લાખ સીતેર હજાર રૂપિયા આપેલાં.
  - બીજા ઘણાં એવા રૂપિયા આપ્યા છે, જે લંડનથી મોકલ્યાં છે. 

 • પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  આંતરસુબાના યુવકની આપવીતી, બાદમાં અંતિમ પગલું
 • પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  યુવકે જાતને સળગાવતા ઘરવખરી પણ સળગીને ખાખ થઇ ગઇ હતી.
 • પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શૈલેષને સાસરિયાઓએ ટુકડે-ટુકડે ખંખેર્યો
 • પ્રેમી અને સાળા સાથે મળી પત્નીએ લાખો રૂપિયા પડાવ્યા | London return shailesh described everything in his suicide note
  બ્રિટન રિટર્ન પતિને પત્ની-સાસરિયાંએ લૂંટાય એટલો લૂંટ્યો, સ્વાર્થ પત્યા પછી આત્મદાહ માટે મજબૂર કર્યો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending