45 લાખમાં એક બાળકને USમાં વેચતા ગુજરાતીની ધરપકડ, અત્યાર સુધી 300નો કર્યો સોદો

પાસપોર્ટવાળી તસવીરથી અદ્દલ બાળકની તસવીરને મેળવવા માટે તેનો મેકઅપ કરવામાં આવતો હતો

divyabhaskar.com | Updated - Aug 16, 2018, 04:12 PM
આ પહેલાં રાજુભાઇ ગમલેવાલાને 2007
આ પહેલાં રાજુભાઇ ગમલેવાલાને 2007

એનઆરજી ડેસ્કઃ મુંબઇ પોલીસે એક એવા સંગઠનનો પર્દાફાશ કર્યો છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોની તસ્કરી કરતું હતું. આ રેકેટ કથિત રીતે 300 બાળકોને અમેરિકા મોકલી ચૂક્યું છે. આ રેકેટની શરૂઆત રાજુભાઇ ગમલેવાલા ઉર્ફ રાજુભાઇએ 2007માં કરી હતી. તેઓ એક બાળકને અમેરિકા બેઝ્ડ પોતાના ગ્રાહકોને 45 લાખમાં વેચતા હતા. આ બાળકોને ક્યા હેતુથી વેચવામાં આવતા હતા, તેના વિશે હજુ સુધી જાણકારી મળી શકી નથી. આ રેકેટ્ના કેટલાંક સભ્યોની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી.


પ્રેમમાં દગો મળતા યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ચહેરાના કર્યા આવા હાલ


11-16 વર્ષની વચ્ચેના બાળકોનું થયું વેચાણ


- જે બાળકોને અમેરિકા મોકલવામાં આવતા હતા, તેઓની ઉંમર 11થી 16 વર્ષની વચ્ચે છે. આ તમામ ગરીબ પરિવારમાંથી છે ખાસ કરીને ગુજરાતના. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'બાળકોની દેખરેખ કરવામાં અસમર્થ હોવાના કારણે પરિવાર અથવા વાલી તેઓને વેચી દે છે.'
- પોલીસે જણાવ્યું કે, અમેરિકાના ક્લાયન્ટથી ઓર્ડર મળ્યા બાદ ગમલેવારા પોતાની ગેંગને નિર્દેશ આપીને એક ગરીબ પરિવાર (ખાસ કરીને ગુજરાતમાં)ને શોધવાનું કહેતા હતા, જેઓ પોતાના બાળકને વેચવા ઇચ્છતા હોય.
- તેઓ એવા પરિવારને પણ શોધતા હતા, જેઓ પોતાના બાળકોના પાસપોર્ટને ભાડાં પર આપતા હતા.


ઇન્ડિયન રેસ્ટોરાંમાં ડિનર બાદ અમેરિકને FB પર લખ્યું, કદાચ અલ-કાયદાને પૈસા આપી રહ્યો છું!


અમેરિકા લઇ જનાર વ્યક્તિને પૈસા મળતા


- પાસપોર્ટ અને બાળક મળી ગયા બાદ બાળક સાથે મળતી આવતી તસવીરવાળા પાસપોર્ટને પસંદ કરવામાં આવતો હતો. ત્યારબાદ ગેંગ બાળકોને અમેરિકા લઇ જનારા વ્યક્તિને પૈસા આપતી હતી.
- આ પહેલાં પાસપોર્ટવાળી તસવીરથી અદ્દલ બાળકની તસવીરને મેળવવા માટે તેનો મેકઅપ કરવામાં આવતો હતો. જેવો બાળકને લઇ જનાર પરત આવતો તે પાસપોર્ટને પરત આપી દેતો હતો.
- હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી કે કેવી રીતે ઇમિગ્રેશન અધિકારીઓ તપાસ વગર પાસપોર્ટ પર મંજૂરીની મહોર લગાવી દેતા હતા. આ રેકેટનો પર્દાફાશ માર્ચમાં અભિનેત્રી પ્રીતિ સૂદે કર્યો હતો.


કેનેડામાં કેવું છે ગુજરાતીઓનું જીવન? કાઠિયાવાડી યુવાનનો વીડિયો થયો વાઇરલ


મેકઅપની વાતથી થયો ખુલાસો


- હકીકતમાં, પ્રીતિને તેમના એક મિત્રનો ફોન મળ્યો જેમાં તેણે બે સગીરાના વર્સોવા સ્ટેશન પર મેકઅપ કરવાની વાત કહી હતી.
- પ્રીતિએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, હું એવી શંકામાં સ્ટેશન પર પહોંચી કે કદાચ બાળકીઓને વૈશ્યાવૃત્તિ માટે તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ ત્યાં પહોંચતા જ મને અહેસાસ થયો કે, આ રેકેટ મારાં વિચાર કરતાં ક્યાંય મોટું છે.
- આ સ્થળ પર ત્રણ પુરૂષો સ્ટાફને એવો નિર્દેશ આપી રહ્યા હતા કે, સગીરાઓના મેકઅપ કેવી રીતે કરવાના છે.
- પ્રીતિએ જણાવ્યું કે, જ્યારે મેં તેમને પૂછ્યું ત્યારે ત્યાં હાજર પુરૂષોએ એવો દાવો કર્યો કે આ બાળકોને તેમના પેરેન્ટ્સની પાસે અમેરિકા મોકલી રહ્યા છીએ. મેં તેઓને કહ્યું કે, મારી સાથે પોલીસ સ્ટેશન ચાલો, તો તેઓએ ના પાડી દીધી.
- હું બે પુરૂષોને કોઇ પ્રકારે રોકીને પોલીસને ફોન કરવામાં સફળ રહી. આ દરમિયાન ત્રીજો વ્યક્તિ બાળકીઓને લઇને ત્યાંથી ગાયબ થઇ ગયો.
- પ્રીતિ સૂદે ચાર લોકોની ધરપકડ કરાવી જેમાંથી એક નિવૃત્ત સબ-ઇન્સ્પેક્ટરનો પુત્ર પણ છે.


UK: દીકરી ગુમાવનાર ગુજરાતી પરિવારની વ્યથા; 'પતિએ ગે હોવાનું છૂપાવ્યું ન હોત તો આજે અમારી દીકરી જીવતી હોત'


આ પહેલાં પણ થઇ હતી રાજુભાઇની ધરપકડ


- ડીપીસી પરમજીત સિંહ દહિયાએ કહ્યું, આ પહેલાં ગમલેવાલાને 2007માં મુંબઇમાં પકડ્યો હતો, તે સમયે તે નકલી પાસપોર્ટ સાથે પકડાયો હતો. અમે તેના રેકેટ સુધી માર્ચ મહિનામાં થયેલી ધરપકડ દરમિયાન પહોંચ્યા.
- પોલીસે જણાવ્યું કે, તેઓ રાજુભાઇ સુધી વોટ્સએપ નંબરની મદદથી પહોંચ્યા. તેઓને 18 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

X
આ પહેલાં રાજુભાઇ ગમલેવાલાને 2007આ પહેલાં રાજુભાઇ ગમલેવાલાને 2007
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App