સુરતઃ શુરત શહેરના અડાજણ પાટીયા દીવાળીબાગ ફ્લેટ્સમાં રહેતા શાહ પરિવારના 11 વર્ષીય પુત્રએ શેહરનું ગૌરવ વધાર્યું છે. મૂળ સુરતના અને નોર્થ અમેરિકામાં સ્થાયી થયેલા શાહ પરિવારના નિલાંગ શાહ બિઝનેશમેન છે. તેમનો પુત્ર અરોબા યુનિવર્સિટીમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. શાળાની ઈતર પ્રવૃતિમાં ખૂબ સારો દેખાવ કરનાર તનુષને સમગ્ર અમેરિકાની શાળાઓના સ્ટુડન્ટ્સ પૈકી નોમીનેટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમેરિકામાં શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠીત ગણાતા પ્રેસીડેન્સીયલ આઉટ સ્ટેન્ડીંગ એચીવમેન્ટ એનોર્ડ અને રાષ્ટ્રપતિના પ્રમાણપત્ર સાથેના સર્ટીફીકેટથી સન્માનિત કરવામાં આવ્યો છે.
તનુષ અમેરિકામાં તેજસ્વી સ્ટુડન્ટ તરીકે ઉભરી આવ્યો મૂળ ભારતીય અને સુરતના અડાજણ પાટીયા અને સુરતના દીવાળીબાગ ફ્લેટ્સ ખાતે રહેતા નરેશ શાહ ચૌટાબજારમાં કોસ્મેટીકની શોપ ધરાવે છે. તેમનો પુત્ર નિલાંગ શાહ છેલ્લા 12 વર્ષથી નોર્થ અમેરિકામાં સ્થઆયી થયા છે. નિલાંગ શાહ નોર્થ અમેરિકામાં અરોબા ખાતે જ રહે છે. તેઓ ઉદ્યોગપતિ છે. તેમનો 11 વર્ષીય પુત્ર તનુષ ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ અરોબામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. બાળપણથી જ તનુષ તેજસ્વી સ્ટુડન્ટ તરીકે ઉભરી આવ્યો છે. શાળાની ઈતર પ્રવૃતિઓમાં તનુષ અન્ય સ્ટુડન્ટ્સની સરખામણીમાં હંમેશા અવ્વલ રહેતો હતો.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, યુ.એસ.ના શિક્ષણ વિભાગના મંત્રીના હસ્તે એવોર્ડ એનાયત