ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» NRG business meet at ahmedabad on january

  NRG બિઝનેસ મીટ: વિશ્વના 30થી વધુ દેશોના બિઝનેસમેન લેશે ભાગ, ફાઉન્ડેશનની થશે રચના

  divyabhaskar.com | Last Modified - Dec 14, 2017, 11:15 AM IST

  સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા અ'વાદ ખાતે 5થી 9 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર આંતર રાષ્ટ્રીય વેપાર મેળા સાથે યોજાશે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજીડેસ્કઃ ગુજરાતી સમાજ વિશ્વભરમાં પથરાયેલ છે અને વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે એક મજબૂત કહી શકાય તેવી પકડ પણ ધરાવે છે પરંતુ આજ દિવસ સુધી વ્યવસાયિક દ્રષ્ટ્રિકોણને ધ્યાનમાં રાખીને બિન નિવાસી ગુજરાતી બિઝનેસ મેનનું કોઈ સંગઠન કાર્યરત નથી અને ક્યારેય બધાને એક મંચ પર લાવવાનો પ્રયત્ન પણ નથી થયો ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર વિકાસ માટે કાર્યરત સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી 5થી 9 જાન્યુઆરી 2018 દરમ્યાન યોજાનાર આંતર રાષ્ટ્રીય વેપાર મેળા સાથે બિન નિવાસી ગુજરાતી બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવેલ છે.

   આ આયોજન પાછળ નો મુખ્ય ધ્યેય ગુજરાત ના વેપાર ને વધુ વ્યાપક અને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ બિન નિવાસી ગુજરાતી બિઝનેસ મીટ ની સાથો સાથ લગભગ 30 દેશોમાંથી આવેલ વિદેશી બીસનેસ ડેલિગેટ્સ સાથે પણ બિઝનેસ ની તકો પ્રાપ્ત થશે.

   એગ્રિકલચર ઇકવીપમેન્ટ્સ અને ટેક્નોલોજી, સબમર્સીબલ - વોટર - ડિઝલ પમ્પ, ઇરીગેશન સિસ્ટમ, ઈલેકટ્રીક મોટર્સ, પાઇપ્સ એન્ડ ફીટીંગ્સ, કોંટ્રાક્ટ ફાર્મિંગ, એગ્રો ફૂડ પ્રોસેસીંગ, મશીન ટુલ્સ અને મશીનરી, ખેતીના સાધનો, કાપડ - રેડીમેઈડ ગાર્મેન્ટ્સ - સાડી અને ડ્રેસ મટીરીઅલ્સ, સિરામિક અને સેનેટરીવેર, સોલાર અને રિન્યુએબલ એનેર્જી, ફાર્મા - હેલ્થ કેર, મેડિકલ ટુરિઝમ, સર્જીકલ ઇકવીપમેન્ટ્સ, કોમોડીટી, કિચનવેર- હાઉસવેર, પ્લાસ્ટિક- નોન વોવન -જ્યૂટ - કાપડ ની શોપિંગ બેગ / કેરી બેગ, અગરબત્તી અને તેની મશીનરી, ઈમિટેશન જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ, કોમ્પ્યુટર, ઇલેકટ્રોનિક્સ, કૉમ્યૂનિકેશન ટેક્નોલોજી અને આઈ ટી ટેક્નોલોજી, બિલ્ડીંગ મટીરીઅલ્સ અને ઇકવીપમેન્ટ્સ, હાર્ડવેર, ટ્રાવેલ્સ - હોટેલ્સ - ટુરિઝમ, માઇનિંગ અને તેના સાધનો વગેરે ઉત્પાદનોની મોટી માંગ આફીકા અને સાઉથ એશિયાના દેશોમાં ઉભી થયેલ છે.

   બાંગ્લાદેશ, બુર્કીના ફાસો, ડી.આર. કોન્ગો, ઇથોપિયા, મોઝામ્બિક, નેપાળ, સેનેગલ, ટોગો, શ્રિલંકા, ગેમ્બિયા, ઘાના, કેન્યા, માલી, મોરોક્કો, દક્ષિણ આફ્રિકા, સુદાન, તાંઝાનિયા, યુગાન્ડા, ઝામ્બિયા, થાઇલેન્ડ, ઝિમ્બાબ્વે વગેરે દેશો માંથી ડેલિગેટ્સ રજીસ્ટર થયેલ છે. આ ઉપરાંત બ્રિટન, વિવિશ યુરોપીય દેશો, અમેરિકા તથા આરબના દેશો માંથી ડેલિગેટ્સ આવનાર છે. આ શો દરમ્યાન કન્ટ્રી પ્રેસેંટેશન, ઇન્ટરનૅશનલ એગ્રો સમિટ, હેલ્થ સમિટ, નોન રેસિડેન્ટ ગુજરાતી બિઝનેસ મીટ, લોહાણા બિઝનેસ મીટ, આઇટી ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજી અને સ્ટાર્ટ એ - ઇનોવેશન કોન્ફરન્સ, રિન્યુએબલ એનર્જી - સોલાર પાવર સમિટ, એવોર્ડ ફંક્શન, કલચરલ ઇવનિંગ સહીત ની અનેક ઈવેન્ટ્સ થશે.

   આ ઇવેન્ટ માં રજીસ્ટર કરાવવા ઇચ્છતા બિન નિવાસી ગુજરાતી બિઝનેસમેન ને president.svum@gmail.com અથવા વૉટ્સઅપ નંબર +919426254611 પર પરાગ તેજૂરા, પ્રમુખ, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ નો સંપર્ક કરવા વિનંતી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: NRG business meet at ahmedabad on january
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top