Home » NRG » Gujarat » Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala

મહિનાઓ ધોમધખતા તાપમાં શેકાયો આ કરોડપતિ ગુજરાતી, વતનને બનાવ્યું નંદનવન

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 06:03 PM

સરોવરમાં પાણી આવતા ગામ લોકોની સાથે સવજીભાઈની આંખમાં પણ હર્ષના આંસુ સરી પડ્યાં હતા

 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +16બીજી સ્લાઈડ્સ જુઓ
  અમરેલી જિલ્લાના દુધાળા સહિત નજીકના વિસ્તારમાં સિંચાઈના પાણીની મોટી સમસ્યા છે.

  એનઆરજી ડેસ્ક: એસી ઓફિસ અને લક્ઝુરિયસ કાર છોડી 44 ડિગ્રી ધોમધખતો તાપમાં મહિનાઓ શેકાયને પોતાના વતનને પાણીની અછતમાંથી ઉગારવા કામે લાગેલા ડાયમંડ ટાયકૂન સવજી ધોળકિયાની મહેનત રંગ લાવી છે. સવજીભાઈએ છેલ્લા કેટલાય દિવસોથી પોતાના વતન અમરેલી જિલ્લાના દુધાળા ગામે 200 વીઘા જેટલી જગ્યામાં સ્વખર્ચે નદીમાંથી માટી કાઢવાનું કામ આદર્યું હતું. બે મહિના સુધી રાત દિવસ આ કામ કરી સવજીભાઈએ લાઠીના દુધાળા અને અકાળા ગામની સીમને અડીને આવેલા મોટા વિસ્તારમાં સરોવરનું નિર્માણ કર્યું.

  કોઈની પાસે એક પણ પૈસો લીધા વગર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા વિશાળ સરોવરમાં તાજેતરમાં સારા વરસાદના કારણે પાણી આવતા ગામ લોકોની સાથે સવજીભાઈની આંખમાં પણ હર્ષના આંસુ સરી પડ્યાં હતા. સરોવરમાં પહેલી વાર આવેલા પાણીને જોવા માટે આજુબાજુના ગામના લોકો પણ ઉમટી પડ્યાં હતા. સુરતમાં આરામનું જીવન છોડી પોતાના વતનનું ઋણ અદા કરવા સવજીભાઈ માત્ર ફંડ આપી દેવાને બદલે બે મહિનાની સતત આ કામનું જાતે નિરીક્ષણ કરી રહ્યાં હતા.


  કેમ આવ્યો ડેમ બનાવવાનો વિચાર

  - અમરેલી જિલ્લાના દુધાળા સહિત નજીકના વિસ્તારમાં સિંચાઈના પાણીની મોટી સમસ્યા છે.
  - સવજીભાઈએ પોતાના વતન દુધાળા નજીક દસ વર્ષ પહેલા એક તળાવ બનાવ્યું હતું.
  - આ તળાવ દ્વારા ગામની ખેતીની આવકમાં વર્ષે સારી આવક જોવા મળતા તેઓએ પોતાના વિસ્તારને સમુદ્ધ બનાવવાનો વિચાર કર્યો.
  - સરકારી સહાય કે અન્ય મદદથી રાહ જોયા વગર તેઓએ ગત ઉનાળામાં ગામની નજીકની ડેમનું કામ શરૂ કર્યું.
  - સવજીભાઈએ કરેલા સંકલ્પે આજે લાઠીના દુધાળા અને અકાળા ગામની સીમને અડીને આવેલા સુકા તળાવમાં પાણીની આવક શરૂ થઈ છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ધોમધખતા તાપમાં ઉભા રહીને કરાવ્યું કામ, અમેરિકા જવાને બદલે વતન આવ્યા સવજીભાઈ, નદીની બાજુની પડતર જમીનમાં બનાવ્યું સ્ટેડિયમ...

 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +15બીજી સ્લાઈડ્સ જુઓ
  રાત-દિવસ મહેનત કરી પૂર્ણ કર્યું નદી-ડેમનું કામ

  ધોમધખતા તાપમાં ઉભા રહીને કરાવ્યું કામ

   

  - સુરતમાં એસી ઓફિસ અને લક્ઝુરિયસ કાર છોડીને સવજીભાઈ ધોમધખતા તાપમાં દુધાળા આવ્યા.
  - એપ્રિલ મહિનાથી દુધાળામાં ધામા નાખીને પોતાની નજરે સંપૂર્ણ કામનુ નિરીક્ષણ કરતા હતા.
  - રોજે લાખો રૂપિયાના ખર્ચે 9 હિટાચી મશીન, 10થી વધારે જેસીબી અને 30 જેટલા ડમ્પર દ્વારા કામ થતુ હતું.
  - રાત-દિવસ ખુલ્લા પટમાં કામ આરંભી માત્ર અઢી મહિનાના સમયમાં હજારો ટન માટી કાઢવામાં આવી છે.

 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +14બીજી સ્લાઈડ્સ જુઓ
  સવજીભાઈ જાતે પણ ચલાવતા ટ્રેલર

  અમેરિકા જવાને બદલે વતન આવ્યા સવજીભાઈ

   

  - સવજીભાઈનો પુત્ર અમેરિકામાં ભણતો હોવાથી તેનો પરિવાર દર વર્ષે આ સમયે અમેરિકા જાય છે.
  - પણ ચોમાસા પહેલા ડેમનો વિચાર આવતા પરિવારજનોને વાત કરી તેઓ દુધાળા ડેમના કામે આવ્યા.
  - 40 વર્ષથી વધુ સમયથી સુરતમાં સ્થાયી થયેલા સવજીભાઈ માત્ર 2-3 દિવસ વતનમાં રોકાણ કરે છે.
  - પણ અઢી મહિના સુધી ધોમધખતા તાપમાં અઢાર-અઢાર કલાક કામ કરીને મળેલો આ સંતોષ અમૂલ્ય હોવાનું જણાવ્યું હતું.
  - સવજીભાઈ કહે છે, હું કોઈને પણ કામ સોપી શક્યો હોત. પણ મેં જાતે હાજર રહીને આખા પ્રોજેક્ટ પર નજર રાખવાનો નિર્ણય લીધો

 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +13બીજી સ્લાઈડ્સ જુઓ
  સતત સાઈટ પર નિરીક્ષણ કરી સૂચન આપતા સવજીભાઈ

  નદીની બાજુની પડતર જમીનમાં બનાવ્યું સ્ટેડિયમ
   
  - અનેક ડમ્પરો અને જેસીબીની મદદથી તેઓએ નદી પટમાંથી હજારો ટન માટી કાઢી.
  - જો કે આ માટીનો ઉપયોગ પણ સવજીભાઈએ નદીની બાજુની પડતર જમીનમાં એક સ્ટેડિયમ બનાવવામાં કર્યો છે.
  - જેથી માટીને દૂર ફેકવા જવાને બદલે આ સ્ટેડિયમમાં ભવિષ્યમાં અહીં જાહેર કાર્યક્રમનું આયોજન પણ થઈ શકશે.
  - થોડી માટીને નદીના પટની ખરાબાની જમીનમાં નાખીને મોટો પાળો બાંધ્યો, વરસાદ થાય તો નદીનું પાણીનો સંગ્રહ થઈ શકે.
  - ચોમાસાના સમયે પૂર આવે તો પાણીનો સંગ્રહ થઈ શકે એ માટે નદી પટમાં સિમેન્ટ કાઁક્રિટના ચાર મોટા બંધારા બાંધ્યા છે.
  - લાઠી ગામમાંથી પસાર થતી ગાગડિયા નદીમાં પણ બે-ત્રણ દિવસથી સારું એવું પાણી આવતાં આ ચારેય બંધારા ભરાઈ ગયા છે.

   

 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
  એસી ઓફિસની જગ્યાએ ધોમધોખતા તાપમા લેતા ભોજન

  સ્પીડ બોટથી સરોવરની સેર કરી


  - કોઈની પાસે એક પણ રૂપિયાની મદદ લીધા વિના સવજીભાઈ સરોવરનું નિર્માણ કર્યું છે.
  - વરસાદના કારણે સરોવરમાં પહેલી વખત પાણી ભરાતા આજુબાજુના લોકો ઉમટ્યાં હતા.
  - આ સરોવરને હરિકૃષ્ણ સરોવર નામ આપી આ પ્રસંગને વધાવવા કાંઠે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  - સવજીભાઈ અને તેમની ટીમે આ સરોવરમાં સ્પીડ બોટથી સેર કરી હતી.

 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  અમેરિકા જવાને બદલે પોતાના વતન દુધાળા આવ્યા સવજીભાઈ

  6 હજાર કરોડની માર્કેટ વેલ્યુ ધરાવે છે હરેકૃષ્ણ એક્સપોર્ટ

   

  - સુરતમાં રત્ન કલાકાર તરીકે કામની શરૂઆત કરનાર સવજીભાઈની કંપની 6000 કરોડની માર્કેટ કેપ ધરાવે છે.
  - સવજીભાઈની હરેકૃષ્ણ એક્સપોર્ટ સાથે 8000 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે.
  - 2005માં એચકે એક્સપોર્ટે લોન્ચ કરેલી Kisna જ્વેલરી બ્રાન્ડ દ્વારા આજે તેમનો બિઝનેસ અનેક દેશમાં ફેલાયેલો છે.
  - આશરે 6200 જેટલા આઉટલેટ ધરાવતી Kisna બ્રાન્ડ 563 પ્રકારની ડિઝાઈન તૈયાર કરે છે.
  - શિક્ષણ, મેડિકલ, સ્વચ્છતા, રક્તદાન સહિત અનેક સેવાકીય કાર્યો સાથે હરેકૃષ્ણ સંકળાયેલી છે.
  - કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર, ફ્લેટ અને જ્વેલરીની ગિફ્ટ આપી સવજીભાઈ લાઈમલાઈટમાં આવ્યા હતા.

 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  સવજીભાઈના પરિવારે પણ નદીના કામમાં આપ્યો સાથ

  કર્મચારીઓને બોનસમાં આપે છે ઘર-કાર જ્વેલરી

   

  - હરેકૃષ્ણા એક્સપોર્ટના સવજીભાઈ ધોળકિયા પોતાના કર્મચારીઓને પરિવારનો હિસ્સો માને છે.
  - 2014માં સવજીભાઈએ 1312 કર્મચારીઓને કાર, ઘર અને ઘરેણાની દિવાળી ગિફ્ટ આપી હતી.
  - જ્યારે 2016માં પણ તેઓએ 1660 જેટલા કર્મચારીઓને કાર-ઘરની ગિફ્ટ આપી હતી.
  - વર્ષના અંતે સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને આ ગિફ્ટ આપવામાં આવે છે.

 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  સરોવરમાં પાણી ભરાતા જોવા ઉમટ્યા આજુબાજુના લોકો

  એકના એક પુત્રને સમજાવ્યું રૂપિયાનું મૂલ્ય

   

  - વિશ્વના અનેક દેશોમાં બિઝનેસ ફેલાવનાર સવજીભાઈ પોતાના પુત્રને પૈસાની સાથે જીવનના પાઠ ભણાવવાનો વિચાર કર્યો હતો.
  - ન્યૂયોર્કમાં અભ્યાસ દરમ્યાન વેકેશનમાં સુરત આવેલા પુત્ર દ્રવ્યને કોઈ અજાણી જગ્યાએ જઈ નોકરી શોધી પૈસા કમાવવા કહ્યું હતું.
  - સવજીભાઈએ દ્રવ્યને પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા આપી ઓળખ આપ્યા વગર પૈસા કમાવવાનું જણાવ્યું હતું.
  - દ્રવ્ય ધોળકિયાએ ત્રણ અઠવાડિયા સુધી કોચીમાં રહીને 3950ની કમાણી કરી હતી. જો કે શરૂઆતમાં તે 36 કલાક ભૂખ્યો પણ રહ્યો હતો.
  - ધોળકિયા પરિવારમાં અગાઉ ગોવિંદભાઈએ પણ આ રીતે પોતાના પુત્રને પૈસાનું મૂલ્ય સમજાવવા બહાર મોકલ્યા હતા.

 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  રોજ લાખોના ખર્ચે માટી કાઢવાનું કામ કરતા સવજીભાઈ
 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  સરોવરમાં પાણીની આવક થતા સ્પીડ બોટથી શેર કરી હતી
 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્ટેડિયમ પાસે બનાવશે સુંદર બગીચો
 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  2014માં સવજીભાઈએ 1312 કર્મચારીઓને કાર, ઘર અને ઘરેણાની દિવાળી ગિફ્ટ આપી હતી.
 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  હરેકૃષ્ણા એક્સપોર્ટના સવજીભાઈ ધોળકિયા પોતાના કર્મચારીઓને પરિવારનો હિસ્સો માને છે.
 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વિશ્વના અનેક દેશોમાં બિઝનેસ ફેલાવનાર સવજીભાઈ પોતાના પુત્રને પૈસાની સાથે જીવનના પાઠ ભણાવવાનો વિચાર કર્યો હતો.
 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  લાઠી ગામમાંથી પસાર થતી ગાગડિયા નદીમાં પણ બે-ત્રણ દિવસથી સારું એવું પાણી આવતાં આ ચારેય બંધારા ભરાઈ ગયા છે.
 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  માટી કાઢવાના કામ માટે રોજ આશરે છ હજાર લીટર ડિઝલનો થતો વપરાશ
 • Surat Diamond tycoon savji dholakia build lake at native place dudhala
  નદીની માટીનો ઉપયોગ બાજુમાં સ્ટેડિયમ બનાવવામાં કર્યો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ