તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડનીમાં યોજાશે ટ્રેડિશનલ ગરબા, ભાગ લેવા ઓનલાઇન રજીસ્ટ્રેશન જરૂરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિડનીઃ ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના ઉપક્રમે 1લી ઓક્ટોબરના રોજ સિડનીમાં પરંપરાગત ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના જાણીતા ગાયક નિલેશ પરમાર અને તેમના વૃંદના ગીત-સંગીતના તાલે ખેલૈયાઓ ગરબાનો આનંદ માણશે. રાધે સુપર માર્કેટ દ્વારા આયોજીત આ સાંસ્કૃતિક કાર્ય્રમમાં રાધે ગ્રુપ અને ચેતન કુસુમગર(સીકે) મુખ્ય આયોજક તરીકે જહેમત કરી રહ્યાં છે.
ઉજવણીની મુખ્ય વિશેષતા એ છેકે તેના માટે કોઇ ચાર્જ રાખવામાં આવ્યો નથી
તેમણે જણાવ્યું હતું કે સિડનીમાં ત્રણ વર્ષ લાંબા અંતરાલ પછી આ પ્રકારે નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સિડનીમાં વસતા ગુજરાતીઓ ઘર આંગણે નવરાત્રીની મજા લઇ શકે તે માટે આ પ્રકારનું આયોજન કરાયું છે. આ ઉજવણીની મુખ્ય વિશેષતા એ છેકે તેના માટે કોઇ ચાર્જ રાખવામાં આવ્યો નથી. જે લોકો તેમાં જોડાવા માગતા હોય તેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિને ઇ મેઇલ થકી ઇ ટિકિટ આપવામાં આવશે. જેના આધારે તેમને પ્રવેશ મળી શકશે. લિમિટેડ એન્ટ્રી હોવાના કારણે સમયસર રજીસ્ટ્રેશન કરાવવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેલૈયા ઉપરાંત આમંત્રિતોને ભાજીપાંઉ સહિતની અન્ય વાનગીઓ આપવામાં આવશે
નવરાત્રીનું આયોજન સ્થળે થઇ રહ્યું છે. ગરબામાં ભાગ લેનારા ખેલૈયાઓ માટે ઓનેસ્ટ આરાહ ગૃહનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયા ઉપરાંત આમંત્રિતોને ભાજીપાંઉ સહિતની અન્ય વાનગીઓ આપવામાં આવશે. આ સમગ્ર આયોજનના સંયોજક અને ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના ઓસ્ટ્રેલિયા ચેપ્ટરના પ્રમુખ પરાગ શાહે જણાવ્યું હતું કે રાધે સુપર માર્કેટ સહિતના વિવિધ સ્પોન્સરના સહયોગના કારણે આ આયોજન શક્ય બન્યું છે. સિડનીના ગુજરાતીઓ આ નવરાત્રી અવસરનો વધુને વધુ લાભ લેશે તેવી આયોજકોને અપેક્ષા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો