તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AUS: મેન્ડેટરી વૅક્સિનેશનને લઈને સિડનીમાં શાંતિ અને ગ્રેસથી આંદોલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા(ભદ્રાયુ વછરાજાની દ્વારા): ભારતમાં વિવિધ મુદ્દાઓને લઈને આક્રમક આંદોલન થતા રહે છે ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ વિચિત્ર લાગે તેવા મુદ્દા પર પેરેન્ટ્સ અને એક્ટિવિસ્ટ આંદોલન કરી રહ્યા છે. પણ અહીંયા એવી રીતે આંદોલન કરવામાં આવે છે કે જેથી અન્ય જનતાને નુકશાન ન થાય. વિકેન્ડમાં રજા દરમિયાન ખૂબ જ શાંતિ અને ગ્રેસથી તથા ટ્રાફિક બંધ ના કરવો પડે તે રીતે લોકો આંદોલનમાં જોડાય છે. ભાષણ પણ હોય પણ ટૂંકાટચ હસતા ચહેરે હોય તેના માટે માત્ર બેટરી માઈકનો જ ઉપયોગ કરવામાં આવે છે.
 
મેન્ડેટરી વૅક્સિનેશનને લઈને સિડનીમાં આંદોલન ચાલી રહ્યું છે. તેઓ કહે છે કે, Mandatory Vaccination પર સ્વીડન પ્રતિબંધ મૂકી શકે તો ઓસ્ટ્રેલિયા કેમ નહીં? No Jab, No Pay તથા Parents for Safe Vaccines જેવા સુત્રોચ્ચાર સાથે રસ્તા પર આંદોલનકારીઓ નીકળે છે. આંદોલન દરમિયાન કદાચ કોઈને જરૂર પડે તો First Aid માટેની વ્યવસ્થા પણ સાથે જ રાખવામાં આવે છે. બહુ જ શિસ્તબદ્ધ આંદોલન થાય છે. 
અન્ય સમાચારો પણ છે...