• Gujarati News
  • Train Will Be Specially Decorated With Tricolour Balloons, Modi's Posters And Banners And Pictures Of Iconic Places Of India

Inside Modi Express: નમોને સાંભળવા ભારતીયોમાં જોશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર- મોદી એક્સપ્રેસ સીડની આવી પહોંચ્યા બાદ યાત્રીઓએ મોદી એક્સપ્રેસનો ધ્વજ દર્શાવતા)
ઇન્ટરનેશનલ ડેસ્ક. આજે સવારે 7-30 (ભારતી સમય પ્રમાણે રાત્રે 1 કલાકે) કલાકે સીડની ખાતે મોદી એક્સપ્રેસ આવી પહોંચી હતી. ગઈ કાલે ઓસ્ટ્રેલિયન સમય પ્રમાણે રાત્રે 8 કલાકે મેલબોર્ન ખાતેથી મોદી એક્સપ્રેસ દોડી હતી. ઓસ્ટ્રેલિયન ભારતીયોમાં મોદીના ભાષણને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના Victorian Multicultural Minister મેથ્યુ ગાયે મેલબોર્નના સાઉથર્ન ક્રોસ સ્ટેશનેથી ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
મેલબોર્ન ખાતેથી લોકલ સમય અનુસાર રાત્રે 8 કલાકે ટ્રેન રવાના થઈ હતી. ટ્રેનમાં જુદા જુદા સમુદાયના લોકો જેમ કે, ગુજરાતી, પંજાબી, મુસ્લીમ અને કાશ્મિરી લોકો હતા. ટ્રેનમાં ચડતા પહેલા લોકોએ ડાન્સ અને ગીતો ગાતા આવ્યા હતા. સ્ટેશન પર કોઈ ઉત્સવ હોય તેવું વાતાવરણ સર્જાય ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, મેલબોર્નના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ટ્રેન પ્રધાનમંત્રીના નામ પર દોડશે. રેલ ઓથોરીટીના સહયોગથી આખી ટ્રેનને ત્રિરંગા કરલના ફુગ્ગાઓ, મોદીના પોસ્ટર, બેનર્સ અને ભારતના ઐતિહાસીક સ્થળોની તસવીરોથી સજાવવામાં આવી છે. ઉપરાંત પ્રવાસ કરી રહેલા તમામ યાત્રીઓ માટે મોદી એક્સપ્રેસમાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં 'મોદી ઢોકળા' અને 'મોદી ફાફડા' સર્વ કરવામાં આવશે.

ઇન્ડિયન ઓસ્ટ્રેલીયન કોમ્યુનિટી ફાઊન્ડેશન પીએમ મોદીના કાર્યક્રમ તૈયારીઓ કરી રહી છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે ટ્રેનમાં ગુજરાતી વાનગીઓ ખમણ, ઢોકળા અને થેપલા પીરસવામાં આવશે. આ ટ્રેન ઓસ્ટ્રેલીયન સમય પ્રમાણે તારીખ 16મી નવેમ્બર, સાંજે 8.30 વાગ્યે મેલબોર્નથી ઉપડશે. જે 870 કિલોમિટરનું અંતર કાપી બીજા દિવસે સવારે 7.30 વાગ્યે સિડની પહોંચાડશે. આયોજકોએ ટ્રેનનું બૂકિંગ ફૂલ થઈ જવાના કેસમાં ટ્રેનમાં વધારાની બોગીઓ પણ જોડવાની તૈયારી બતાવી છે.

આયોજકોના દાવા પ્રમાણે ટ્રેનની ફક્ત 25 જ ટિકિટ બાકી રહી છે. આયોજકોએ ટ્રેનનું બૂકિંગ ફૂલ થઈ જશે તો વધારાની બોગી જોડવાની વ્યવસ્થા કરવાની પણ તૈયાર દર્શાવી છે. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આ વિશેષ ટ્રેનને લીલી ઝંડી કોણ આપશે એ લોકો માટે 'સરપ્રાઈઝ' બની રહેશે. એટલું જ નહીં, 'મોદી એક્સપ્રેસ'ના સ્વાગત માટે 'સરગમ મ્યુઝીકલ' નામનું ગુજરાતી મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા ખાસ કાર્યક્રમ યોજશે. અને ઢોલ-નગારાનો કાર્યક્રમ આપશે.
મોદીનો કાર્યક્રમ
* સિડનીમાં આજે 11-30 વાગ્યાથી મોદીનો મેગા શો
* સોમવારે સિડનીમાં ઓલફોન્સ એરિનામાં મોદીનો સમારંભ છે. જેમાં ભાગ લેવા મેલબોર્નથી ‘મોદી એક્સપ્રેસ’ આજે સીડની આવી પહોંચી હતી.
* મોદી મંગળવારે ભારતીય સમય અનુસાર સવારે પાંચ વાગે ઓસ્ટ્રેલિયન સંસદને સંબોધન કરશે.
* 250થી વધુ ચેનલ મોદીના કાર્યક્રમનું લાઇવ કવરેજ કરશે
* 16 હજારની ક્ષમતા એરિનાની છે, બહાર મોટો સ્ક્રીન પણ લગાડવામાં આવ્યો છે
* 30 હજાર લોકો એવા છે, જેમનો જન્મ ભારતમાં જ થયો છે
* 1.50 લાખ લોકો સામેલ થવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે
* 70 હજારથી વધુ ભારતીય મૂળના પરિવાર ઓસ્ટ્રેલિયામાં રહે છે
* 40 હજાર ભારતી મૂળના લોકો એવા છે જેમના પૂર્વજ ઓસી.માં વસ્યા હતા
આગળ જુઓ મોદી એક્સપ્રેસ સીડની આવી પહોંચી તેનો વીડિયો