ભારતીય મૂળના ડોક્ટરને ટોચનો ઓસ્ટ્રેલિયન એવોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિએશન (AMA) ઓસ્ટ્રેલિયાની ટોચની મેડિકલ સંસ્થા છે. AMAએ હાલમાં જ ભારતીય મૂળના ડોક્ટરનું ટોચના એવોર્ડથી સમ્માન કર્યું છે. 54 વર્ષીય ભારતીય મૂળના ડો. મુકેશ હૈકરવાલ જનરલ પ્રેક્ટિશનર છે. ડો. હૈકરવાલે મેડિકલ ક્ષેત્રમાં કરેલા ખાસ પ્રદાનને બિરદાવવા માટે તેમનું એવોર્ડથી સમ્માન કરવામાં આવ્યું હતું.
AMA નેશનલ કોન્ફરન્સ ગાલા ડિનરમાં ડો. હૈકરવાલને AMA ગોલ્ડ મેજડથી નવાજવામાં આવ્યા હતા. AMAના પ્રેસિડેન્ટ સ્ટીવ હેમ્બલટને ડો. હૈકરવાલ પર એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું ને જણાવ્યું હતું કે, તેઓ મેડિકલ ફિલ્ડમાં આગળ પડતા વ્યક્તિઓ પૈકીના એક છે. મેડિકલ પ્રોફેશનલમાં તેમના અદ્વિતીય યોગદાન બદલ સંસ્થા તેમને બિરદાવે છે.
ભારતીય મૂળના હોવા છતાં ડો. હૈકરવાલ અગાઉ ટોચની ઓસ્ટ્રેલિયન સંસ્થાના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે.