મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિડની ખાતે ગુજરાતી સમાજ ને સંબોધન કર્યું

દિપક પઢિયારે પોતાના મોબાઇલથી વિજય રૂપાણી સાથે ગુજ્જુ કૉમ્યૂનિટી નો સીધો સંપર્ક કરાવ્યો હતો

divyabhaskar.com | Updated - Dec 26, 2017, 11:32 AM
vijay rupani addressed gujarati community in sydney

સિડની (દિપક પઢિયાર દ્ધારા) : મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ ફરી એકવાર પદભાર સંભાળ્યો છે. પરંતુ આ પદગ્રહણ કરતાં પહેલા સોમવારે તેમણે સિડનીમાં

ગુજરાતી કોમ્યુનિટીને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ ગુજરાતી કોમ્યુનિટીનો આભાર વ્યક્ત કરતાં ગુજરાત વિકાસના માર્ગ પર સતત આગળ વધશે તેવી પ્રતિબદ્ધતા

વ્યક્ત કરી હતી.


સિડનીમાં ભારતીય સમુદાય માટે સક્રિય રીતે કામ કરતા દિપક પઢિયારે પોતાના મોબાઇલથી વિજય રૂપાણી સાથે ગુજ્જુ કૉમ્યૂનિટી નો સીધો સંપર્ક કરાવ્યો હતો.

અનિરુદ્ધ પંચાલ અને મીરાબેન પંચાલ આયોજિત કાર્યક્રમ માં ભાગ લેનારા મોટા ભાગના ગુજરાતી કૉમ્યૂનિટી ના લોકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને અનેક અનેક

શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પણ દિપક પઢીયાર અને હાજર રહેલા તમામ નો એમને અપાયેલી શુભકામના બાદલ આભાર માન્યો હતો ને

વચન આપ્યું હતું કે ગુજરાત વિકાસ ના માર્ગ ઉપર નીરંતર આગળ વધતું રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજ્જુ કૉમ્યૂનિટીને ગુજરાત આવવા આમંત્રણ પણ પાઠવ્યું

હતું.

vijay rupani addressed gujarati community in sydney

આ કાર્યક્રમ માં ભાગ લેવા માટે ખાસ મહેમાનો માં કેનેડા થી પ્રફુલભાઇ પંચાલ પૂર્વ મ્યુનિસિપાર્ટી કોન્સેલર વિદ્યાનગર તથા કનિષ્કભાઈ અને ધ્વનીબેન તથા ગુજરાત થી 

રમનબાપા તેમજ રાજકોટ થી વિનોદભાઈ કેરલીયા અને  HP એશિયા પેસિફિક અધિકારી પ્રકાશભાઈ પટેલ સિડની , સામાજિક કાર્યકર અને સેફટી ઓફિસર 

જયેશભાઇ પટેલ સિડની સવીશેષ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની રૂપરેખા માસૂમી પટેલ, તરૂન પટેલ (ડાકોર), મોસમ પટેલ તથા હિમાંશુ પટેલ દ્વારા કરવામાં આવી 

હતી. માસૂમી પટેલ ને હાલ માં જ ન્યૂ સાઉથ વેલ્સ ની સ્કૂલ દ્વારા હિસ્ટોરી માં એવોર્ડ મળેલ છે.

vijay rupani addressed gujarati community in sydney

દીપક પઢિયાર મૂળ ડીસા, બનાસકાંઠાના વતની છે અને હાલ તેઓ NRI(ઓસ્ટ્રેલિયાના નાગરિક) છે. તેઓ શિક્ષણ વિભાગ માં ઓસ્ટ્રેલિયા ના ન્યૂ સાઉથ વેલ્સ માં 

સિડની ખાતે સાથે કામ કરી રહ્યા છે. પઢિયારની રાજ્ય સરકારે છેલ્લા કેટલાક વર્ષો થી રાજ્ય માટે જસ્ટિસ ઓફ પિસ તરીકે નિમણૂક કરી છે. પઢિયાર સક્રિય રીતે 

સ્થાનિક ભારતીય સમુદાય માટે કામ કરવા તત્પર રહે છે. પઢિયાર ઓસ્ટ્રેલિયન પોલિટિકલ પાર્ટી- ધ ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીના પણ સભ્ય છે જે ઓસ્ટ્રેલિયાની સૌથી 

જૂની પોલિટિકલ પાર્ટી છે.

X
vijay rupani addressed gujarati community in sydney
vijay rupani addressed gujarati community in sydney
vijay rupani addressed gujarati community in sydney
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App