Home » NRG » Australia » પર્થમાં 18 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ | Perth is Western Australia's capital city

ઓસ્ટ્રેલિયાઃ પર્થમાં 18 કરોડના ખર્ચે સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 04:26 PM

મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વિશ્વમાંથી અનેક હરિભક્તો અને સંતો એકઠાં થયા હતા

  • પર્થમાં 18 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ | Perth is Western Australia's capital city
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ મણિનગર ગાદી સંસ્થાન દ્વારા ગુજરાત કે ભારતમાં જ નહીં વિશ્વના દરેક ખૂણે વસતા ભારતીયો માટે મંદિરોનું નિર્માણ થયું છે. જેથી વિદેશમાં પણ ધર્મ અને ભક્તિ સાથે લોકો જોડાયેલા રહે. હવે 18 કરોડના ખર્ચે ઓસ્ટ્રેલિયાના પર્થમાં મણિનગર ગાદી સંસ્થાને નૂતન મંદિરનું નિર્માણ કર્યુ છે. આચાર્ય પુરૂષોત્તમપ્રિય દાસજીના હસ્તે આ મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું છે. મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વિશ્વમાંથી અનેક હરિભક્તો અને સંતો એકઠાં થયા હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પર્થમાં પહેલીવાર મંદિર બનાવવાની સાથે સાથે ઉદ્ઘાટનના દિવસે વૃક્ષારોપણ સહિત દિવ્યાંગ બાળકોના લાભાર્થે ચેરિટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

    18 કરોડના ખર્ચે થયું નિર્માણ


    - પર્થમાં 18 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
    - આચાર્ય સ્વામી સાથે ભગવતપ્રિય દાસજી, બેઝવોટર સિટીના મેયર ડન બુલ અને ડેપ્યુટી મેયર ક્રિસ કોર્નિસ સહિતના જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    - મંદિર દ્વારા એમ્બેટન શાળાના દિવ્યાંગ બાળકો માટે કરવામાં આવેલી મદદનો મેયર અને સ્કૂલ સંસ્થાએ આભાર માન્યો હતો.
    - ઉદ્ઘાટન પ્રસંગે વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
    - મણિનગર ગાદી સંસ્થાન સહિતની સંસ્થાના વિદેશમાં પણ ઘણાં મંદિરો આવેલા છે, તેમાં હવે ઓસ્ટ્રેલિયાના પર્થનો પણ સમાવેશ થયો છે.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ મંદિરની તસવીરો...

  • પર્થમાં 18 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ | Perth is Western Australia's capital city
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • પર્થમાં 18 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ | Perth is Western Australia's capital city
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • પર્થમાં 18 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ | Perth is Western Australia's capital city
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • પર્થમાં 18 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ | Perth is Western Australia's capital city
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વિશ્વમાંથી અનેક હરિભક્તો અને સંતો એકઠાં થયા હતા
  • પર્થમાં 18 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ | Perth is Western Australia's capital city
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઉદ્ઘાટન પ્રસંગે વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
  • પર્થમાં 18 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ | Perth is Western Australia's capital city
    મણિનગર ગાદી સંસ્થાન સહિતની સંસ્થાના વિદેશમાં પણ ઘણાં મંદિરો આવેલા છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ