સિડનીઃ કિર્તિદાન ગઢવીની લિમોમાં એન્ટ્રી, મલ્હાર ઠાકર સાથે ગુજરાતીઓએ લીધા ગરબા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનઆરજી ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાના સિડની સિટીમાં લોકગાયક કિર્તિદાન ગઢવી સાથે ગુજરાતીઓએ નવરાત્રિની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાના યુવા ગુજરાત ટીમ (ગુજરાતી એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયા) અને તેમના પ્રેસિડન્ટ મહેશ રાજ દ્વારા આયોજિત આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા એક્ટર અને 'છેલ્લો દિવસ' ફેમ મલ્હાર ઠાકરે પણ ગરબા લીધા હતા. ગરબા કાર્યક્રમની શરૂઆતમાં કિર્તિદાન ગઢવીએ લક્ઝરી લિમો કારમાં વેન્યૂ પર પહોંચ્યા હતા અને સ્ટેજ સુધી પહોંચતા માતાજીના ગરબા ગાતા એન્ટ્રી કરી હતી. ઉલ્લેખનીય છે કે, યુવા ગુજરાત એક માત્ર એવી સંસ્થા છે જે આટલા મોટાંપાયે ઘણાં બધા ગુજરાતી કલાકારોને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં ગુજરાતીઓને એકબીજાં સાથે જોડતાં પ્રોગ્રામ્સનું આયોજન કરે છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઇવેન્ટની વધુ તસવીરો... 

અન્ય સમાચારો પણ છે...