તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિડનીમાં યોજાશે ભવ્ય નવરાત્રિ, 'રોણા શે'રમાં' ફેમ ગીતા રબારી કરશે લાઇવ પર્ફોર્મ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનઆરજી ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે નવરાત્રિનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. ડિજીટલ મીડિયા પાર્ટનર દિવ્યભાસ્કર.કોમ સાથે મળીને 22 સપ્ટેમ્બરના રોજ અહીં નવરાત્રિના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સિડનીમાં અંદાજિત 10થી વધુ ગુજરાતી કલાકારો ભાગ લેશે, જેમાં મુખ્ય આકર્ષણ ગીતા રબારી હશે, કારણ કે તે સિડનીમાં પહેલીવાર આવી રહી છે. ઓસ્ટ્રેલિયામાં સામાન્ય રીતે દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઘણાં સ્વદેશી કલાકારોને વિદેશમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. સિડનીમાં ગુજરાતીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહીંની અલગ અલગ ગુજરાતી કોમ્યુનિટીઝ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે.

 

- 22 સપ્ટેમ્બરના રોજ થવા જઇ રહેલી આ રમઝટ ઇવેન્ટના મીડિયા, સામાજિક અને રાજકીય કો-ઓર્ડિનેટર દીપક પઢીયારે જણાવ્યું કે, નવરાત્રિ ઇવેન્ટ બ્લેકટાઉન લેઝર ટાઉન, સ્ટેનહોપ ગાર્ડન (Blacktown Leisure Centre Stanhope)માં કરવામાં આવી છે. 
- વેસ્ટ સિડનીમાં આ સૌથી મોટું સ્થળ છે, મોટી સંખ્યામાં લોકો નવરાત્રિમાં ભાગ લઇ શકે તે માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય અહીં ભારતીય સમુદાયના મોટાંભાગના લોકો આ વિસ્તારમાં રહે છે. 


ગીતા રબારી બોલાવશે રાસની રમઝટ 


- નવરાત્રિની આ ઇવેન્ટને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે રમઝટ ગ્રુપ દ્વારા 'રોણા શે'રમાં' ફેમ ગાયિક ગીતા રબારી હાજરી આપશે. આ ઉપરાંત એપીએસ દિપક પઢીયારની ખાસ વિનંતીને માન આપી રાજ્ય અને ફેડરલ કેબિનેટ પ્રધાન પદના નેતાઓ પણ હાજરી આપશે. 
- ઇન્ડિયા સિડની ઓફિસના કોન્સ્યુલેટ જનરલ પણ આ પ્રસંગે હાજરી આપશે. રાજ્યની સરકારે દિપક પઢીયારને પત્ર લખીને પુષ્ટિ કરી છે કે, કેબિનેટ મંત્રી તેમની સલાહકાર ટીમ સાથે કાર્યક્રમમાં હાજરી આપશે. 
- રમઝટ ગ્રુપ કાર્યક્રમના કો-ઓર્ડિનેટર જીગ્નેશ પટેલ અને ભૂમિ પટેલે કેટલાંક વર્ષો અગાઉ ફાલ્ગુની પાઠકની નવરાત્રિ ઇવેન્ટ્સનું પણ સફળ આયોજન કર્યુ હતું. 
- આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના સૌથી મોટાં ભારતીય સંગઠનો ભારતીય સપોર્ટ સેન્ટર બોર્ડના અધ્યક્ષ શોભા રાવ અને કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા બોર્ડના અધ્યક્ષ મોહિત કુમારે દિપક પઢીયારને સમર્થન આપ્યું છે. 


કચ્છી કોયલ ગીતા રબારીની લાઇવ કોન્સર્ટ માટે લોકો ઉત્સુક 


- ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર લાઇવ કોન્સર્ટ કરવા જઇ રહેલી ગીતા રબારીના ઓસ્ટ્રેલિયામાં ઘણાં ફેન્સ પણ છે. તેઓ પણ નવરાત્રિ ઇવેન્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. 
- ગીતા રબારીનો કાર્યક્રમ મેલબોર્ન, સિડની અને પર્થ ખાતે યોજાશે. 
- રમઝટ ગ્રુપ દ્વારા ગીતા રબારી નવરાત્રિ ગરબા કાર્યક્રમની ટિકીટનું વેચાણ શરૂ થઇ ગયું છે. તેને https://www.premiertickets.com.au/event/garba-geeta-rabari-sydney પરથી ઓનલાઇન ખરીદી શકાશે. 

 

પ્રોગ્રામના મુખ્ય આકર્ષણો 


- પ્રથમ વખત કાર્યક્રમમાં હાજરી આપતા ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય નેતાઓ
- રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનો કાર્યક્રમમાં ભાગ ભાગ લેશે
- ભારતના કોન્સ્યુલેટ જનરલ, સિડની ઑફિસ આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેશે
- કાર્યક્રમ સંકલન એ.પી.એસ. અને સામાજિક કાર્યકર દિપક પઢીયાર દ્વારા કરવામાં આવશે
- કાર્યક્રમ કોઓર્ડિનેટર શ્રી જીગ્નેશ પટેલ અને ભૂમિ પટેલ પાસે કાર્યક્રમ આયોજન કરવાનો વિશાળ અનુભવ છે
- ભૂમિ પટેલ અને જિજ્ઞેશ પટેલ, જેમણે ફાલગુની પાઠક કાર્યક્રમ કેટલાક વર્ષો અગાઉ સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.
- ઑસ્ટ્રેલિયામાં સૌથી મોટી ભારતીય સંગઠનો - કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ભારતીય સપોર્ટ સેન્ટર ખુલ્લું સમર્થન.

- આ ઇવેન્ટ માટે દિવ્યભાસ્કર.કોમ (divyabhaskar.com) એકમાત્ર ડિજિટલ વિદેશી મીડિયા પાર્ટનર છે.

 

કોણ છે દીપક પઢિયાર?

 

- મૂળ ડીસા, બનાસકાંઠાના વતની દિપક પઢીયાર હાલ ઓસ્ટ્રેલિયાના નાગરિક છે. 
- દિપક પઢીયારનું પ્રાથમિક અભ્યાસ ડીસા શહેર નજીક નાનકડા ગામ માલગઢ ખાતે પૂર્ણ કરેલ છે 
- દિપક પઢીયારને તાજેતરમાં ઓસ્ટ્રેલિયન પબ્લિક સર્વિસમાં એસપીએસ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ કેન્દ્ર સરકારની સંસ્થા માટે કામ કરે છે. આ અગાઉ તેઓ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના શિક્ષણ વિભાગ માટે કામ કરતા હતા. 
- દિપકભાઇ મૂળ રીતે સ્થાનિક ભારતીય સમુદાય માટે કામ કરે છે. રાજ્ય અને ફેડરલ ગવર્મેન્ટ સાથે સ્થાનિક સમુદાયના મુદ્દાનો ઉકેલ લાવવા અને લોકોને મદદ કરવા માટે તેઓ હંમેશા તૈયાર હોય છે. 
- રાજ્ય સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓની જસ્ટિસ ઓફ પીસ (Justice of Peace) તરીકે નિમણૂંક કરી છે. તેઓએ કોન્સ્યુલર જનરલ ઓફિસ તથા વીએફએસ ગ્લોબલ સાથે અનેક મીટિંગ્સ કરીને ઘણાં બધા પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે. 
- સ્થાનિક લોકોને જ્યારે તત્કાળ વિઝાની જરૂર પડે ત્યારે કોન્સ્યુલર જનરલ ઓફિસના સંપર્ક માટે દિપકભાઇની મદદ માંગતા હતા. 
- દિપક પઢીયાર ઓસ્ટ્રેલિયાની સૌથી જૂની ઓસ્ટ્રેલિયન પોલિટિકલ પાર્ટી - ધ ઓસ્ટ્રેલિયન લેબરના પણ સભ્ય છે, જે કેન્દ્રમાં મુખ્ય વિરોધ પક્ષ છે. દિપકભાઇ સક્રિય રીતે વિવિધ હિન્દુ ધાર્મિક સંગઠનો સાથે મળીને ભારતીય સમુદાય માટે કામ કરે છે. 
- દિપક પઢીયાર OFBJP ઓસ્ટ્રેલિયાના સભ્ય છે, ઉપરાંત Indian Support Centre- ISC ભારતીય સપોર્ટ સેન્ટર, સિડની માટે સ્વયંસેવક તરીકે કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...