ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Australia» અંકિત મૂળ નોર્થ ઇન્ડિયાના હરિયાણા રાજ્યમાં આવેલા કુરુક્ષેત્રમાંથી હતો | Ankit was enrolled at Kingdom College in a certificate course

  ઓસ્ટ્રેલિયામાં ભારતીય સ્ટુડન્ટે પરફેક્ટ સેલ્ફી માટે માર્યો મોતનો કૂદકો, થયું મોત

  divyabhaskar.com | Last Modified - May 22, 2018, 05:19 PM IST

  અંકિત ઐતિહાસિક પોર્ટ સિટી એલ્બાનીની પાસે 40 મીટર ઉંચાઇથી નીચે પડી ગયો
  • અંકિત મૂળ નોર્થ ઇન્ડિયાના હરિયાણા રાજ્યમાં આવેલા કુરુક્ષેત્રમાંથી હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંકિત મૂળ નોર્થ ઇન્ડિયાના હરિયાણા રાજ્યમાં આવેલા કુરુક્ષેત્રમાંથી હતો.

   એનઆરજી ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ અર્થે આવેલા એક ભારતીય સ્ટુડન્ટને સમુદ્ર કિનારે સેલ્ફી લેવાનું મોંઘુ પડી ગયું. તેણે આ સેલ્ફીની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી. 20 વર્ષીય ઇન્ડિયન સ્ટુડન્ટ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એક લોકપ્રિય ટૂરિસ્ટ્સ સ્પોટ પર સેલ્ફી લેતી વખતે પહાડ પરથી સમુદ્રમાં જઇને પડ્યો. આ ઘટનામાં સ્ટુડન્ટનું મોત થયું છે. એબીસી ન્યૂઝ અનુસાર, અંકિત ઐતિહાસિક પોર્ટ સિટી એલ્બાનીની પાસે 40 મીટર ઉંચાઇથી નીચે પડી ગયો. આ દરમિયાન તે તેના મિત્રોની સાથે હતો.

   પહાડ ઉપર ચઢીને દોડી રહ્યો હતો

   - અંકિતના મિત્રોએ જણાવ્યું કે, અંકિત પર્થમાં અભ્યાસ કરી રહ્યો હતો અને તે ગુરૂવારે પોતાના મિત્રોની સાથે એક ફોટોના પ્રયાસમાં પહાડ ઉપર ચઢી રહ્યો હતો અને દોડી રહ્યો હતો.
   - આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે સમુદ્રમાં પડી ગયો. આ ઘટનાના એક કલાક બાદ રેસ્ક્યુ ઓપરેશનમાં તેનું શબ પાણીમાંથી કાઢવામાં આવ્યું. પોલીસ હાલ અંકિતના માતા-પિતાનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે.

   પર્થમાં રહેતી ઇન્ડિયન કોમ્યુનિટી શોકમાં
   - અંકિતના મોત બાદ પર્થમાં રહેતી ઇન્ડિયન કોમ્યુનિટી ઉંડા શોકમાં છે. અહીં વસતા ભારતીયોએ જણાવ્યું કે, આ ઘટના ટૂરિસ્ટ્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે વોર્નિંગ સમાન છે. જ્યારે પણ તમે કોઇ અજાણ્યા ટૂરિસ્ટ્સ સ્પોટ્સ પર જાવ ત્યારે વોર્નિંગ સાઇનને અણદેખી ના કરો.
   - અંકિત મૂળ નોર્થ ઇન્ડિયાના હરિયાણા રાજ્યમાં આવેલા કુરુક્ષેત્રમાંથી હતો. તેને ઓસ્ટ્રેલિયાની કિંગડમ કોલેજમાં સર્ટિફિકેટ કોર્સ માટે એડમિશન મળ્યું હતું.
   - વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ભારતીય ફેમિલી અંકિતના પરિવાર માટે હાલ ફંડ એકઠું કરી રહી છે.

   ગરીબ પરિવારમાંથી હતો અંકિત

   - ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સુર્યા અંબાતીએ જણાવ્યું કે, અંકિતના પિતા ગરીબ ખેડૂત છે અને તેઓએ દીકરાને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે બેંકમાંથી લોન પણ લીધી છે.
   - આજે મંગળવારે પર્થ પોલીસ તેના મૃત શરીરને મિત્રોને સોંપે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ સપ્તાહના અંતે દેહને ભારત મોકલવામાં આવશે.
   - અંકિતના પરિવાર માટે ઓનલાઇન ફંડ એકઠું કરનારા મિત્રોએ અત્યાર સુધી 30,000 રૂપિયા એકઠાં કર્યા છે.

  • ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોએ જણાવ્યું કે, આ ઘટના ટૂરિસ્ટ્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે વોર્નિંગ સમાન છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોએ જણાવ્યું કે, આ ઘટના ટૂરિસ્ટ્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે વોર્નિંગ સમાન છે.

   એનઆરજી ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ અર્થે આવેલા એક ભારતીય સ્ટુડન્ટને સમુદ્ર કિનારે સેલ્ફી લેવાનું મોંઘુ પડી ગયું. તેણે આ સેલ્ફીની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી. 20 વર્ષીય ઇન્ડિયન સ્ટુડન્ટ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એક લોકપ્રિય ટૂરિસ્ટ્સ સ્પોટ પર સેલ્ફી લેતી વખતે પહાડ પરથી સમુદ્રમાં જઇને પડ્યો. આ ઘટનામાં સ્ટુડન્ટનું મોત થયું છે. એબીસી ન્યૂઝ અનુસાર, અંકિત ઐતિહાસિક પોર્ટ સિટી એલ્બાનીની પાસે 40 મીટર ઉંચાઇથી નીચે પડી ગયો. આ દરમિયાન તે તેના મિત્રોની સાથે હતો.

   પહાડ ઉપર ચઢીને દોડી રહ્યો હતો

   - અંકિતના મિત્રોએ જણાવ્યું કે, અંકિત પર્થમાં અભ્યાસ કરી રહ્યો હતો અને તે ગુરૂવારે પોતાના મિત્રોની સાથે એક ફોટોના પ્રયાસમાં પહાડ ઉપર ચઢી રહ્યો હતો અને દોડી રહ્યો હતો.
   - આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે સમુદ્રમાં પડી ગયો. આ ઘટનાના એક કલાક બાદ રેસ્ક્યુ ઓપરેશનમાં તેનું શબ પાણીમાંથી કાઢવામાં આવ્યું. પોલીસ હાલ અંકિતના માતા-પિતાનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે.

   પર્થમાં રહેતી ઇન્ડિયન કોમ્યુનિટી શોકમાં
   - અંકિતના મોત બાદ પર્થમાં રહેતી ઇન્ડિયન કોમ્યુનિટી ઉંડા શોકમાં છે. અહીં વસતા ભારતીયોએ જણાવ્યું કે, આ ઘટના ટૂરિસ્ટ્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે વોર્નિંગ સમાન છે. જ્યારે પણ તમે કોઇ અજાણ્યા ટૂરિસ્ટ્સ સ્પોટ્સ પર જાવ ત્યારે વોર્નિંગ સાઇનને અણદેખી ના કરો.
   - અંકિત મૂળ નોર્થ ઇન્ડિયાના હરિયાણા રાજ્યમાં આવેલા કુરુક્ષેત્રમાંથી હતો. તેને ઓસ્ટ્રેલિયાની કિંગડમ કોલેજમાં સર્ટિફિકેટ કોર્સ માટે એડમિશન મળ્યું હતું.
   - વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ભારતીય ફેમિલી અંકિતના પરિવાર માટે હાલ ફંડ એકઠું કરી રહી છે.

   ગરીબ પરિવારમાંથી હતો અંકિત

   - ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સુર્યા અંબાતીએ જણાવ્યું કે, અંકિતના પિતા ગરીબ ખેડૂત છે અને તેઓએ દીકરાને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે બેંકમાંથી લોન પણ લીધી છે.
   - આજે મંગળવારે પર્થ પોલીસ તેના મૃત શરીરને મિત્રોને સોંપે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ સપ્તાહના અંતે દેહને ભારત મોકલવામાં આવશે.
   - અંકિતના પરિવાર માટે ઓનલાઇન ફંડ એકઠું કરનારા મિત્રોએ અત્યાર સુધી 30,000 રૂપિયા એકઠાં કર્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અંકિત મૂળ નોર્થ ઇન્ડિયાના હરિયાણા રાજ્યમાં આવેલા કુરુક્ષેત્રમાંથી હતો | Ankit was enrolled at Kingdom College in a certificate course
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `