• Home
  • NRG
  • Australia
  • Indian-origin man based in Australia molested a cabin crew member on board

સિંગાપોરઃ એર હોસ્ટેસની છેડતીના આરોપસર ભારતીય મૂળના વ્યક્તિને 3 અઠવાડિયાની જેલ

લેન્ડિંગથી અંદાજિત એક કલાક પહેલાં નિરંજને મહિલાને ફરીથી પરેશાન કરી

divyabhaskar.com | Updated - Nov 25, 2018, 06:14 PM
સિડનીથી સિંગાપોર જતી ફ્લાઇટમ
સિડનીથી સિંગાપોર જતી ફ્લાઇટમ

- 34 વર્ષના નિરંજન પરાંજપેએ સિડની-સિંગાપોર ફ્લાઇટમાં ક્રૂની છેડતી કરી હતી
- હોસ્ટેસે ફ્લાઇટ લેન્ડ થયા બાદ એરપોર્ટ પોલીસ પાસે જ નોંધાવ્યો હતો કેસ


એનઆરજી ડેસ્કઃ સિંગાપોરમાં એક ભારતીય મૂળના વ્યક્તિને એર હોસ્ટેસની છેડછાડ કરવા માટે ત્રણ અઠવાડિયા માટે જેલની સજા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં રહેતા 34 વર્ષીય નિરંજન જયંત પરાંજપેએ ઓગસ્ટ મહિનામાં સિડનીથી સિંગાપોર જતી ફ્લાઇટમાં એર હોસ્ટેસ પાસે અનેકવાર તેનો ફોન નંબર માંગ્યો. સાથે જ તેની વારંવાર છેડતી કરી.

વારંવાર છેડતી કરતો રહ્યો


- પબ્લિક પ્રોસિક્યૂટર જેમ્સ ચ્યૂએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, જ્યારે અટેન્ડન્ટે પરાંજપેને પોતાની સીટ પર પરત ફરવા માટે કહ્યું તો તે માન્યો નહીં અને વારંવાર છેડતી કરી રહ્યો.
- લેન્ડિંગથી અંદાજિત એક કલાક પહેલાં નિરંજને મહિલાને ફરીથી પરેશાન કરી. એર હોસ્ટેસે આ જાણકારી પોતાના સુપરવાઇઝરને પણ આપી. બાદમાં આ મામલે ચાંગી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

બચાવ માટે ના કર્યો વકીલ


- પરાંજપેએ આ મામલે કોઇ વકીલની મદદ લીધી નથી. તેણે જિલ્લા ન્યાયાધીશ લિમ ત્સે-હૉવને કહ્યું કે, અપરાધના સમયે તે નશામાં હતો અને પોતાના કૃત્ય માટે પસ્તાવો છે.
- પરાંજપેએ સજા આપવામાં નરમાશની અપીલ કરી છે. ત્યારબાદ જજે તેને ત્રણ અઠવાડિયા સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો. છેડતીના અપરાધ માટે તેઓને 2 વર્ષની જેલ અથવા દંડ, લાકડીથી મારવાની સજા થઇ શકે છે.

X
સિડનીથી સિંગાપોર જતી ફ્લાઇટમસિડનીથી સિંગાપોર જતી ફ્લાઇટમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App