ઓસ્ટ્રેલિયાથી આવેલા અમદાવાદીને રંગેચંગે પરણી યુવતી, છઠ્ઠા દિવસે ખૂલી પોલ

divyabhaskar.com

Mar 24, 2018, 07:07 PM IST
લગ્ન બાદ વિકાસ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો. (ફાઇલ)
લગ્ન બાદ વિકાસ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો. (ફાઇલ)
ઓસ્ટ્રેલિયામાં અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ છુપાવી લગ્ન કર્યા (ફાઇલ)
ઓસ્ટ્રેલિયામાં અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ છુપાવી લગ્ન કર્યા (ફાઇલ)

ઓસ્ટ્રેલિયાથી આવેલા અમદાવાદીને રંગેચંગે પરણી યુવતી, છઠ્ઠા દિવસે ખૂલી પોલ .

એનઆરજી ડેસ્કઃ માત્ર 6 દિવસમાં ઘડિયાં લગ્ન કરીને ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયેલા અમદાવાદના યુવકે યુવતીના વિઝાના બહાને રૂ. 12 લાખ પડાવ્યા બાદ પોતાને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું કહી છુટાછેડાની માંગણી કરી હતી. મહેસાણામાં રેડીમેડ કપડાંની દુકાન ધરાવતા વેપારીએ ગત 1 ફેબ્રુઆરી, 2016ના રોજ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી અને મૂળ અમદાવાદમાં સીંધી સખર પંચાયતના પ્રમુખ કિશોરકુમાર છાબરીયાના પુત્ર વિકાસના લગ્ન માટે વર્ષાનો સંપર્ક કર્યો હતો. જેમાં સગાઇ, લગ્નના ખર્ચ અને વિઝા માટે ક્રિપાલદાસે કુલ રૂ.12 લાખ અને ભેટ સોગાદો આપી હતી. લગ્ન બાદ વિકાસ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો.

દહેજમાં 25 લાખ રૂપિયા લાવવાની માંગણી
- 29 નવેમ્બર, 2016માં ઓસ્ટ્રેલિયાથી આવેલો વિકાસ એક મહિનો સાથે રહેવા છતાં લગ્નના હકો ભોગવવાનું ટાળી દહેજ પેટે રૂ.25 લાખ લઇ આવવાની માંગણી કરતો હતો.
- યુવતીએ પિયરથી નાણાં લાવવાનો ઇન્કાર કરતાં તે પુન: ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો અને 6 મહિના પછી ફોન કરીને પોતાને ઓસ્ટ્રેલિયામાં અન્ય યુવતી સાથે સંબંધ હોવાની વાત કરી આ લગ્ન માત્ર નાણાં માટે જબરજસ્તીથી થયા હોવાનું કહી ઓસ્ટ્રેલિયા લઇ જવાનો ઇન્કાર કર્યો હતો.
- બીજીબાજુ રૂ.25 લાખના દહેજ માટે તેણીને ઘરમાંથી તગેડી મૂકી હતી.

10 વ્યક્તિઓ સામે ફરિયાદ


- આખરે તેમણે મહેસાણા ચીફ કોર્ટમાં અમદાવાદમાં રહેતા વિકાસ કિશોરકુમાર છાબરીયા, કિશોર જયરામદાસ છાબરીયા, મીતા કિશોરભાઇ છાબરીયા, નિરજ કિશોરભાઇ છાબરીયા, દીયા નિરંજનભાઇ છાબરીયા સહિત 10 વ્યક્તિઓ સામે ફરિયાદ આપી હતી.
- જેમાં જજ મુકેશ વિનોદરાય પંડ્યાએ ફરિયાદ રજીસ્ટર કરી 3 સાસરિયાં સામે સમન્સ કાઢી કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.

X
લગ્ન બાદ વિકાસ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો. (ફાઇલ)લગ્ન બાદ વિકાસ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો. (ફાઇલ)
ઓસ્ટ્રેલિયામાં અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ છુપાવી લગ્ન કર્યા (ફાઇલ)ઓસ્ટ્રેલિયામાં અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ છુપાવી લગ્ન કર્યા (ફાઇલ)
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી