કિંજલ દવે વિવાદ / કિંજલને રાહત, કાર્તિક પટેલે કહ્યું - ગમે તેટલો સમય થયો હોય, ચોરી થઇ છે તે બદલાવાનું નથી

કાર્તિક પટેલ
કાર્તિક પટેલ
X
કાર્તિક પટેલકાર્તિક પટેલ

  • ઓસ્ટ્રેલિયા સ્થિત કાર્તિક પટેલે અઢી વર્ષ પહેલાં અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટ ભંગની ફરિયાદ કરી હતી
  • કિંજલને ચાર-ચાર બંગડીવાળી ગીત આગામી 22મી જાન્યુઆરી સુધી ન ગાવાનો આદેશ થયો હતો 
  • નીચલી કોર્ટે મુકેલા સ્ટેને હટાવા માટે હાઈકોર્ટ આજે ગુરુવારે ચુકાદો આપ્યો હતો 

divyabhaskar.com

Jan 25, 2019, 01:47 PM IST

અમદાવાદ/ ઓસ્ટ્રેલિયાઃ ચાર ચાર બંગડીવાળી ગાડીના ગીતના વિવાદમાં આજે હાઈકોર્ટે કિંજલ દવેને રાહત આપતાં કોમર્શિયલ કોર્ટનો સ્ટે રદ્દ કર્યો હતો. હવે ગુજરાતી ગાયિકા આ ગીત કાર્યક્રમોમાં ગાઈ શકશે. કોર્ટના આદેશ બાદ દિવ્યભાસ્કર.કોમ સાથે વાત કરતા કાર્તિક પટેલે જણાવ્યું કે, હાલ જે પણ રાહત મળી છે તે ટેક્નિકલ છે, જે લાંબા સમય સુધી સેક્શન થઇ નહીં શકે. અમે કોર્ટમાં ચાલતી પ્રોસેસ અનુસાર જ આગળ વધીશું. 


બે-ચાર શબ્દો આમતેમ કરીને કિંજલે મારા ઓરિજિનલ ગીતની ચોરી કરીઃ કાર્તિક પટેલ

 

સ્ટેને હટાવા માટે હાઈકોર્ટે આજે ગુરુવારે ચુકાદો આપ્યો

1. કાર્તિક પટેલે કોપી રાઈટની ફરિયાદ કરી

ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગના નામે ઓળખાતા કાર્તિક પટેલે દાવો કર્યો છે કે ગીત તેણે લખ્યું છે અને ગાયું છે. કિંજલે તેની નકલ કરી છે. તેની કંપનીએ કોપીરાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે, તેણે ગીત બનાવી તેનો વીડિયો 2016માં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી થોડા ફેરફાર કરીને કિંજલે ગીત ગાયું અને ઓક્ટોબર-16માં યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો. નકલથી કિંજલને ઘણાં લાભો થયા અને ચાહના મળી. ગીત રચનારને જરાય ક્રેડિટ કે ચાહના મળી નથી.

2. અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ
કાર્તિક પટેલે જણાવ્યું કે, આ કાયદાકીય દાવપેચ છે જે ચોક્કસપણે લાંબા સમય સુધી ચાલશે જ. મને અને મારી લિગલ ટીમને ન્યાયતંત્રમાં પૂર્ણ વિશ્વાસ છે અને અમને ન્યાય મળશે જ તેનો અમને ભરોસો છે. આ અગાઉ અમદાવાની કોમર્શિયલ કોર્ટે કિંજલને કોર્ટે પ્રોગ્રામોમાં ગીત ન ગાવા અને  ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું હતું. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો છે. 5મી જાન્યુઆરીએ બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું. 
3. બુધવારે હાઈકોર્ટે બંને પક્ષોનો ઉઘડો લીધો
બુધવારે હાઈકોર્ટે બંને પક્ષોનો ઉઘડો લીધો હતો. ગુજરાતી ગીતના વિવાદ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી પર બુધવારે સુનાવણી થઈ હતી. જસ્ટિસ હર્ષા દેવણી અને એ.પી.ઠાકરની કોર્ટમાં સુનાવણીમાં કોર્ટે કિંજલ દવેના પક્ષકાર તરફથી જવાબ રજૂ ન કરવામાં આવતાં કોર્ટે ખખડાવ્યા હતા. નીચલી કોર્ટે 20થી વધુ દિવસનો સમય આપ્યો છતાં જવાબ રજૂ કેમ કર્યો નથી. તેમ કહીને કોર્ટે અરજદારને ઠપકો આપ્યો હતો. બીજી તરફ બે વર્ષ પછી કેમ પિટિશન દાખલ કરવામાં આવી છે તેમ કહીને ખખડાવ્યા હતા. નીચલી કોર્ટે મુકેલા સ્ટેને હટાવા માટે હાઈકોર્ટ આજે ગુરુવારે ચુકાદો કર્યો હતો.
4. ચોરી થઇ છે તે હકીકત છે
હાઇકોર્ટની ઝાટકણી અંગેના સવાલના જવાબમાં કાર્તિક પટેલે કહ્યું કે, અંદાજિત સવા બે વર્ષ અગાઉ જ્યારે અમને આ સોંગ વિશે જાણકારી મળી ત્યારે જ યુટ્યૂબમાં રિપોર્ટ થઇ ગયો હતો. કોર્ટને અમે ઇમેલ ટ્રેઇલ પણ આપી હતી. તેઓએ લિગલ લૂપહોલ્સ વાપરી સોંગ પોતાના નામે કરી દીધું. ત્યારબાદ યુટ્યૂબે કીધું એટલે કોર્ટમાં અરજી કરી નોટિસ મોકલાવી. પ્રશ્ન એ નથી કે ક્યારે, કેટલો સમય થયો, ક્યાં પગલાં લેવાયા હતા. ગમે તેટલો સમય થયો હોય પણ ચોરી થઇ છે તે બદલાવાનું નથી. આ હકીકત છે. કોર્ટ પાસે તમામ માહિતી છે.
5. કોણ છે કાર્તિક પટેલ?
કાર્તિક પટેલનું મૂળ વતન જામનગર છે અને તેઓ વર્ષોથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં સ્થાયી થયા છે. તેઓ 20-25 વર્ષથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી