Home » NRG » Australia » five year celebration of kutch swaminarayan function in sydney

સિડનીમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પાંચમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી

Divyabhaskar.com | Updated - Jan 22, 2018, 10:32 AM

સિડનીમાં કિંગ્સપાર્ક ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પાંચમો પાટોત્સવનું આયોજન કરાયું હતું

 • five year celebration of kutch swaminarayan function in sydney
  +14બીજી સ્લાઈડ્સ જુઓ

  સિડની (દિપક પઢિયાર દ્ધારા): સિડની માં કિંગ્સપાર્ક ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પાંચમો પાટોત્સવનું આયોજન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજીની ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું જેમાં ૨૦થી વધુ મોટેરા સંતો કચ્છ ભુજથી ભાગ લેવા માટે સિડની ખાતે પધાર્યા હતા. પાંચ દિવસ ચાલેલા આ પાટોત્સવ માં હઝારો ની સંખ્યામાં સ્થાનિક હરિભક્તો અને ભારતીય સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

  પાંચ દિવસ પાટોત્સવની ઉજવણી

  શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સતત પાંચ દિવસ સુધી પાટોત્સવ માં ભાગ લેનારા હરિભક્તો માટે ભોજનની વ્યવસ્થા શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સપાર્ક સિડની ટીમ દ્વારા કરવા માં આવી હતી. આ પાટોત્સવમાં આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી ઉપસ્થિતિ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર રહી હતી. પાટોત્સવ આયોજનમાં કચ્છ-ગુજરાત ના અનેક લોકો આ તન મન અને ધનથી સેવા આપી હતી.

 • five year celebration of kutch swaminarayan function in sydney
  +13બીજી સ્લાઈડ્સ જુઓ

  દિવ્યભાસ્કર ટીમ વતી સંસ્થા ના ટ્રસ્ટી શ્રી રવિભાઈ હાલાઇ એ શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રકાશદાસજી સાથે સામાજિક કાર્યકર અને જુસ્ટિસ ઓફ પીસ શ્રી દિપક પઢીયાર સંપર્ક કરાવ્યો હતો.  શ્રી શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રકાશદાસજી (ભુજ) એ દિવ્યાભકાર સાથે સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ મંદિર ની શરૂઆત જયારે કચ્છ નું યુવા ધન ઓસ્ટ્રેલિયા માં અભ્યાશ માટે આવેલા ત્યારે એ બધા હરિભક્તો  ને લાગેલું કે અહીં વિદેશ ની ધરતી ઉપર સ્વામિનારાયણ અને હિન્દૂ ધર્મ ની પરંપરા જાળવણી હેતુ મંદિર તો હોવું જોઈએ, બસ આ એક વિચારે મંદિર નીરમાં નો પાયો નાખ્યો હતો.

 • five year celebration of kutch swaminarayan function in sydney
  +12બીજી સ્લાઈડ્સ જુઓ

  જયારે મંદિર નિર્માણ કાર્ય સારું થયું ત્યારે માત્ર ચાર પાંચ લોકો આર્થિક રીતે સદ્ધર હતા કે જેઓ આર્થિક રીતે મંદિર નિર્માણ તેમનું યોગદાન આપી શકે પરંતુ ધીરે ધીરે  જેમજેમ મંદિર નિર્માણ નું કામ આગળ વધતું ગયું, વધુ ને વધુ લોકો જોડાતા ગયા ને શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દૃવારા બહુ ટૂંકા ગાળા માં એક મોટું ને ભવ્ય મંદિર કિંગ્સપાર્ક સિડની નિર્માણ પામ્યું હતું. 

 • five year celebration of kutch swaminarayan function in sydney
  +11બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્રી શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રકાશદાસજી (ભુજ) એ જણાવ્યું હતું કે આ મંદિર માં દર વર્ષે અનેકવિધ ભારતીય તહેવારો જેવા કે હોળી, દિવાળી, નવરાત્રી, ઉન્નકુટ, જન્માષ્ટમી વગેરે ઉતસવ યોજાતા રહે છે. શ્રી  અક્ષરપ્રકાશદાસજી જણાવ્યા અનુસાર આ મંદિર નો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ ને વિદેશ ની ધરતી ઉપર ટકાવી રાખવા ઉપરાંત નાના નાના બાળકો ને ભગવાન સ્વામિનારાયણ,રાધે કૃષ્ણઃ રામ- ભગવાન ની અંદર દ્રઢ નિસ્થા વધે તેમજ ગુજરાતી ભાષા નું પણ અક્ષર જ્ઞાન મળી રહે તે મંદિર મુખ્ય હેતુ રહે છે. 

 • five year celebration of kutch swaminarayan function in sydney
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  સ્વામી અક્ષરપ્રકાશદાસજી (ભુજ) એ જણાવ્યું હતું કે ગુજરાત ભારત માં જયારે દુષ્કાળ કે વિપત્તિ આવે છે ત્યારે સિડની જેવા સ્વામીરાયણ મંદિર તરફથી દેશ માં આર્થિક મદદ પણ પહોંચતી હોય છે. હાલ માં સ્વામીરાયણ મંદિર દ્વારા કન્યા વિદ્યા મંડળ નું નિર્માણ ગુજરાત ખાતે થયું હતું જેમાં ગુજરાત રાજ્ય ના મુખ્ય પ્રધાને પણ જણાવ્યું હતું કે "સ્વામિનારાયણ મંદિર ભુજ નું આ કામ અલોકિક, દિવ્ય ને સમાજ ને પ્રેરણા આપે તેવું છે. મહંત સ્વામી ની આજ્ઞા થી સ્વામી અક્ષરપ્રકાશદાસજી (ભુજ) માંડવી ખાતે સ્વામીનરાયણ સંસ્કાર ધામ કે જ્યાં ૫૦૦ થી વધારે વિદ્યાર્થી ધોરણ ૬-૧૨ નો અભ્યાશ કરે છે ત્યાં પોતે સંસ્થા ની કામગીરી સંભાળે છે.

 • five year celebration of kutch swaminarayan function in sydney
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ ના સિડની ગયેલા બધા સંતોએ ગઈ કાલે સિડની માં બ્લેકટાઉન સ્વામીનારાયણ ખાતે શાકોત્સવ માં વિશેષ ઉપસ્થિત રહી ને અનેક હરિભક્તો ને પોતા ની વાણીનો લાભ આપ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ ના તમામ સંતોનું ગઈકાલે બ્લેકટાઉન ખાતે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

 • five year celebration of kutch swaminarayan function in sydney
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
 • five year celebration of kutch swaminarayan function in sydney
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • five year celebration of kutch swaminarayan function in sydney
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • five year celebration of kutch swaminarayan function in sydney
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • five year celebration of kutch swaminarayan function in sydney
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • five year celebration of kutch swaminarayan function in sydney
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • five year celebration of kutch swaminarayan function in sydney
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • five year celebration of kutch swaminarayan function in sydney
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • five year celebration of kutch swaminarayan function in sydney
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ