આ ગે યુવાનને પામવા ગુજરાતી પટેલ યુવકે સ્વરૂપવાન પત્નીને ઉતારી મોતને ઘાટ

પત્ની જેસિકાની હત્યા કરનાર મિતેશ પેટલે કોર્ટને કહ્યું કે, એક એશિયન ગે મેન તરીકે મારે દુનિયાની સામે આવવું નહતું

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 03:51 PM
Pharmasist killed his wife for want to live with gay in australia

એનઆરજી ડેસ્કઃ નોર્થ ઇંગ્લેન્ડના મિડલબરોમાં રહેતા ગુજરાતી મૂળના મિતેશ પટેલ (37)ને કોર્ટે પત્ની જેસિકા પટેલ (34)ની હત્યાનો દોષિ ગણાવી આજીવન કેદની સજા સંભળાવી છે. જેસિકા આ જ વર્ષે 14 મેના રોજ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ કેસમાં કેટલાંક પુરાવાઓના આધારે પોલીસે પતિ મિતેશની ધરપકડ કરી હતી. ગત નવેમ્બર મહિનામાં આ કેસની સુનવણી થઇ હતી અને મંગળવારે કોર્ટે અંતિમ ચૂકાદો આપ્યો હતો. મિતેશ તેના બોયફ્રેન્ડની સાથે રહેવા ઇચ્છતો હતો. સમલૈંગિકોની એક ડેટિંગ એપ ગ્રાઇન્ડર પર મિતેશની મુલાકાત તેના બોયફ્રેન્ડ સાથે થઇ હતી. પહેલીવાર મિતેશની તેના બોયફ્રેન્ડ ડો. અમિત પટેલ સાથેની તસવીર બહાર આવી છે. ડો. અમિત પટેલ સિડનીમાં રહે છે.

હેલ્થ એપથી મિતેશ ખોટું બોલી રહ્યો હોવાની જાણકારી મળી


- મિતેશ અને જેસિકા મિડલબરોમાં એક ફાર્મસી સ્ટોર ધરાવતા હતા. સુનવણી દરમિયાન સામે આવ્યું કે, મિતેશ પટેલ જેસિકાના મોત બાદ 2 મિલિયન પાઉન્ડ (18 કરોડ રૂપિયા)ની હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી લઇ તેના ગે બોયફ્રેન્ડ સાથે ઓસ્ટ્રેલિયા રહેવા ઇચ્છતો હતો.
- શરૂઆતમાં મિતેશે પોલીસને ઘરમાં ચોરી થઇ હોવાની અને પત્નીની લૂંટારૂઓએ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. મિતેશનું ઘર અને તેના ફાર્મસી સ્ટોર વચ્ચે વધુ અંતર નથી.
- પોલીસ તપાસ દરમિયાન મિતેશ અને જેસિકાના મોબાઇલમાં રહેલી આઇફોન હેલ્થ એપ દ્વારા મિતેશ જ આરોપી હોવાનું સામે આવ્યું હતું.
- આ હેલ્થ એપ વ્યક્તિ દિવસ દરમિયાન કેટલું ચાલ્યો તેનો ડેટા રાખે છે. જેના આધારે મિતેશ જેસિકાની હત્યા દરમિયાન સ્ટોરમાં હતો તેનું જૂઠ્ઠાણું સામે આવ્યું.
- જેસિકાની હત્યા બાદ મિતેશ પટેલના ફોનમાં સ્ટોર અને ઘર વચ્ચેના અંતરની એક્ટિવિટીનો ડેટા સેવ થયો. આ દરમિયાન તે સીડીઓ ચઢ્યો અને પાછો સ્ટોરમાં આવ્યો તે ડેટા પણ રેકોર્ડ થઇ ગયો જ્યારે જેસિકાના ડેટામાં કોઇ ફેરફાર જોવા મળ્યા નહીં.
- જેસિકાના ફોનમાં જે ડેટા રેકોર્ડ થયો તેમાં માત્ર 14 સ્ટેપ જ નોંધવામાં આવ્યા. જે મિતેશે તેના મૃતદેહને બેડરૂમમાંથી બહાર લાવ્યો તે અંગેના હતા.

ગણતરીના દિવસો જ બચ્યા છે


- મિતેશે ડો. અમિતને જુલાઇ 2015માં લખ્યું હતું - પત્નીના ગણતરીના દિવસો જ બચ્યા છે. મિતેશ સતત પોતે નિર્દોષ હોવાનો દાવો કરતો રહ્યો. તેનું કહેવું છે કે, તે જ્યારે ઘરે આવ્યો તો સામાન વિખેરાયેલો પડ્યો હતો અને પત્નીની કલાઇ બાંધેલી હતી.


ઇન્ટરનેટ સર્ચના આધારે પોલીસની શંકા વધુ મજબૂત બની


- 34 વર્ષીય જેસિકા છ વર્ષથી જાણતી હતી કે, તેનો પતિ મિતેશ હોમોસેક્સ્યુઅલ છે. જેસિકાને એ વાતની પણ જાણકારી હતી કે, મિતેશ ગ્રાઇન્ડર એપ પર મળતા અજાણ્યા પુરૂષો સાથે શારિરીક સંબંધો પણ બાંધે છે.
- જેસિકાની હત્યા પહેલાં મિતેશે ઇન્ટરનેટ પર સર્ફિંગ કર્યું હતું, જેમાં 'મારે પત્નીની હત્યા કરવી છે' તેવી સર્ચ હિસ્ટ્રી પણ છે.
- ઇન્ટરનેટની માહિતીની આધારે મિતેશે ટેસ્કો પ્લાસ્ટિક બેગના જેસિકાના મોંઢા પર બાંધી પહેલાં ગૂંગળાવી દીધી અને ત્યારબાદ બેલ્ટથી તેનું ગળું દબાવી દીધું હતું.
- મિતેશે આ કામ એટલી સિફતપૂર્વક કર્યુ કે, જેથી આ ઘટનાને કોઇ અજાણ્યા વ્યક્તિએ અંજામ આપ્યો હોય તેવું લાગે.
- જેસિકાની હત્યા બાદ મિતેશે ઇમરજન્સી નંબર પર કોલ કરીને મદદ પણ માંગી હતી. પોલીસને મિતેશે જણાવ્યું કે, તે જ્યારે ઘરે પહોંચ્યો તો જેસિકા બેભાન અવસ્થામાં હતી.
- કોર્ટમાં ઇમરજન્સી નંબર પર કરવામાં આવેલા કોલનું રેકોર્ડિંગ પણ સાંભળવામાં આવ્યું. સાથે જ આખી ઘટનાને અલગ અલગ પ્રકારે ડેમોન્સ્ટ્રેટ કરીને પણ જોવામાં આવી.
- કોર્ટમાં દર્શાવવામાં આવ્યું કે, ટેસ્ટમાં બેગમાંથી જેસિકાના લોહી અને લાળના સેમ્પલ પણ મળ્યા છે. આ ઉપરાંત બેગ ફાટી ગઇ છે જે દર્શાવે છે કે જેસિકાએ બેગને ગળામાંથી કાઢવાની કોશિશ કરી હતી.


હત્યા અને ઇન્શ્યોરન્સની રકમ મળ્યા બાદ ઓસ્ટ્રેલિયા જવાનો હતો મિતેશ


- હત્યા પાછળનો મૂળ ઇરાદો પરિવારના રૂઢીચુસ્ત હિન્દુ નિયમોથી દૂર જવા અને ઓસ્ટ્રેલિયામાં તેના ગે બોયફ્રેન્ડ અમિત પટેલ સાથે સેટલ થવાનો હતો. તેથી તેણે જેસિકાની હત્યા કરી. જેસિકાના નામે 18 કરોડની લાઇફ ઇન્શ્યોરન્સ પોલીસી પણ મિતેશને મળવાની હતી.
- મિતેશ અને જેસિકાએ 4 વખત આઇવીએફની મદદથી ગર્ભધારણના પ્રયત્નો કર્યા હતા. ચોથી વાર પણ આઇવીએફ ઇમ્પ્લાન્ટ નિષ્ફળ થતાં મિતેશે અમિતને કહ્યું હતું કે, આપણે ગર્ભ લઇ લઇએ પછી જેસિકાની કોઇ જરૂર નથી. 'શું તું મારાં બાળકને તારાં પોતાના બાળકની માફક ઉછેરવા માટે તૈયાર છે?'
- કોર્ટમાં જેસિકા અને મિતેશના મેસેજ પણ રજૂ કરવામાં આવ્યા. જેમાં જેસિકાએ આઇવીએફ નિષ્ફળ થવા અને મિતેશના અન્ય પુરૂષો સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો છે.
- કેટલાંક કિસ્સાઓમાં મિતેશ તેના ગે પાર્ટનરને ઘરે લાવતો હતો અને ઘરના સ્પેર રૂમમાં શારીરિક સંબંધો બાંધતો હતો.
- મિતેશ રોજ તેના બોયફ્રેન્ડ સાથે ગ્રાઇન્ડર એપ પર વાતો કરતો હતો. ઓસ્ટ્રેલિયામાં રહેતા ડો. અમિતને મિતેશ પ્રિન્સના નામે બોલવતો હતો. મિતેશ તેના ફાર્મસી સ્ટોરના કર્મચારીઓ સામે પણ અમિત સાથે વાત કરતો હતો.


ગૂગલમાં હત્યા અને ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટી પણ સર્ચ કરી

- મિતેશે ગૂગલમાં -
1. 3 એમએમ ઇન્સ્યુલિન વ્યક્તિને મારી શકે?
2. શું મને અન્ય વ્યક્તિની જરૂર પડશે?
3. કોઇને મારી નાખવા માટે કેટલાં મીથાડોનની જરૂર પડે છે? 4. હિન્દુ મહિલાના અંતિમ સંસ્કાર જેવા વિષયો પણ સર્ચ કર્યુ હતું.
- આ ઉપરાંત તેણે ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટી રેન્ટ કે વેચાણ માટે છે તે પણ સર્ચ કર્યુ હતું.
- કોર્ટમાં મિતેશે કહ્યું કે, મારે જેસિકા સાથે લગ્ન કરવા નહતા. મને પોતાને ખબર નથી કે, હું શું અનુભવી રહ્યો છું. એક એશિયન ગે મેન તરીકે મારે દુનિયાની સામે આવવું નહતું. મેં જેસિકા સાથે લગ્ન કર્યા અને તેના તમામ સપનાંઓ લગ્નના પહેલાં દિવસથી જ તૂટી ગયા.

X
Pharmasist killed his wife for want to live with gay in australia
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App