શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ઇસ્ટ આફ્રિકામાં ભવ્ય સ્વાગત

Divyabhaskar.com

Dec 02, 2018, 10:54 PM IST
shree purshotampriydasji great reception in East Africa
shree purshotampriydasji great reception in East Africa
shree purshotampriydasji great reception in East Africa
shree purshotampriydasji great reception in East Africa

નૈરોબી: ઈસ્ટ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના પાટનગર નૈરોબીમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળ સહ પધાર્યા છે. સવા બે માસ પર્યંત પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોના વિવિધ મહાનગરોમાં તેઓશ્રીનું અધ્યાત્મસભર પાવનકારી વિચરણ રહેશે.

ભારત રાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ હવાઈમથકેથી કેન્યા એરવેઝમાં બિરાજમાન થઇ નૈરોબી જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઉતરાણ કર્યું હતું. અહીં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, નાઈરોબીના અગ્રણી હરિભક્તોએ હવાઈ જહાજના દ્વાર સુધી આવી આચાર્ય સ્વામીજી મહારાજનું પુષ્પહાર ધારણ કરાવી પ્રેમાનંદથી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. ત્યાંથી શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી એસ્કોર્ટ પોલીસ સેવામાં રહ્યા હતા.

મંદિર પધારતાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ સ્યંદન – રથમાં બિરાજમાન થયા હતા. વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સ્કોટીશ પાઈપ બેન્ડ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે મધુર સૂરાવલી રેલાવી હતી. સંતો-હરિભક્તો સહ મંદિરના ગર્ભગૃહમાં પધાર્યા હતા. મનોરમ્ય સજાવટ કરેલ જાજમ પર ચાલતા ચાલતા સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમીપ સિંહાસનમાં પધાર્યા હતા. અહીં બેન્ડે સલામી આપી હતી. અને નાના નાના ભૂલકાઓએ સ્વાગત ભક્તિ નૃત્ય રજુ કરી પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ સ્વાગત કેક કટિંગ, વિડીઓ દર્શન, ભેટણ લીલા, પ્રસાદ વગેરે કાર્યક્રમો યોજાયા હતા.

વધુ માહિતી માટે આગળ વાંચો.... નૈરોબીમાં યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાનો ૨૧૧ મો ભાગવતી મહદિક્ષા દિન ઊજવાયો.

X
shree purshotampriydasji great reception in East Africa
shree purshotampriydasji great reception in East Africa
shree purshotampriydasji great reception in East Africa
shree purshotampriydasji great reception in East Africa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી