• Home
  • NRG
  • Africa
  • Kits were distributed to African children in the Sahajanand Feeding Center Mombasa

સેવા/ સહજાનંદ ફીડીંગ સેન્ટર મોમ્બાસામાં આફ્રિકન બાળકોને કીટ વિતરણ કરાઈ

Kits were distributed to African children in the Sahajanand Feeding Center Mombasa

divyabhaskar.com

Dec 12, 2018, 10:47 PM IST
એન.આર.જી ડેસ્ક: કેન્યાના મોમ્બાસા શહેર પાસે આવેલા મ્વત્વાપા સીટી પાસે પ્રેમજી ફાર્મમાં આવેલ સહજાનંદ ફીડીંગ સેન્ટરમાં મૂળ કચ્છના હાલ મોમ્બાસામાં વસતા શ્રી હસમુખભાઈ ભુડિયાને ત્યાં સેવામૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પધાર્યા હતા.સહજાનંદ ફીડીંગ સેન્ટર દ્વારા સતત એક વર્ષથી દર રવિવારે હજારો બાળકોને એક અઠવાડિયું ચાલે તેવો પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે.શરૂઆતમાં 7000 બાળકોથી લઈને અત્યારે 10,500 જેટલા બાળકો આ લાભ મેળવે છે.આ ઉપરાંત ભુડિયા પરિવાર દર મહીને બે કરોડ શિવલિંગની સેવા કરે છે તથા 200 કરતા વધારે માણસોનો સ્ટાફ રાખી શ્રી સહજાનંદ સ્પેશ્યલ સ્કૂલમાં એક હજાર ઉપરાંત અંધ, અપંગ, રેડીયેશનને લીધે શારીરિક વિકાસ નહિ પામેલા, મા-બાપથી તરછોડાયેલા એક હજાર ઉપરાંત દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવે છે.જેમની સેવાની નોંધ યુનો લેવલે પણ લેવાતા ભુડિયા પરિવારે વિદેશની ધરતી પર ભારતનું ગૌરવ વધાર્યું છે.
X
Kits were distributed to African children in the Sahajanand Feeding Center Mombasa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી