• Home
  • NRG
  • Africa
  • In the Mombasa, Shri Harikrishna Maharaj was inaugurated in the Panchmriti Sea

ભકિત/ મોમ્બાસામાં શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃત સમુદ્ર સ્નાન કરાવાયું

In the Mombasa, Shri Harikrishna Maharaj was inaugurated in the Panchmriti Sea

divyabhaskar.com

Dec 12, 2018, 10:50 PM IST
એન.આર.જી. ડેસ્ક: આફ્રિકાના કેન્યામાં આવેલા મોમ્બાસા બંદરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ હરિભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી એક અઠવાડિયાના સત્સંગ પ્રચારાર્થે સંતો-ભક્તો સાથે પધાર્યા હતા.આ દરમિયાન અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પરાયાણો, બાળકો અને બાલિકાઓના ભક્તિ નૃત્યો,મહિમાગાન, એકાદશી ઓચ્છવ, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીમહારાજના આશીર્વાદ, શ્રી સદગુરુ દિન, રાસોત્સવ, શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી અભિષેક, સમુદ્ર સ્નાન જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાયેલ હતાં.જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિને પ્રત્યક્ષ અને પ્રગટનો મહિમા સમજી સંસ્કાર ભાસ્કર આચાર્ય સ્વામીજી મહારાજે પંચામૃતથી સ્નાન કરાવ્યું હતું અને સંતો-ભક્તોએ પણ અણમોલા અવસરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને સ્નાન કરાવ્યું હતું. દેશી વિદેશીઓ દર્શન આદિથી અભિભૂત બન્યા હતા.
X
In the Mombasa, Shri Harikrishna Maharaj was inaugurated in the Panchmriti Sea
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી