Home » NRG » Africa » Swamiji was welcomed at the airport at Mombasa

મોમ્બાસાના પૂર્વ મેયર, સાંસદ, એરપોર્ટ અધિકારીઓએ ઉષ્માભર્યા આવકારથી બોલ્યા: Swamibapa Karibu Mombasa

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 08:44 PM

કેન્યા રાષ્ટ્ર દિનપ્રતિદિન વિકાસ સાધે અને આબાદી વધે તેવા આશિષ અર્પ્યા

  • Swamiji was welcomed at the airport at Mombasa

    આફ્રિકા: મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ હાલમાં સત્સંગ પ્રચારાર્થે ઇસ્ટ આફ્રિકામાં કેન્યા રાષ્ટ્રમાં વિચરણ કરી રહ્યા છે. બે –ત્રણ દિવસના નૈરોબીમાં અધ્યાત્મ વિચરણ બાદ હાલમાં તેઓ હિન્દ મહાસાગરના તટે વસેલા મોમ્બાસામાં બિરાજમાન છે. નૈરોબી, જોમો કેન્યાટા ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ જહાજમાં બિરાજમાન થઇ મોમ્બાસા મોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કર્યું ત્યારે એરપોર્ટ અધિકારીઓએ તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું. Ex મેયર બે હાથ જોડી નમસ્કાર કરી બોલ્યાઃ Swamibapa Karibu Mombasa…

    વીઆઈપી લોન્ચમાં પધારી મહાનુભાવોને દર્શન અને આશીર્વાદ બક્ષ્યા હતા અને મીડિયા તથા પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું કે, કેન્યા રાષ્ટ્ર દિનપ્રતિદિન વિકાસ સાધે અને આબાદી વધે તેવા આશિષ અર્પ્યા હતા. મોમ્બાસા એરપોર્ટથી જ્યાં ઉતારો હતો ત્યાં સુધી પોલીસ એસ્કોર્ટ સેવામાં હાજર રહી હતી. અહીં પણ મોમ્બાસાના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આચાર્ય સ્વામીજી મહારાજનું સ્વાગત કર્યું હતું સાંજે સંધ્યા આરતી બાદ કીર્તનભક્તિ, કથાવાર્તા બાદ બાળકો અને બાલિકાઓએ સ્વાગત નૃત્ય કર્યું હતું. અને એકાદશીનો ઉત્સવ પણ કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ