Home » NRG » Africa » First Lady Margaret Kenyatta, was a special guest at the event

કેન્યામાં યોજાઇ મોરારીબાપુની રામકથા, ભૂખ્યાજનો માટે 1 મિનિટમાં 1 કરોડનું દાન

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 06:11 PM

મોરારી બાપુની રામકથાનું આયોજન નૌરોબીમાં આવેલા એસએસડી મંદિરમાં થયું હતું

 • First Lady Margaret Kenyatta, was a special guest at the event
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પૂજ્ય શ્રી મોરારી બાપુ કેન્યાના ફર્સ્ટ લેડી માર્ગારેટ કેન્યાતા સાથે

  એનઆરજી ડેસ્કઃ ઇસ્ટ આફ્રિકામાં આવેલા કેન્યાની રાજધાની નૈરોબીમાં પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન થયું હતું. આ કથાના યજમાન મૂળ ગુજરાતી કૌશિકભાઇ માણેક હતા. કથા દરમિયાન મોરારી બાપુએ યજમાનને પુછ્યું કે, અહીં કોઇ એવો વિસ્તાર છે. જ્યાં લોકોને અન્ન મળતું ન હોય? કૌશિકભાઇએ કહ્યું હા, એવા કેટલાંક વિસ્તારો છે. જવાબ સાંભળીને બારુએ કથાના પ્રારંભમાં કેન્યાના વંચિતોને મદદ કરવા માટે હાકલ કરતા એક જ મિનિટમાં એક કરોડ જેટલી રકમ એકઠી થઇ ગઇ હતી. આ રકમનો ઉપયોગ ભૂખ્યાને અન્ન આપવા માટે થશે.

  એસએસડી ટેમ્પલમાં થયું કથાનું આયોજન


  - ઉલ્લેખનીય છે કે, મોરારી બાપુની રામકથાનું આયોજન નૌરોબીમાં આવેલા એસએસડી મંદિરમાં થયું હતું.
  - આ કથા 24 ફેબ્રુઆરીએ સવારે 9.30 વાગ્યાથી શરૂ થઇ હતી. જેનું સમાપન ગઇકાલે રવિવારે 4 માર્ચના રોજ સાંજે 7 વાગ્યે થયું હતું.


  મોરારીબાપુએ પાઠવ્યા કેન્યાના રહેવાસીઓને અભિનંદન

  - આ રામકથામાં કેન્યાના ફર્સ્ટ લેડી માર્ગારેટ કેન્યાતાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેઓએ કથાની શરૂઆત દીપ પ્રગટાવી કરી હતી.
  - ગણતરીની મિનિટોમાં જ આટલું ફંડ એકઠું થયા બાદ મોરારી બાપુએ કહ્યું કે, 'કેન્યાનો કોઇ પણ વ્યક્તિ ભૂખ્યો ના સૂવો જોઇએ. આ માત્ર અહીંની ગવર્મેન્ટની જ નહીં પરંતુ અહીં વસતા દરેક નાગરિકની જવાબદારી છે.'
  - મોરારીબાપુની આ પહેલને ફર્સ્ટ લેડી માર્ગારેટે પણ બિરદાવી હતી.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કથાના ભક્તિમય માહોલની તસવીરો...

 • First Lady Margaret Kenyatta, was a special guest at the event
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  રામકથામાં અન્ય ગુજરાતીઓ સાથે ઝૂમ્યા કેન્યાના ફર્સ્ટ લેડી
 • First Lady Margaret Kenyatta, was a special guest at the event
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પૂજ્ય શ્રી મોરારી બાપુ કેન્યાના ફર્સ્ટ લેડી માર્ગારેટ કેન્યાતા અને યજમાનો સાથે
 • First Lady Margaret Kenyatta, was a special guest at the event
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મોરારીબાપુની આ પહેલને ફર્સ્ટ લેડી માર્ગારેટે પણ બિરદાવી હતી.
 • First Lady Margaret Kenyatta, was a special guest at the event
  ગણતરીની મિનિટોમાં જ આટલું ફંડ એકઠું થયા બાદ મોરારી બાપુએ કહ્યું કે, કેન્યાનો કોઇ પણ વ્યક્તિ ભૂખ્યો ના સૂવો જોઇએ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ