• Home
  • NRG
  • Africa
  • Non-resident Gujaratis Kenya, drain their cash to avoid penalty

કચ્છમાં જમા કરાવેલા પૈસા કેન્યા લઇ જઇ રહ્યા છે ગુજરાતી, 2017થી અત્યાર સુધી 1000 કરોડનો ઉપાડ

મોટાંભાગની રકમ ભૂજ અને માંડવી તાલુકામાંથી ઉપાડવામાં આવી છે.

divyabhaskar.com | Updated - Sep 09, 2018, 06:53 PM
કેન્યા સરકારે હાલમાં જ એક નિયમ જાહેર કર્યો છે જે અનુસાર, તમામ કરદાતાઓને વિદેશોમાં જમા પોતાના ધનને જાહેર કરવું અનિવાર્ય છે. (ફાઇલ)
કેન્યા સરકારે હાલમાં જ એક નિયમ જાહેર કર્યો છે જે અનુસાર, તમામ કરદાતાઓને વિદેશોમાં જમા પોતાના ધનને જાહેર કરવું અનિવાર્ય છે. (ફાઇલ)

એનઆરજી ડેસ્કઃ કેન્યામાં વસતા પ્રવાસી ગુજરાતી કચ્છની બેંકોમાં જમા પોતાના પૈસા મોટી સંખ્યામાં કાઢી રહ્યા છે. અત્યાર સુધી કરોડો રૂપિટા આ બેંકોમાંથી કાઢીને કેન્યા લઇ જઇ રહ્યા છે. અહીં વસતા ગુજરાતીઓને ડર છે કે, કેન્યાની બહાર જમા તેમની રકમ પર વ્યાજ અને પેનલ્ટી લાગશે. એપ્રિલથી જૂન 2018ની વચ્ચે જ અંદાજિત 430 કરોડ રૂપિયા આ બેંકોમાંથી કાઢવામાં આવ્યા છે. કચ્છની બેંકોમાં એનઆરજી (નોન રેસિડન્ટ ગુજરાતી)ના જમા કરાયેલા પૈસા જૂનમાં ઘટીને 11,872 કરોડ રૂપિયા રહી ગયા છે. જે આ પહેલાની ત્રિમાસિકમાં 12,302 કરોડ રૂપિયા હતા. આ આંકડા સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીએ જાહેર કર્યા છે.

2017થી અત્યાર સુધી 1000 કરોડ રૂપિયા ખાલી


- હાલના બેંક અધિકારીઓ અને ટેક્સ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2017થી અત્યાર સુધી અંદાજિત 1000 કરોડ રૂપિયાથી વધુની રકમ કાઢવામાં આવી છે.
- મોટાંભાગની રકમ ભૂજ અને માંડવી તાલુકામાંથી કાઢવામાં આવી છે, અહીં સૌથી વધુ એવા એનઆરઆઇ ગુજરાતી છે જેઓ કેન્યામાં રહે છે.

કેન્યા સરકારે વિદેશોમાં જમા ધન જાહેર કરવાનું આપ્યું ફરમાન


- હકીકતમાં, કેન્યા સરકારે હાલમાં જ એક નિયમ જાહેર કર્યો છે જે અનુસાર, તમામ કરદાતાઓને વિદેશોમાં જમા પોતાના ધનને જાહેર કરવું અનિવાર્ય છે.
- આ માટે એક તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને આ તારીખ બાક પણ આવક જાહેર કરવામાં આવશે તો તેની ઉપર પેનલ્ટી અને ટેક્સ લાગશે.
- એસએલબીસી ગુજરાતના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (કચ્છ) સંજય સિન્હાએ જણાવ્યું કે, પહેલાં આ ડેડલાઇન 30 જૂન, 2018 હતી જેને લંબાવીને હવે 31 ડિસેમ્બર 2018 કરી દેવામાં આવી છે.

X
કેન્યા સરકારે હાલમાં જ એક નિયમ જાહેર કર્યો છે જે અનુસાર, તમામ કરદાતાઓને વિદેશોમાં જમા પોતાના ધનને જાહેર કરવું અનિવાર્ય છે. (ફાઇલ)કેન્યા સરકારે હાલમાં જ એક નિયમ જાહેર કર્યો છે જે અનુસાર, તમામ કરદાતાઓને વિદેશોમાં જમા પોતાના ધનને જાહેર કરવું અનિવાર્ય છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App