200 કરોડના ખર્ચે થયું છે આ સ્વામિનારાયણ મંદિર, છે આફ્રિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર

ભારત સહિત ૨૨ દેશના સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોની ઉપસ્થિતિમાં નવદિવસીય મહોત્સવની ઉજવણી થઈ હતી

divyabhaskar.com | Updated - Feb 17, 2018, 01:03 PM
Narnarayandev nutan temple nairobi Africas
એનઆરજીડેસ્કઃ વિશ્વભરના દેશોમાં વ્યવસાય તથા રોજગાર અર્થે સ્થાઈ થયેલા હિન્દુ સમાજના લોકો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તેવા હેતુ સાથે આફ્રિકા ખંડના સૌથી મોટા હિન્દુ મંદિરની સ્થાપના કેન્યાના નૈરોબીના લંગાટા વિસ્તારમાં કરવામાં આવી છે. 2016માં 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ મંદિરનું 22 દેશના 20 હજારથી વધુ હિન્દુ લોકોની હાજરીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Narnarayandev nutan temple nairobi Africas
આવો હતો કાર્યક્રમ

- 200 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું આ નરનારાયણદેવ નુતન મંદિરના નવદિવસીય મહોત્સવનો પ્રારંભ પોથીયાત્રા સાથે કરવામાં આવ્યો હતો.
- આ ઉત્સવના ચોથા દિવસે નીજ મંદિરમાં સહજાનંદ સ્વામી, રાધા કૃષ્ણ, નરનારાયણ, હનુમાનજી, ગણપતિ સહિતના દેવોની પ્રતિષ્ઠા આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવી હતી.
Narnarayandev nutan temple nairobi Africas

- સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ ધ્વજારોહણ, આરતી, પંચામૃત અભિષેક બાદ ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
- નૈરોબીમાં લંગાટા વિસ્તારમાં કથા, સંતોના આશીર્વચન, ધૂન, દાતાઓના સન્માન, રાસોત્સવ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

Narnarayandev nutan temple nairobi Africas
આ હતું આકર્ષણ

- આ મહોત્સવમાં વ્યસનમુક્તિ અભિયાન, સત્સંગ પરિવાર, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રદર્શનીએ પણ આકર્ષણ જમાવ્યું હતું.
- જેના વિશે વક્તા શાસ્ત્રીસ્વામીએ ભાવિકજનોને માહિતીગાર કર્યા હતા. 
Narnarayandev nutan temple nairobi Africas

- મહોત્સવનું સમાપન 20 જેટલા સુશોભિત ફ્લોટ્સ, બાઈકો, ભારતીય ભજન મંડળીઓ દ્વારા આકર્ષક રીતે કરવામાં આવ્યું હતું.

X
Narnarayandev nutan temple nairobi Africas
Narnarayandev nutan temple nairobi Africas
Narnarayandev nutan temple nairobi Africas
Narnarayandev nutan temple nairobi Africas
Narnarayandev nutan temple nairobi Africas
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App