Divya Bhaskar

Home » NRG » Africa » The Guptas and their links to South Africa Jacob Zuma

ક્યારેક સાઉથ આફ્રિકામાં વાગતો હતો આ ભારતીયનો ડંકો, આજે પાઇ-પાઇ માટે તરસે છે

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 11:10 AM

દક્ષિણ આફ્રિકાની બધી મોટી બેન્કો અને બેન્ક ઓફ ચાઇનાએ ગુપ્તા ફેમિલી સાથે પોતાનો સંબંધ તોડી નાંખ્યો છે

  • The Guptas and their links to South Africa Jacob Zuma
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના મોટા બિઝનેસમેનોમાં સામેલ ગુપ્તા ફેમિલી આજે આકાશમાંથી ધરતી પર આવી ચુકી છે. ક્યારેક દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ જુમાના ખાસ ગણાતા ત્રણ ગુપ્તા બ્રધર્સની કંપનીઓના ખાતાને ત્યાંની બેન્કોએ બંધ કરી દીધા છે. હાલત એવી થઇ ગઇ છે કે અબજોના માલિક ગુપ્તા ફેમિલી પોતાના 8000 કર્મચારીઓને પગાર પણ નથી ચૂકવી શકતી. ગુપ્તા ફેમિલી પર આરોપ છે કે જેકબ જુમાની સાથેના પર્સનલ સંબંધોને ફાયદો ઉઠાવીને તેમણે આ સંપત્તિ ભેગી કરી છે. મહત્વનું છે કે આ ફેમિલીના અતુલ ગુપ્તા દક્ષિણ આફ્રિકાના 7માં સૌથી અમીર શખ્સ છે.
  • The Guptas and their links to South Africa Jacob Zuma
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    છેવટે કોણ છે ગુપ્તા ફેમિલી 


    ગુપ્તા ફેમિલી મૂળ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાની છે. તેઓ 1993માં ભારતથી સાઉથ આફ્રિકા ગયા હતા. ઘણાં જ ઓછા સમયમાં ફેમિલીએ તેમનો ધંધો એવી રીતે વધાર્યો કે આફ્રિકામાં તેમનો જ સિક્કો ચાલવા લાગ્યો. ગુપ્તા ફેમિલીમાં 4 ભાઇ છે જેમના નામ અજય ગુપ્તા, અતુલ ગુપ્તા અને રાજેશ ગુપ્તા એટલે કે ટોની છે. આ ઉપરાંત,  તેમના એક કાકાના દિકરા વરૂણ ગુપ્તા પણ આમાં સામેલ છે. તેમનો સાઉથ આફ્રિકામાં કોમ્યુટરનો બિઝનેસ છે, આ ઉપરાંત માઇનિંગ અને મીડિયા સાથે જોડાયેલો કારોબાર છે. સહારા ગ્રુપ (સાઉથ આફ્રિકા) ના નામથી આ ફેમિલી કારોબાર કરે છે, જેમાં સહારા કોમ્પ્યુટર પણ સામેલ છે. 

  • The Guptas and their links to South Africa Jacob Zuma
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    અબજોના છે માલિક 


    ગુપ્તા ફેમિલી અબજો રૂપિયાની સંપત્તિની માલિક છે. વર્ષ 2016ના જોહાનિસબર્ગ સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસાર અતુલ ગુપ્તા દક્ષિણ આફ્રિકામાં સાતમાં સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 5026 કરોડ રૂપિયા છે. આ ફેમિલી સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રહે છે. 

  • The Guptas and their links to South Africa Jacob Zuma
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    પ્રેસિડેન્ટના પરિવારને પણ રાખ્યા છે કામ પર 


    ગુપ્તા ફેમિલીને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ જુમાની ઘણી જ નજીક માનવામાં આવે છે. ત્યાં સુધી કે આ પરિવાર જુમા ફેમિલીના સભ્યોને નોકરી પણ આપી ચૂક્યો છે. જેકબ જુમાની વાઇફ બોન્ગી જેમા ગુપ્તા પરિવારની એક ફર્મ જેઆઇસી માઇનિંગ સર્વિસિઝમાં કોમ્યુનિકેશન ઓફિસર તરીકે કામ કરી ચુકી છે. જુમાની પુત્રી ડુડુજીલ સહારા કોમ્યુટરમાં ડાયરેક્ટર રહી ચુકી છે. જુમાનો પુત્ર ડૂડૂજેન પણ ગુપ્તાની એક ફર્મમાં ડાયરેક્ટર હતો. 

  • The Guptas and their links to South Africa Jacob Zuma
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કેવી રીતે આવ્યા મુશ્કેલીમાં 


    ગુપ્તા પરિવાર પર આરોપ છે કે માર્ચ 2015માં ફેમિલીના એક સભ્યને મિનિસ્ટરની પોસ્ટ ઓફર કરવામાં આવી હતી. આ અંગે આ ફેમિલીના અનેક ઇ-મેલ પણ લીક થઇ ચૂક્યા છે. જુમા સાથેના સંબંધોનો ફાયદો આ પરિવારે પોતાના બિઝનેસને પ્રમોટ કરવામાં કર્યો તેવો પણ આરોપ છે. ગુપ્તા પરિવારને એવી અનેક સુવિધાઓ મળી જે એક રાજકારણીને મળે છે.  

  • The Guptas and their links to South Africa Jacob Zuma
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મોટી બેન્કો રહી દૂર

     
    દક્ષિણ આફ્રિકાની બધી મોટી બેન્કો અને બેન્ક ઓફ ચાઇનાએ ગુપ્તા ફેમિલી સાથે પોતાનો સંબંધ તોડી નાંખ્યો છે. દક્ષિણ આફ્રિકાની ચાર મોટી બેન્ક એબીએસએ, એફએનબી, સ્ટાન્ડર્ડ અને નેડબેન્કે માર્ચ 2016માં ગુપ્તા પરિવારને જણાવી દીધું હતુ  કે હવે તેમને અને તેમની સહાયક કંપનીઓને બેંકિંગ સુવિધાઓ નહીં મળે. જુલાઇ સુધી ગુપ્તા પરિવાર દક્ષિણ આફ્રિકાની બે બેન્કો- બેન્ક ઓફ ચાઇન અને બેન્ક ઓફ બરોડા દ્ધારા જ કામ કરતા હતા. બીઓબીએ ગુપ્તા ફેમિલીને નોટિસ આપી હતી કે તે સપ્ટેમ્બરના અંત સુધી તેમની કંપનીઓના બધા એકાઉન્ટ બંધ કરી દેશે. જો કે કોર્ટે હમણાં બીઓબીને ગુપ્તા ફેમિલીના એકાઉન્ટ ક્લોઝ ન કરવા કહ્યું છે.

  • The Guptas and their links to South Africa Jacob Zuma

    વેચાઇ ચુકી છે ઘણી કંપનીઓ 


    ઓગસ્ટમાં ગુપ્તા પરિવારે પોતાના ઓકબે અને બીજી કંપનીઓ પર ફોર સેલનું બોર્ડ લગાવી દીધું. બે દિવસની અંદર,ગુપ્તા પરિવારની મીડિયા સંપત્તિઓ 24કલાકની સમાચાર ચેનલ એએનએન અને ન્યૂઝ પેપર ધ ન્યૂઝ એજ પૂર્વ સરકારના પ્રવક્તા મજવનેલે 3 કરોડ ડોલરમાં ખરીદી લીધી. માન્યીને રાષ્ટ્રપતિ જુમાના સમર્થક માનવામાં આવે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending