આફ્રિકામાં હસ્તરેખા વાંચી બિઝનેસ ટાયકૂન બન્યા હળવદના આ પૂજારી, 4400crના છે માલિક

divyabhaskar.com

Aug 14, 2018, 04:00 PM IST
નરેન્દ્ર રાવલને સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી રહેવા દરમિયાન તમામ લોકોએ તેઓને ગુરૂની ઉપાધિ આપી હતી (ફાઇલ)
નરેન્દ્ર રાવલને સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી રહેવા દરમિયાન તમામ લોકોએ તેઓને ગુરૂની ઉપાધિ આપી હતી (ફાઇલ)

એનઆરજી ડેસ્કઃ ભૂજના સ્વામિનારાયણ મંદિરમાં પૂજારીથી લઇ 65 કરોડ ડોલરનો બિઝનેસ ઉભો કરનાર ગુજરાતી બિઝનેસમેન નરેન્દ્ર રાવલ આફ્રિકામાં અનેક લોકો માટે ગુરૂ સમાન છે. નરેન્દ્ર રાવલ કેન્યાના પ્રેસિડન્ટ્સ અને સમાજના અન્ય જાણીતા લોકો માટે હસ્તરેખા અને જ્યોતિષના નિષ્ણાત તરીકે કામ કરે છે. નરેન્દ્ર રાવલ મૂળ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામના રહેવાસી છે. આજે 4400 કરોડની નેટવર્થ ધરાવતા નરેન્દ્ર રાવલની સામાજિક ક્ષેત્રે કામગીરી પણ બિરદાવવા લાયક છે.


આવી રીતે કેન્યા સાથેના સંબંધોની થઇ શરૂઆત


- રાવલે દેવકી ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન તરીકે ખ્યાતિ મેળવી. તેઓનો સ્ટીલ અને સિમેન્ટનો કારોબાર અનેક આફ્રિકન દેશોમાં ફેલાયેલો છે.
- નરેન્દ્ર રાવલે હાલમાં જ કેન્યામાં પોતાની આત્મકથા 'ગુરૂ અ લોન્ગ વૉક ટુ સક્સેસ' લૉન્ચ કરી તેઓએ જણાવ્યું કે, વર્ષ 1983માં કેન્યાના તત્કાલિન પ્રેસિડન્ટ ડેનિયલ અરપ મોઇની સાથે નાકુરૂમાં મુલાકાત સૌભાગ્યની વાત છે.
- અહીંથી જ કેન્યા સાથેના તેમના સંબંધોની શરૂઆત થઇ.


પ્રેસિડન્ટના રાજકીય સલાહકાર બન્યા


- નરેન્દ્ર રાવલે કહ્યું, મેં પ્રેસિડન્ટને મારી રૂચિ હસ્તરેખા અને જ્યોતિષમાં હોવાનું જણાવ્યું અને તેઓએ સ્ટેટ હાઉસમાં આવવાનું મને આમંત્રણ આપ્યું.
- સમય પસાર થતાં હું પ્રેસિડન્ટ મોઇ અને કિબકીનો રાજકીય સલાહકાર બની ગયો. પ્રેસિડન્ટ મોઇની સાથે મારાં નજીકના સંબંધોના કારણે હું અનેક મહાન નેતાઓને મળી શક્યો.
- મેં તંજાનિયા અને કાંગોના પ્રેસિડન્ટ્સને પણ સફળતાપૂર્વક સલાહ આપી છે. આ ઉપરાંત રાવલે અનેક યુરોપિયન દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પણ સલાહ આપી છે.
- તેઓએ કહ્યું કે, તમામ આફ્રિકન દેશોની ભવિષ્યને જોવાની પોતાની અલગ-અલગ રીત છે, પરંતુ ભારતીય જ્યોતિષમાં વિશ્વાસ અને સટીક ભવિષ્યવાણીએ તેઓને રાજનેતાઓમાં લોકપ્રિય બનાવી દીધા.
- આ આત્મકથાની પ્રસ્તાવના કેન્યાના હાલના પ્રેસિડન્ટ ઉહૂરુ કેન્યત્તાએ લખી છે જે રાવલને પોતાના મિત્ર ગણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના આત્મકથા માટે તેઓને સંદેશ મોકલાવ્યો છે.


વર્ષ 1982માં પહોંચ્યા હતા કેન્યા


- નરેન્દ્ર રાવલને સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી રહેવા દરમિયાન તમામ લોકોએ તેઓને ગુરૂની ઉપાધિ આપી હતી.
- વર્ષ 1982માં તેઓ હરિયાળીની શોધમાં ગુજરાત પહોંચ્યા હતા. હાલમાં તેમની દેવકી ગ્રુપ ઓફ કંપનીઝમાં 5 હજાર કર્મચારીઓ કામ કરે છે.
- તેઓને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યા છે. ફોર્બ્સ મેગેઝીને તેઓને આફ્રિકાના સૌથી ધનિક લોકોમાં સામેલ કર્યા છે.
- રાવલે કહ્યું કે, હું આને સૌભાગ્ય કહીશ, મેં હસ્તરેખા અથવા જ્યોતિષ અને ધાર્મિક ક્રિયાઓ માટે ક્યારેય પૈસા નથી લીધા.
- મેં ત્રણ દાયકા પહેલાં કેન્યાની એક સ્ટીલ ફેક્ટરીમાં એક વર્કર તરીકે કામ શરૂ કર્યુ. એક સમયે મારી અને મારી પત્નીની ઇચ્છા હતી કે, એક દુકાન હોવી જોઇએ.
- નરેન્દ્ર રાવલે કહ્યું કે, જીવનના આ સફરમાં તેઓએ અનેક ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે.

X
નરેન્દ્ર રાવલને સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી રહેવા દરમિયાન તમામ લોકોએ તેઓને ગુરૂની ઉપાધિ આપી હતી (ફાઇલ)નરેન્દ્ર રાવલને સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી રહેવા દરમિયાન તમામ લોકોએ તેઓને ગુરૂની ઉપાધિ આપી હતી (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી