Home » NRG » Africa » સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time

ગુજરાતીએ વિદેશમાં 60cr. ના ખર્ચે બનાવ્યો આઇલેન્ડ, હનીમૂન+ બિઝનેસ મીટિંગ માટે બેસ્ટ

Divyabhaskar.com | Updated - May 10, 2018, 08:21 PM

રિસોર્ટની શરૂઆતમાં જ પૂલ રોલ્સ, તેમાં વ્હાઇટ બોટ્સ અને ચારેતરફ ગ્રીનરી કોઇ પણ પ્રવાસીને અહીં કાયમ માટે રોકાઇ જવા

 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  અંદાજિત 60 કરોડના ખર્ચ 5 વર્ષની મહેનત બાદ આ રિસોર્ટ બનાવ્યો છે.

  એનઆરજી ડેસ્કઃ ઇસ્ટ આફ્રિકામાં આવેલી સેશેલ્સ કન્ટ્રીમાં તમે જ્યાં નજર કરશો ત્યાં તમને મનમોહક આઇલેન્ડ્સ અને સંમોહિત કરી દેનારા કુદરતી દ્રશ્યો જોવા મળશે. આ કન્ટ્રીમાં જેએ એનચાન્ટેડ આઇલેન્ડ રિસોર્ટ પણ તેમાંથી એક છે. રિસોર્ટની શરૂઆતમાં જ પૂલ રોલ્સ, તેમાં વ્હાઇટ બોટ્સ અને ચારેતરફ ગ્રીનરી કોઇ પણ પ્રવાસીને અહીં કાયમ માટે રોકાઇ જવા માટે મજબૂર કરી દે તેવી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, 6.7 એકરમાં ફેલાયેલા આ રિસોર્ટને એક ગુજરાતીએ બનાવ્યું છે.

  સીએનો અભ્યાસ છોડી બનાવ્યું રિસોર્ટ

  - આ આઇલેન્ડના મૂળ માલિક છે સુનિલ શાહ. જન્મે ગુજરાતી સુનિલ શાહનો પરિવાર હાલ દિલ્હીમાં રહે છે. સુનિલના જન્મ બાદ તેઓનો પરિવાર સેશેલ્સમાં આવીને વસ્યો.
  - ગુજરાતી પરંપરા અનુસાર, સુનિલ શાહ સીએનો અભ્યાસ પૂર્ણ કરી તેઓના પિતાના બિઝનેસમાં જોડાઇ જવાના હતા. પરંતુ એક દિવસ સુનિલને થયું કે તેઓ માત્ર સીએ કરવા કે બિઝનેસ જોઇન કરવા ઇચ્છતા નથી.
  - સુનિલ કહે છે કે, મને બાળપણથી જ આર્ટ, આર્કિટેક, નેચરલ લેન્ડસ્કેપમાં રસ હતો. મારે સુંદર સ્થળે જઇને તેને મારાં વિચારો અનુસાર ઓપ આપી સિમ્પલ જીવન પસાર કરવું હતું.
  - સુનિલના દાદા જીએમ ભૂટા 1940-50માં પોતાના આર્કિટેક માટે વખણાતા હતા. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે ઉપરાંત દિલ્હીના રાજઘાટમાં પોતાના આર્કિટેક્ચરની કળાથી જાણીતા હતા.
  - સુનિલે કહ્યું કે, મારાં દાદાને યાદ કરતાં મને લાગ્યું કે, ક્રિએટિવિટી અમારાં લોહીમાં છે, મારે હકીકતમાં તો આ વારસાને જાળવી રાખવાનો હતો.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ રિસોર્ટની વધુ તસવીરો અને વિગતો...

 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  આ મેઇન આઇલેન્ડ સેશેલ્સમાં તેના બેસ્ટ આર્કિટેક્ચર માટે વખણાય છે

  કચ્છથી અહીં આવીને વસ્યો પરિવાર 

  - સેન્ટ એન્ને મરિન નેશનલ પાર્કથી માત્ર 10 મિનિટના આ અંતરે આવેલા આ મેઇન આઇલેન્ડ સેશેલ્સમાં તેના બેસ્ટ આર્કિટેક્ચર માટે વખણાય છે. 
  - 2013માં એનચાન્ટેડ આઇલેન્ડ રિસોર્ટે ડિસેમ્બર મહિનામાં પોતાના ફર્સ્ટ ક્લાયન્ટને આવકાર આપ્યો હતો. તેઓના ફર્સ્ટ ગેસ્ટ હોલિવૂડના ફેમસ બેન્ડ 'ધ રોલિંગ સ્ટોન્સ'ના સ્ટાર રોની વૂડ અને તેની વાઇફ સેલી હેમ્પશાયર હતા. 
  - આ આઇલેન્ડ રિસોર્ટને સેશેલ્સના ગુજરાતી પરિવારે બનાવ્યો છે. સુનિલ શાહ અને તેમના પિતા અનંત જીવણ શાહ જેઓ એજેના નામથી ઓળખાય છે. તેઓએ અંદાજિત 60 કરોડના ખર્ચ 5 વર્ષની મહેનત બાદ આ રિસોર્ટ બનાવ્યો છે. 
  - સુનિલના દાદા જીવણ શાહ સેશેલ્સમાં 1984માં કચ્છથી આવ્યા હતા. કચ્છની ભાતીગળ કારીગરી પણ તમને આ આઇલેન્ડમાં જોવા મળશે. સુનિલના પિતા એજે શાહ એન્ડ એસોશિએટ્સ બિઝનેસ ધરાવે છે. જ્યારે તેના કાકા કાન્તિલાલ જીવણ શાહ સેશેલ્સના હિસ્ટોરિયન છે. 

 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  કચ્છની ભાતીગળ કારીગરી પણ તમને આ આઇલેન્ડમાં જોવા મળશે.

  20મી સદીને રિસોર્ટમાં રાખી જીવંત 

  - સુનિલ શાહે જણાવ્યું કે, તમે મારાં રિસોર્ટમાં કેટલાંક જૂના પોસ્ટર્સ પણ જોશો. આ તમામ પોસ્ટર્સ 20મી સદીથી લઇને 1905, 1920 સુધીની થીમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. 
  - ઉપરાંત મને એન્ટીક પોસ્ટર્સ ખરીદવાનો શોખ હતો. તેથી જ આ પોસ્ટર્સને મારાં રિસોર્ટમાં સજાવવા માટે મેં ફ્રાન્સ અને સ્પેનથી તેને ખરીદ્યા છે. 

 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  6.7 એકરમાં ફેલાયેલો છે આઇલેન્ડ

  6.7 એકરમાં ફેલાયેલો છે આઇલેન્ડ 

  - અહીં દેશ-વિદેશથી આવતા મહેમાનો એ જાણીને આશ્ચર્યમાં પડી જાય છે કે, 6.7 એકરમાં ફેલાયેલો આ રિસોર્ટ કોઇ ગુજરાતીનો છે. 
  - 26 ડિસેમ્બર, 2013માં શરૂ કરાયેલા આ આઇલેન્ડમાં મિડલ ઇસ્ટ, યુરોપ, રશિયા સહિત અનેક દેશોમાંથી ક્લાયન્ટ્સ આવે છે. આ ઉપરાંત તેઓના સેલિબ્રિટી ગેસ્ટ્સ પણ ઘણાં છે. 
  - માલદીવની સરખામણીએ સેશેલ્સના બીચ અને રિસોર્ટ્સ વધુ ઓર્ગેનિક લાગે છે. અહીં તમે તમારો પ્રાઇવેટ આઇલેન્ડ ખરીદી શકો છો. આ જ કાયદાનો ફાયદો ઉઠાવીને સુનિલ શાહે પોતાનો આઇલેન્ડ ખરીદી ભવ્ય રિસોર્ટ બનાવ્યો. 
  - જેએ એનચાન્ટેડ આઇલેન્ડ રિસોર્ટમાં 10 વિલા છે. તેની સાથે પ્રાઇવેટ પ્લન્જ પૂલ, આઉટડોર શાવર અને વિવિધ પ્રકારના ભોજન ઉપલબ્ધ છે. સેશેલ્સની રાજધાની માહેથી આ આઇલેન્ડ માત્ર 15 મિનિટના અંતરે આવેલો છે. 

 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  માલદીવની સરખામણીએ સેશેલ્સના બીચ અને રિસોર્ટ્સ વધુ ઓર્ગેનિક લાગે છે.

  - આ રિસોર્ટમાં મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને દરેક નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આઇલેન્ડ પર અલગ અલગ જગ્યાએથી ટ્રાન્સપોર્ટ કરીને 20,000 જેટલાં પ્લાન્ટ્સ અને 200 જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. 
  - રિસોર્ટને 100 જેટલાં એન્ટિક ફર્નિચર અને આર્ટ વર્કથી સજાવવામાં આવ્યું છે. જેમાં સાઉથ ઇન્ડિયા સહિત 20મી સદીની ઝલક જોવા મળશે.
  - સુનિલ શાહે જણાવ્યું કે, આ સજાવટમાં 1820નું એક પોસ્ટર છે જે મારાં પર્સનલ કલેક્શનમાંથી એક છે. 
  - આ રિસોર્ટમાં ડિનર ટેબલને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. રાત્રે જ્યારે તમે ભોજન લેવા ટેબલ પર બેસો ત્યારે 180 ડિગ્રીએ દરિયાનો વ્યુ જોવા મળે છે. 

 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  સેશેલ્સતમે તમારો પ્રાઇવેટ આઇલેન્ડ ખરીદી શકો તેવા કાયદા છે
 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  જેએ એનચાન્ટેડ આઇલેન્ડ રિસોર્ટમાં 10 વિલા છે.
 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  પોસ્ટર્સ 20મી સદીથી લઇને 1905, 1920 સુધીની થીમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આ રિસોર્ટમાં મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને દરેક નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સુનિલ શાહ
 • સુનિલ શાહનો પરિવાર કચ્છથી સેશેલ્સમાં વસ્યો | Enchanted Island Resort, stepping back in time
  પિતા અનંત જીવણ શાહ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ