આફ્રિકામાં ભરૂચ જિલ્લાના વધુ એક યુવાનની હત્યા, લૂંટારૂઓએ જીવતો સળગાવ્યો

મૃતક યુવાન શોક્ત મામૂજી (ફાઇલ)
મૃતક યુવાન શોક્ત મામૂજી (ફાઇલ)

divyabhaskar.com

Sep 07, 2018, 02:40 AM IST

એનઆરજી ડેસ્કઃ આફ્રિકાના મોઝેમ્બિક દેશમાં વસતા ગુજરાતી યુવાન શોક્ત મામૂજીની હત્યા કરવામાં આવી છે. મૂળ ભરૂચના વાલિયા તાલુકાના સિલુડી ગામના યુવાન શોક્ત મામૂજીને આફ્રિકન દ્વારા પહેલાં લૂંટ લેવામાં આવ્યો. આ દરમિયાન શોક્તે પ્રતિકાર કરતાં ગેંગના સભ્યોએ તેને જીવતો સળગાવી દીધો હતો. આ સમાચાર મળ્યા બાદ ગુજરાતમાં વસતા શોક્ત મામૂજીના પરિવારમાં શોકની લાગણી છવાઇ હતી.

- બનાવની વિગતોમાં શોક્ત દક્ષિણ આફ્રિકામાં એક સ્ટોરમાં નોકરી કરતો હતો. મંગળવારે રાત્રે તે સ્ટોર પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક કેટલાંક લુટારૂંઓ સ્ટોરમાં લૂંટના ઇરાદે ઘૂસ્યા.
- આ ગેંગનો પ્રતિકાર કરતાં તેઓએ શોક્તને બાંધી દીધો હતો અને તેને જીવતો સળગાવી દીધો હતો. એટલું જ નહીં, શોક્તના મોત બાદ પણ લુંટારૂઓએ સ્ટોરમાંથી સામાન લૂંટી લીધો હતો.
- દક્ષિણમાં છેલ્લાં થોડાં સમયમાં જ ભરૂચના આ ત્રીજાં યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ અગાઉ પણ ભરૂચના બે યુવાનોની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી.
- હાલ વાલિયા તાલુકાના સિલુડી ગામમાં શોક્તના મોતના સમાચાર બાદ તેના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

X
મૃતક યુવાન શોક્ત મામૂજી (ફાઇલ)મૃતક યુવાન શોક્ત મામૂજી (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી