નોર્થ યુગાન્ડામાં તોફાનો ફાટી નીકળ્યા, 200 ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ

divyabhaskar.com

Nov 19, 2018, 07:40 PM IST
અશ્વેતોએ ગુજરાતીઓની દુકાનો પર પથ્થરમારો કર્યો હતો
અશ્વેતોએ ગુજરાતીઓની દુકાનો પર પથ્થરમારો કર્યો હતો

- નોર્થ યુગાન્ડામાં ગુજરાતીથી એક અશ્વેત વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું.

- ગુજરાતમાં રહેતા પરિવારો પણ ચિંતિત બન્યા છે.

એનઆરજી ડેસ્કઃ નોર્થ યુગાન્ડામાં ફરી એક વખત તોફાનો ફાટી નિકળતા ત્યાં રહેતા ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને ચિંતાતુર બન્યા છે. ગુજરાતીઓની દુકાનો પર પથ્થરમારો પણ કરાયો છે. તોફાનોના કારણે 200 ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો છે.

- ઘટનાની વિગત એવી છે કે નોર્થ યુગાન્ડામાં ગુજરાતીથી એક અશ્વેત વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું.
- આ ઘટનાના કારણે અશ્વેતો રોષે ભરાયા હતા અને ગુજરાતીઓની દુકાનો પર પથ્થરમારો કર્યો હતો.
- આ ઘટના બાદ ત્યાં વસતા 200 ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ બન્યો છે. ગુજરાતમાં રહેતા પરિવારો પણ ચિંતિત બન્યા છે.
- આ ઘટના પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. જેમાં અનેક લોકોને ઈજા પહોંચી છે.
- ભારતીયોએ આ મામલે વિદેશમંત્રીને ટ્વિટ પણ કર્યું છે અને પરિસ્થિતિ થાળે પાડવા માટે મદદની અપીલ કરવામાં આવી છે.
- યુગાન્ડામાં ઘણી વખત હિંસાની ઘટનાઓ બનતી હોય છે. આ પહેલા ઓગસ્ટમાં પણ યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં હિંસા ભડકી હતી.

X
અશ્વેતોએ ગુજરાતીઓની દુકાનો પર પથ્થરમારો કર્યો હતોઅશ્વેતોએ ગુજરાતીઓની દુકાનો પર પથ્થરમારો કર્યો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી