સાઉથ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના યુવાનની હત્યા, કારમાંથી મળી આવ્યો સળગેલો મૃતદેહ

છેલ્લાં દસ વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા સાજીદ 24 કલાકથી ગુમ થયા હતા

divyabhaskar.com | Updated - Nov 11, 2018, 10:00 PM
મૃતક યુવાન સાજીદ કેશવણવાલાની
મૃતક યુવાન સાજીદ કેશવણવાલાની

એનઆરજી ડેસ્કઃ સાઉથ આફ્રિકામાં મૂળ ભરૂચ જિલ્લાના મનુબર ગામના યુવાનનું રહસ્યમય રીતે મોત થયું છે. સાઉથ આફ્રિકામાં વસતા સાજીદ કેશવણવાલાનો આજે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સાજીદ શનિવારના રોજથી ગુમ હતો અને આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે.

કારમાંથી મળી આવી લાશ


- છેલ્લાં દસ વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા સાજીદ 24 કલાકથી ગુમ થયા હતા. આજે રવિવારે તેમની જ કારમાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો.
- પોલીસના જણાવ્યા અનુસાર, સાજીદના શરીરનો અમુક ભાગ સળગેલો હતો. જેથી આ હત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ થાય છે.
- સાજીદની કાર જ્હોનિસબર્ગમાં ક્વાર્ટરવેલ શહેરમાંથી મળી આવી હતી.

X
મૃતક યુવાન સાજીદ કેશવણવાલાની મૃતક યુવાન સાજીદ કેશવણવાલાની
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App