• Home
  • NRG
  • Africa
  • 55 million shillings donation in Uganda for the orphan children

પુણ્ય / અનાથ બાળકો માટે ગાદી સંસ્થાને યુગાન્ડામાં 55 કરોડ શિલિંગનું દાન

મણિનગર ગાદી સંસ્થાન દ્વારા સમાજના વિકાસ માટે આર્થિક સહાય કરાય છે

2018 આશરે સમગ્ર વિશ્વ અનેક ખૂણામાં સમાજના ઉત્થાન માટે 42 લાખનું દાન કરાયું
2018 આશરે સમગ્ર વિશ્વ અનેક ખૂણામાં સમાજના ઉત્થાન માટે 42 લાખનું દાન કરાયું
X
2018 આશરે સમગ્ર વિશ્વ અનેક ખૂણામાં સમાજના ઉત્થાન માટે 42 લાખનું દાન કરાયું2018 આશરે સમગ્ર વિશ્વ અનેક ખૂણામાં સમાજના ઉત્થાન માટે 42 લાખનું દાન કરાયું

divyabhaskar.com

Dec 28, 2018, 05:13 PM IST
અમદાવાદઃ મણિનગર ગાદી સંસ્થાન દ્વારા યુગાન્ડાની રાજધાની કંપાલામાં 55 કરોડ શિલિંગનું ડોનેશન કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબ માબાપથી તરછોડેલાં અનાથ બાળકોના જીવન ઉત્થાનના જરૂરિયાત માટે દાન કરવામાં આવ્યું છે. 2018 આશરે સમગ્ર વિશ્વ અનેક ખૂણામાં સમાજના ઉત્થાન માટે 42 લાખનું દાન કરાયું, જેમાં 20લાખ વધુનું કેન્યા,યુગાન્ડા અને તાન્ઝાનિયામાં દાન કરાયું છે.
જે દેશમાં ધનની ભેટ મળી હોય તે જ દેશના સમાજ કાર્ય માટે દાન અપાય છે
1.


'ધ જ્વેલ ઓફ આફ્રિકા'થી એક સમયને વિષે જેની ઓળખ હતી એવા યુગાન્ડા રાષ્ટ્રમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ આધ્યાત્મિક ધાર્મિક વિચારણાર્થે પધાર્યા હતા. જેમાં યુગાન્ડા દેશની રાજધાની કંપાલામાં સ્વામિનારાયણ ગાદીના આશ્રિત વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયાના આર્થિક સહયોગથી રૂ.55 કરોડ શિલિંગ (14 લાખ) ડોનેશનનો ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો. મણિનગર ગાદી સંસ્થાન દ્વારા વિશ્વના વિવિધ દેશોમાં અનાથ બાળકોના વિકાસમાં દાન કરવામાં આવતું હોય છે, જેમાં મંદિરના મહંત સદગુરુ ભગવદ્દ પ્રિયદાસજી સ્વામીના જણાવ્યા આનુસાર ગરીબ, માબાપથી તરછોડાયેલા,અનાથ બાળકોના જીવન ઉત્થાન-જરૂરિયાત માટે ચેરિટી દ્વારા ધનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર ગાદી સંસ્થાન દ્વારા દાન અર્પણ કરવામાં આવે છે, જેમાં જે દેશમાં ધનની ભેટ મળી હોય તે તેજ દેશના સમાજના કાર્ય માટે અર્પણ કરવામાં આવે છે. સનાતન વૈદિક ધર્મમાં જણાવ્યા મુજબ વસુદૈવ કુટુંબ કમની ભાવના રાખવી જોઈએ.

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા 7 દેશોમાં દાન
2.


ગાદી સંસ્થાના અધ્યક્ષ પુરષોત્તમપ્રિયદાસજી દ્વારા કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, લંડન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા દાન કર્યું હતું. ગાદી સંસ્થાને 2018માં સામાજિક કાર્ય માટે આ દેશોમાં 42 લાખનું દાન કર્યું હતું. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી