આફ્રિકાના યુગાન્ડામાં ગુજરાતી પરિવારો દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન

divyabhaskar.com

Jun 06, 2018, 07:26 PM IST
વ્યાસપીઠ પરથી જીજ્ઞેશદાદા ભાવિકોને કથારસનું પાન કરાવશે
વ્યાસપીઠ પરથી જીજ્ઞેશદાદા ભાવિકોને કથારસનું પાન કરાવશે

એનઆરજી ડેસ્ક: ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડા દેશના કંપાલા ખાતે ગુજરાતી પરિવારો દ્વારા કાર્યરત સનાતન ધર્મ મંડળ દ્વારા આગામી તા.25 ઓગષ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી જીજ્ઞેશદાદા કથાનું રસપાન કરાવશે. યુગાન્ડાના કંપાલામાં આવેલ સનાતન ધર્મ મંડળ મંદિરના હોલમાં આયોજીત આ કથા માટેનું શ્રીફળ મૂળ ભેંસાણ તાલુકાના ગળથ ગામના વતની અને હાલ સુરત સ્થિત અગ્રણી સમાજ શ્રેષ્ઠી અને ગૌપ્રેમી ચંદુભાઇ આસોદરીયાએ સનાતન ધર્મ મંડળ, ઈસ્ટ આફ્રિકા વતી પૂજ્ય જીજ્ઞેશદાદા પાસેથી સ્વીકારેલું હતું. આ કથા દરમિયાન રાત્રે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી સનાતન ધર્મ મંડળના ટ્રસ્ટીઓ નટુભાઇ ઠક્કર, સુધિરભાઇ રૂપારેલીયા, પંકજભાઇ પટેલ, રાજુભાઇ વાપા, રજનીભાઇ તેમજ અએક્ઝિક્યૂટિવ કમિટીના સભ્ય પરેશભાઇ મહેતા, રમેશભાઇ, મયુરભાઇ આસોદરીયા, જાનીભાઇ, નિતીનભાઇ, હિતેષભાઇ ગોંડલીયા, પુરનભાઇ, અનિલભાઇ ભીમાણી, ભાનુબેન ગૌસ્વામી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

X
વ્યાસપીઠ પરથી જીજ્ઞેશદાદા ભાવિકોને કથારસનું પાન કરાવશેવ્યાસપીઠ પરથી જીજ્ઞેશદાદા ભાવિકોને કથારસનું પાન કરાવશે
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી