• Home
  • NRG
  • Africa
  • મોહમ્મદ દેવજી કિડનેપ | Youngest African Billionaire Mo Dewji kidnapped

ગુજરાતી મૂળના આફ્રિકાના સૌથી યુવા અબજોપતિનું તાન્ઝાનિયામાં અપહરણ

11 હજાર કરોડથી વધુની સંપત્તિ ધરાવતા મોહમ્મદ દેવજીને અપહરણ કરતાં પહેલા થયું હતું ફાયરિંગ

divyabhaskar.com | Updated - Oct 12, 2018, 12:00 PM
આફ્રિકાના યંગેસ્ટ બિલિયોનેર મોહમ્મદ દેવજી
આફ્રિકાના યંગેસ્ટ બિલિયોનેર મોહમ્મદ દેવજી

એનઆરજી ડેસ્કઃ આફ્રિકાના સૌથી યુવા અબજોપતિનું બંદૂકના ઇશારે અપહરણ કરવામાં આવ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓ અનુસાર, 11064 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા મોહમ્મદ દેવજી 11 ઓક્ટોબરે સવારે દાર-એ-સલામની કોઇ લક્ઝુરિયસ હોટેલના જિમમાં જઇ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું.

ગુજરાત છોડી માતા-પિતા વસ્યા તાન્ઝાનિયામાં

મોહમ્મદ દેવજી તાન્ઝાનિયાના ટોચની કંપનીઓ પૈકીની એક મોહમ્મદ એન્ટરપ્રાઇઝિસ તાન્ઝાનિયા લિમિટેડ (MeLT)ના પ્રેસિડન્ટ છે. 43 વર્ષના મોહમ્મગ દેવજી સ્થાનિકોમાં 'મો દેવજી' તરીકે જાણીતા છે. મો દેવજીના માતા-પિતા ગુજરાત છોડીને તાન્ઝાનિયામાં વસ્યા હતા. 1970માં તેમના પિતાએ MELT કંપનીની સ્થાપના કરી. જે 10 દેશોમાં એગ્રિકલ્ચર, ટ્રાન્સપોર્ટથી માંડી ફૂડને લગતા બિઝનેસ કરે છે.

બે વ્હાઇટ માણસોએ કિડનેપ કર્યાની શંકા

દાર-એ-સલામના ગવર્નર પૌલ મકોન્ડાએ મીડિયાને જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી સૂચવે છે કે, દેવજીનું અપહરણ બે વ્હાઇટ માણસોએ કર્યું છે. દેવજી રૂટિન અનુસાર, કસરત માટે હોટેલના જિમ તરફ જઇ રહ્યા હતા, ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું. સ્થાનિક પોલીસ ચીફ લાઝરો મેમ્બોસાસાએ પ્રેસને જણાવ્યું કે, કિડનેપર્સે દેવજીનું અપહરણ કરતાં પહેલા હવામાં ફાયરિંગ પણ કર્યું હતું, બાદમાં દેવજીને કારમાં નાંખીને તેઓ ભાગી ગયા હતા. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને કેટલાંકની ધરપકડ પણ કરી છે.

ફોર્બ્સ આફ્રિકા પર્સન ઓફ ધ યર
દેવજીનો જન્મ તાન્ઝાનિયામાં જ થયો હતો. તેમણે અમેરિકાના વોશિંગ્ટન ડીસી શહેરમાં આવેલી જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. બિઝનેસ સિવાય દેવજી એ 2005થી 2015 સુધી તાન્ઝાનિયામાં સાંસદ તરીકે કામ કર્યું હતું. વર્ષ 2013માં તેમનો ફોટો ફોર્બ્સ મેગેઝિનના કવર પર આવ્યો હતો. ફોર્બ્સ મેગેઝિનના કવર પર આવનાર તેઓ પહેલા તાન્ઝાનિયન હતા. તે સિવાય વર્ષ 2015માં ફોર્બ્સે તેમને આફ્રિકા પર્સન ઓફ ધ યરનો ખિતાબ આપ્યો હતો.

અડધી સંપત્તિ દાન કરવાનો નિર્ધાર

દેવજી દાર-એ-સલામની સિમ્બા ફૂટબોલ ક્લબના મુખ્ય શેરહોલ્ડર છે. આફ્રિકાના અબજોપતિની યાદીમાં મો દેવજી 17મા ક્રમે છે. પરિણીત અને ત્રણ બાળકોના પિતા એવા દેવજીએ 2016માં પોતાની અડધી સંપત્તિ માનવ કલ્યાણ પાછળ દાન કરવાના શપથ લીધા છે.

ઘટના સંબંધિત વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે સ્લાઇડ બદલો

કિડનેપ કર્યા પછી જિમની બહાર જ દેવજીની કાર જોવા મળી હતી
કિડનેપ કર્યા પછી જિમની બહાર જ દેવજીની કાર જોવા મળી હતી
મોહમ્મદ દેવજીને 2015માં ફોર્બ્સે આફ્રિકન પર્સન ઓફ ધ યરનો ઘોષિત કર્યા હતા
મોહમ્મદ દેવજીને 2015માં ફોર્બ્સે આફ્રિકન પર્સન ઓફ ધ યરનો ઘોષિત કર્યા હતા
X
આફ્રિકાના યંગેસ્ટ બિલિયોનેર મોહમ્મદ દેવજીઆફ્રિકાના યંગેસ્ટ બિલિયોનેર મોહમ્મદ દેવજી
કિડનેપ કર્યા પછી જિમની બહાર જ દેવજીની કાર જોવા મળી હતીકિડનેપ કર્યા પછી જિમની બહાર જ દેવજીની કાર જોવા મળી હતી
મોહમ્મદ દેવજીને 2015માં ફોર્બ્સે આફ્રિકન પર્સન ઓફ ધ યરનો ઘોષિત કર્યા હતામોહમ્મદ દેવજીને 2015માં ફોર્બ્સે આફ્રિકન પર્સન ઓફ ધ યરનો ઘોષિત કર્યા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App